હિતેશ રાવલ, સાબરકાંઠા
એક તરફ દિવાળીનો મહાપર્વ નજીક આવી રહ્યો છે ત્યારે સમાજના છેવાડાના વ્યકતિને મફતમાં અપાતું અનાજ બારોબાર સગેવગે કરાતું હોવાનું સાબરકાંઠા વિજયનગરમાં ખુલતા સમગ્ર જિલ્લામાં ભારે ખળભળાટ સર્જાયો છે. કોરોના મહામારીને પગલે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા સસ્તા અનાજને છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવા માટે લાખો રૂપિયાનું બજેટ ફાળવે છે ત્યારે હાલમાં પણ ગરીબના પેટનો કોળિયો બારોબાર સગેવગે કરનારાઓ પણ જાગૃત બન્યા છે.
વિજયનગરના ચિતલીયા ગામે સસ્તા અનાજની દુકાન ચલાવનારા સંચાલક દ્વારા સ્થાનિક ગ્રામજનોને આપવાનું અનાજ બારોબાર વેચી નાખવાનું યથાવત રાખતા સ્થાનિક ગ્રામજનોની બાતમીના આધારે ગ્રામજનોએ એક ટેમ્પો પીકઅપ ડાલાને ઝડપી લેતા બારોબાર અનાજ વેચી નાખનારા લોકોને તાત્કાલિક ધોરણે ભાગી છૂટયા હતા જોકે અનાજ સગેવગે કરવામાં આવે છે તેમ સ્થાનિકોએ આ મામલે પોલીસ તેમજ વિજયનગર મામલતદારને જાણ કરતા તેઓએ પણ ઘટનાસ્થળે આવી સમગ્ર મુદ્દામાલ જપ્ત કર્યો છે.
જોકે હાલના તબક્કે છેવાડાના વ્યક્તિ સુધી રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા દિવાળી મહાપર્વ નિમિત્તે અનાજ પહોંચાડવાનું યથાવત રાખ્યું છે ત્યારે આર્થિક રીતે પગભર થવા માટે બારોબાર ચાવ કરનારા તત્વો પણ યથાવત રહેતા હોવાના પગલે તમામ લોકોને રાસન મળી શકતું નથી તે પણ એટલું જ સત્ય છે જોકે સ્થાનિક ગ્રામજનોને મળેલી બાતમીના આધારે ઝડપાયેલા આ અનાજ આગામી સમયમાં જે તે લાભાર્થીને ક્યારે મળશે તે પણ મહત્વનું બની રહી છે ત્યારે જોવું એ છે કે આવું બારોબાર કરનારા તત્વો સામે કાયદેસરની તપાસ થાય તો ગુજરાતમાં હજુ પણ સરકાર દ્વારા અપાતું મફતના અનાજને બારોબાર સગેવગે કરનારા તત્વોનો પર્દાફાશ થઇ શકે તેમ છે.