- સેન્સેકસે 71 હજારની સપાટી તોડી: નિફટીમાં પણ કડાકો
Business News
ભારતીય શેર બજારમાં આજે મહામંદીનું મોજુ ફરી વળ્યું છે. સેન્સેકસ અને નિફટી ઉંધા માથે પટકાતા રોકાણકારોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામી છે. તમામ સેકટરલ ઈન્ડેકસમાં જોરદાર કડાકા જોવા મળ્યા હતા.
આજે મુંબઈ શેર બજારના બંને આગેવાન ઈન્ડેકસો રેડ ઝોનમાં ખૂલ્યા હતા સેન્સેકસે આજે ઈન્ટ્રાડેમાં 71 હજારની સપાટી તોડી હતી અને દિવસ દરમિયાન 70809.84ના નીચલા લેવલે પહોચી ગયો હતો.
જયારે ઉંચકાય 71153.56ની સપાટીએ પહોચી ગયો હતો. જયારે નિફટીમાં પણ તોતીંગ કડાકા બોલી ગયા હતા નિફટી ઈન્ટ્રાડેમાં 21530.20 સુધી સરકી ગઈ હતી થોડી રિકવરી આવતા નિફટી 21632.50 સુધી પહોચી હતી બેંક નિફટી અને નિફટી મીડકેપ 100માં પણ કળ ન વળે તેવા કડાકા જોવા મળ્યા હતા.
આજની મંદીમાં નાસ્લો, બોસ, સેઈલ, વોડાફોન આઈડીયા, નાલ્કો, ભેલ, એકિસસ બેંક સહિતની કંપનીના શેરોનાં ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. જયારે એલએન્ડટી ટેકનોલોજી, ઈન્ફો એઈઝ, ગ્લેન માર્ક, એમફાર્માસીસ, એચડીએફસી બેંક, જીનીસ પાવર, આઈએફસીઆઈ સહિતની કંપનીનાં શેરોના ભાવ તૂટયા હતા.
આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ 490 પોઈન્ટના ઘટાડા સાથે 71065 અને નિફટી 134 પોઈન્ટના કડાકા સાથે 21608 પોઈન્ટ પર કામકાજ કરી રહ્યા છે. બુલીયન બજારમાં પણ મંદી રહેંવા પામી હતી સોના અને ચાંદીના ભાવ તુટયા હતા. જયારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપીયામાં સામાન્ય નરમાશ જોવા મળી રહી છે.