શ્રાવણ શનિવાર ને લઈને ભક્તોના ઘોડાપૂર ઊમટી પડે છે
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કલગામ ખાતે આવેલા રાયનીવાળા હનુમાનજીની ગાથા ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પ્રખ્યાત છે. વર્ષો પહેલા રાયનીનાં વ્રુક્શમા હનુમાનજી પ્રગટ થાય બાદ અઁહિનો મહિમા એટલો પ્રચલિત થયોકે શ્રાવણ મહીનાં મંદિર મધ્ય રાત્રીએ ખોલી દેવામાં આવ્યું છે.
રાત્રે બાર વાગ્યા બાદ ભક્તોની લાંબી કતારોંએ શનિવારનાં મહિમાને આસ્થા અને શ્રધ્ધા સાથે જોડી દીધો હતો. મહિલા અને પુરુષોની લાંબી કતારોએ મંદિરમાં જય શ્રીરામનાં નારાઓ સાથે વાતાવરણને આધ્યાત્મિક બનાવ્યું હતુ. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી ભક્તોનૂ ઊમટી પડતું ઘોડાપૂર આ મંદિરની આસ્થાને વધુ મજબૂત બનાવી રહી છે. નાના બાળકો માટે કે પરિવારના સ્વાસ્થ્ય સુખ માટે લોકો અંહી આવે છે અને તેલ સિંદૂર અર્પણ કરી ધન્યતા અનુભવે છે.