રામજીમંદિરે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા તથા ભંડારા મહોત્સવ
કથાનો સમય સવારે ૯.૩૦થી ૧.૩૦ વાગ્યા સુધી: ૨૨ માર્ચે પૂર્ણાહુતિ: મુખ્યમંત્રી રૂપાણી, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિશેષ ઉપસ્થિત રહેશે
રાજુલાના વૃંદાવનબાગ રામપરા-૨ ખાતે તા.૧૪ માર્ચ શનિવારથી મોરારિબાપુની રામકથાનો પ્રારંભ થશે. તથા નવનિર્મિત રામજીમંદિરનો મૂતિ પ્રાણ પ્રતિષ્ઠા તથા ભંડારા મહોત્સવ ભવ્યાતિભવ્ય રીતે યોજાશે. કથાનો સમય સવારે ૯.૩૦થી ૧.૩૦ વાગ્ય સુધી રાખવામાં આવેલો છે. તા.૨૨ માર્ચ રવિવારે કથાની પૂર્ણાહુતિ થશે. લાલજી ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ-રામપરા-૨ અને શ્રી રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ રાજુલાના લાભાર્થે વિશ્ર્વવંદનીય મોરરીબાપુની રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ૧૪ માર્ચે શનિવારે વૃંદાવન બાગ રામપરા-૨થી બપોરે ૧.૩૦ કલાકે પોથીયાત્રા નીકળશે. બપોરે ૪ કલાકે દિપપ્રાગટય બાદ રામકથાનો પ્રારંભ થશે. જેમાં જગન્નાથ મંદિરના મહામંડલેશ્ર્વર ગૌસંત મહંત દિલીપદાસજી મહારાજ તથા હરિદ્વારના મહામંડલેશ્ર્વર ચિદાનંદમુનીજી મહારાજ ઉપસ્થિત રહેશે. જયારે તા.૧૭ને મંગળવારે યજ્ઞાશાળામાં દિપપ્રાગટય કરવામાં આવશે. જેમાં ડાકોરધામના માધવાચાર્યજી મહારાજ તથા અમરકંટક (મઘ્ય પ્રદેશ)ના જગદગુરૂ રામાનંદચાર્યજી મહારાજ ઉપસ્થિત રહેશે. તા.૧૭થી મંગળવારથી સતત ચાર દિવસ સુધી મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. સવારે ૧૦ કલાકે હેમાદ્વી વિધિ, ૩ કલાકે ગણેશ પૂજા, અને મંડપ પ્રવેશ દ્વિતીય દિવસ બુધવારે સવારે ૮ કલાકે સ્થાપિત દેવની પૂજા, ૯ કલાકે નવા મંદિરની વાસ્તુશાંતિ, ૧૦ કલાકે અરણી મંથન અને ગ્રહ હોમ સ્થાપિત દેવનો હોમ, ૧૨ કલાકે મંદિરને શિખર સ્નાન, ૩ કલાકે કર્મકુટી, ૫ કલાકે જલયાત્રા, ૬ કલાકે જલાધીવાસ, સાંજે ૬.૩૦ કલાકે સાંય આરતી તૃતીય દિવસના માંગલિક પ્રસંગોમાં સવારે સ્થાપિત દેવની પૂજા, ૧૧ કલાકે અન્નાધીવાસ, ૩ કલાકે સ્નપન વિધિ, પ કલાનકે મંદિરની ધજા અને કળશ ચડાવવાની વિધિ, ૬ કલાકે પૌષ્ટીક હોમ, ૭ કલાકે બ્રહ્મશિલા અને કૃર્નશીલાસ્થાપન જયારે ચતુર્થ દિવસે બપોરે ૧.૩૦ કલાકે મોરારીબાપુના હસ્તે સ્પીરીકરણ, ૨ કલાકે આરતી અને પૂજા, બપોરે ૩ કલાકે મહોત્સવની પૂર્ણાહુતિ થશે. યજ્ઞશાળાના આચાર્ય તરીકે શાસ્ત્રી પંકજભાઇ જોશી (મહુવાવાળા) તથા શાસ્ત્રી મનીષભાઇ જોશી (મહુવાવાળા) આહુતિ આપશે. આ રામકથા તથા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગીઆદિત્યનાથજી,ઉતરાખંડના રાજયપાલ બેબીરાની મૌર્ય, યુપીના ઉપમુખ્યમંત્રી દિનેશ શર્મા, યુપીના કાનૂન માંગી બ્રિજેશ પાઠક અને હરીદ્વારના શહેરી વિકાસ મંત્રી તથા કુંભમેલા પ્રભારી મંત્રી મદકોશીજી ઉપસ્થિત રહેશે. આ સિવાય નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, ગ્રહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, કેબિનેટ મંત્રી પરસોત્તમ રૂપાલા, ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંધાણી, જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા, તાલાળાના ધારાસભ્ય ભગવાન બારડ, વિરોધ પક્ષ નેતા પરેશ ધાનાણી, અમરેલીના સાઁસદ નારણ કાછરીયા સહિતના વિવિધ ક્ષેત્રના આગેવાનો તથા મહાનુભવોની ઉપસ્થિતિ રહેશે.
રામકથાના મુખ્ય મહેમાન કાન્તીભાઇ વાણંદ પરિવાર (બારડોલી-હા. અમેરિકા) છે. આ પાવન પ્રસંગે ભારતભરના સંતો મહંતોની ઉપસ્થિતિમાં જગતગુરૂ રામાનંદાચાર્ય, વલ્લભાચાર્ય, નિઆર્કાચાર્ય, શંકરાચાર્ય, ધર્માચાય, પરિવારર્ચાય, મહામંડલેશ્ર્વર, મહંત અખાડાના મહંતો, મઠાધિશાતો પાવન પ્રસંગે આ સમસ્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. જેનું નિમંત્રણ પંચનિમોહી અનીઅખાડાના મહંત રાજેન્દ્રદાસજી બાપુએ પાઠવ્યું છે.