દ્વારકામાં ભાગવત સપ્તાહમાં સંતવાણી કાર્યક્રમમાં પૂ. ભાવેશબાપુની વિશેષ ઉપસ્થિતિ
યાત્રાધામ દ્વારકા માં પિતૃ મોક્ષાર્થે ભાદરવા માસ માં ભાગતવ સપ્તાહ ના આયોજન માં સંતવાણી નો ભવ્ય કાર્યક્રમ યોજાયો ભાવેશબાપુ ની વિશેષ ઉપસ્થિતિ માં સંતવાણી કાર્યક્રમ માં ઉપસ્થિત લોકો ભક્તિમય બન્યા હતા
યાત્રાધામ દ્વારકા માં અનેક લોકો દર્શનાર્થે આવે છે અને પુણ્ય નું ભાથું બાંધી ધન્યતા અનુભવે છે તેવામાં પિતૃ માસ માં વિશેષ મહત્ત્વ હોઈ ત્યારે દ્વારિકા નગરી માં ભક્તો પિતૃ કાર્ય કરવા માટે ગોમતું ઘાટ અને દ્વારકા નગરી માં ભગવાન કૃષ્ણ ના સાનિધ્યમાં લોકો શ્રીમદ્દ ભાગવત નું અને પિતૃ કાર્ય કરતા હોય છે અને તેનું વિશેષ મહત્વ પણ હોઈ છે તેવામાં ડીસા થી આવેલ કનુભાઈ ત્રિવેદી અને નિવનભાઈ નાઈ દ્વારા શ્રીમદ્દ ભાગવત નું આયોજન કરવામાં આવ્યું છે હાલ પિતૃ માસ અને શ્રાદ્ધ ચાલી રહ્યા છે ત્યારે દ્વારકા ખાતે આવેલ અખિલ ભારતીય આહીર સમાજ ભવન ખાતે તારીખ ૧૬ /૦૯ થી ૨૨/૦૯ દરમિયાન વ્યાસપીઠ પર ત્રમ્બકેશ્વર ત્રિવેદી બિરાજમાન થઈ કથા નું રસપાન કરવામાં આવી રહ્યું છે અને શ્રીમદ્દ હોઈ અને ગત રાત્રી એ સંતવાણી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકસાહિત્યકાર ખુશા મારાજ અને રમેશ પઢીયાર દ્વારા સંતવાણી નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાવેશબાપુ ની વિશેષ ઉપસ્થિત રહી હતી અને ભક્તો એ સંતવાણી ની સાથે સાથે ભાવેશબાપુ ના આશિર્વચન નો પણ લાભ લીધો હતો ભાવેશબાપુ નું સન્માન પણ કરવામાં આવ્યું હતું અને ભાવેશબાપુ એ ભક્તિ દ્વારા ૭ પેઢી નહિ પરંતુ સંતો ના સાનિધ્ય માં અને દ્વારકા જેવી પાવન નગરી માં આ પ્રકાર ના આયોજન અને સંતો સાથે કથા ના રસપાન કરવાથી ૭૧ પેઢી ટરરી જાઈ છે તે પણ કહ્યું હતું ત્યારે સમગ્ર માહોલ દિવ્ય મય થઈ ગયો હતો
પૂ. ભાવેશબાપુએ વધુમાં ઉમેર્યુ હતું કે, કઇપણ સંપ્રદાયના સાધુ હોય તો તેને વંદન કરજો જેનાથી તમારા બધા પાપ ધોવાઇ જશે પરમેશ્વર કહે છે કે જે કાળજા દઇ શકે ને એ દિકરા દહિ શકે એક કહાની સ્વરૂપે આખી વાત સમજાવી હતી.
સાધુ સમગ્ર વસ્તુ કરી શકે છે. તેવું પણ જણાવ્યું હતું અને વધુમાં જણાવ્યું કે ગુરુની કૃપા કોને કહેવાય તો ગુરુ એટલે ઉપરથી પૈસા વરસાદી દે એ ગુરુ નહી પણ ગુરુ એ છે કે તમારો ખરાબ સમય છે તેમાંથી તમને બહાર કાઢી આપે તે ગુરુ આ કથા આપણે સાંભળીયે છીએ તે ખાલી કથા નથી પણ સત્સંગ છે.
કૃષ્ણ અને સુદામાના સત્સંગની વાતો પણ કરી હતી અને કહું કે જો સુદામાને બે દિવસના સત્સંગમાં આખી નગરી મળી જતી હોય તો આપણે તો અહીંયા ર૦ મીનીટનો સત્સંગ કરશું તો આપણે કંઇક મળશે જરુર પણ એ ખબર આપણે જયારે ઘરે પહોચશું ત્યારે પડશે.