સેન્સેકસ અને નિફટી ગ્રીન ઝોનમાં ખુલ્યા
વિક્રમ સવંત ૨૦૭૬ની શરૂઆતમાં જ શેરબજારમાં તેજી જોવા મળી હતી અને સેન્સેકસ અને નિફટી ગ્રીન ઝોનમાં ખુલ્યા બાદ ૨૦૦ પોઇન્ટનાં ઉછાળા સાથે બંધ થયું હતું ત્યારે આજરોજ શેરબજાર ફરી ગ્રીન ઝોનમાં ખુલ્યું છે ત્યારે રોકાણકારોમાં ખુશીની લાગણી વ્યાપી છે અને આશા સેવાઈ રહી છે કે, આવનારું વર્ષ ખુબ જ સારું નિવડશે. શેરબજારમાં બુધવારે તેજી જોવા મળી હતી. ફોરેન ફન્ડ ઈનફ્લો અને ઈક્વિટી રોકાણકારો માટે ટેક્સમાં છુટની આશાઓ વચ્ચે સેન્સેક્સમાં ૨૦૦થી વધુ અંકનો ઉછાળો જોવા હતો. અંતે બોમ્બે સ્ટોક એક્સચેન્જ(બીએસઈ)નો ઈન્ડેક્સ સેન્સેક્સ ૨૨૦.૦૩ અંક વધી ૪૦,૦૫૧.૮૭ પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૫૭.૨૫ અંક વધી ૧૧,૮૪૪.૧૦ પર બંધ થયો હતો.
અગાઉ સેન્સેક્સ સવારે ૪૦૦૫૫.૬૩ પર ખુલ્યો અને દિવસના કારોબાર દરમિયાન ૪૦૧૨૧.૭૯ અંકના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યો. આ સિવાય તે કારોબાર દરમિયાન ૩૯૯૨૦.૬૭ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. ભારતી એરટેલ, એલએન્ડટી, ઈન્ફોસિસ, આઈટીસી, વેદાંતા, એચડીએફસી બેન્ક, બજાજ ઓટો, કોટક બેન્ક અને સન ફાર્માના શેરમાં ૩ ટકા તેજી જોવા મળી. ટાટા મોટર્સ, યશ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, ટાટા સ્ટીલ, આઈસીઆઈસીઆઈ બેન્ક અને ટીસીએસમાં ટ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો. ગત સેશનમાં સેન્સેક્સ ૫૮૧.૬૪ અંકની તેજીની સાથે ૩૯,૮૩૧.૮૪ પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટીનું ૧૫૯ અંકની તેજીની સાથે ૧૧,૭૮૬.૮૫ પર ક્લોઝિંગ થયું હતું. શેર બજારમાં રોકાણકારોનો જોશ બુધવારે પણ હાઈ રહ્યો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ)નો સેન્સેક્સ ૨૨૦ પોઈન્ટ્સના વધારા સાથે ૪૦,૦૦૦ની પાર જતો રહ્યો, તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૫૭ પોઈન્ટ્સ વધીને ૧૧,૮૪૪.૧૦ પર બંધ રહ્યો. દિવાળી પછી શેર બજારમાં તેજી ચાલુ છે. મંગળવારે લગભગ ૫૮૦ પોઈન્ટ્સના વધારા સાથે બજાર બંધ થયા બાદ આજે સવારે બીએસઈ સેન્સેક્સ ૪૦,૦૦૦ને પાર ૪૦,૦૫૫ પર ખુલ્યો, જ્યારે નિફ્ટી પણ ૯૭ પોઈન્ટ્સ વધીને ૧૧,૮૮૩.૯૦ પર ખુલ્યો. મજબૂત વૈશ્વિક સંકેતો અને સકારાત્મક ક્વાર્ટર રિઝલ્ટ્સને કારણે બજારમાં ઉછાળાનું વલણ છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, તે ચીન સાથે ચાલી રહેલા ટ્રેડ વોરને જલદી ઉકલેવા ઈચ્છશે, જે પછી વૈશ્વિક બજારમાં સકારાત્મક સંદેશ ગયો. ક્વાર્ટર પરિણામોને કારણે બજારની ધારણા મજબૂત થઈ. ટાટા સન્સે જાહેરાત કરી કે, તે ટાટા મોટર્સમાં ૬૫૦૦ કરોડ રૂપિયા નાંખશે, જેનાથી ટાટા મોટર્સના શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ગુરુવારનાં રોજ શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું હતું જેમાં સેન્સેકસમાં ૦.૫૩ ટકાનો ઉછાળો જયારે નિફટીમાં ૦.૫૨ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.હાલ સેન્સેકસ ૪૦,૨૬૮.૯૫ જયારે નિફટી ૧૧,૯૦૭.૯૫ પર છે.