હોમ લોન મોડી થતા લૂંટનું તરકટ રચ્યાની બેન્ક કર્મચારીની ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ કબુલાત
યશ બેન્ક ખાતે પોલીસે ટ્રાન્જેકશન અંગે તપાસ કરતા ભાંડો ફુટયો: મકાન ખરીદીનું પેમેન્ટ ચુકવવા જતાં લૂંટ થયાની સ્ટોરી બનાવી પોલીસને ધંધે લગાડી
નિલકંઠ સિનેમા પાસે આવેલા આનંદનગરમાં રહેતા અને ઇન્ડુસલ બેન્કના કર્મચારી રુા. 30 લાખની રોકડ લઇને મિલપરામાં જતા હતા ત્યારે ડિસ્કવર બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ પછાડી રુા.30 લાખની રોકડ સાથેના થેલાની દિન દહાડે લૂંટ ચલાવી ભાગી જતા સનસનાટી મચી ગઇ છે. દિન દહાડે થયેલી દિલ ધડક લૂંટના પગલે ક્રાઇણ બ્રાન્ચ અને ભક્તિનગર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચી સીસીટીવી ફુટેજ મેળવી લૂંટનો ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કર્યા હતા અને પોલીસે યશ બેન્ક ખાતે તપાસ કરતા ગોંડલ રોડ પરની યશ બેન્કમાં આજની તારીખે રુા.30 લાખનું કોઇ ટ્રાન્જેકશન ન થયાનું જાહેર થતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરેલી પૂછપરછમાં બેન્ક કર્મચારી ભાંગી પડયો હતો અને લૂંટનું તરટક રચ્યાનું બહાર આવ્યું હતું.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ આનંદનગર કોલોનીમાં રહેતા ઇન્ડુસલ બેન્કમાં ફરજ બજાવતા મંથનભાઇ રાજેશભાઇ માંડવીયાએ મિલપરામાં નવુ મકાન ખરીદ કર્યુ હોવાથી મુળ મકાન માલિકને પેમેન્ટ ચુકવવા માટે બપોરે ગોંડલ રોડ પર આવેલી યશ બેન્કમાંથી રુ3.30 લાખ ઉપાડી બાઇક પર મિલપરામાં જતા હતા ત્યારે પાછળથી ડિસ્કવર પર આવેલા બે અજાણ્યા શખ્સોએ મંથનભાઇ માંડવીયાના બાઇકને પાટુ મારતા તેઓ પડી ગયા હતા. તેની પાસે રહેલા રુા.30 લાખની રોકડ સાથેના થેલાની લૂંટ ચલાવી ભાગી ગયાની સ્ટોરી જાહેર કરી હતી.
ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી.બી.બસીયા, પી.આઇ. વાય.બી.જાડેજા અને પી.એસ.આઇ. હુણ સહિતના સ્ટાફે મંથન માંડવીયાની પૂછપરછ કરતા તેને યશ બેન્કમાંથી પેમેન્ટ ઉપાડયાનું જણાવતા પોલીસે યશ બેન્ક ખાતે સીસીટીવી ફુટેજ અને બેન્ક કમઈચારીઓને પૂછપરછ કરતા આજની તારીકે રુા.30 લાખનું પેમેન્ટ કોઇએ ન ઉપાડયાનું જાહેર થયુ હતુ.ં આથી પોલીસે મંથન માંડવીયાની કરેલી પૂછપરછના અંતે તે ભાંગી પડયો હતો અને પોતાની હોમ લોન મોડી થતા મકાન ખરીદનાર પાસે ટાઇમ લેવા માટે આવું નાટક કર્યાની કબુલાત આપી છે.