IPOINT LOGO FOR HEADER 1 7

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સેન્સેક્સ આગલા બંધ ૪૦૮૦૨.૧૭ સામે ૪૦૮૫૨.૬૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૦૬૯૦.૮૨ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૯૪ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૮ પોઈન્ટના  ઘટાડા સાથે ૪૦૬૯૩.૬૬ પોઈન્ટ સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૨૦૯૧.૪૫ સામે ૧૨૦૯૭.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૨૦૫૫.૯૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૪૧ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૪ પોઈન્ટના ઘટાડા સાથે ૧૨૦૫૭.૭૦ પોઈન્ટ આસપાસ સાથે ટ્રેડ થતા હતાં..!!!

MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ફેબ્રુઆરી ગોલ્ડ રૂ.૩૭૮૮૧ ના મથાળેથી ખુલીને રૂ.૩૭૮૯૬ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૩૭૮૬૫ ના નીચા મથાળે નોંધાવી ૭૯ પોઈન્ટ ઘટાડા સાથે રૂ.૩૭૮૭૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે માર્ચ સિલ્વર રૂ.૪૪૬૮૪ ના મથાળેથી ખુલીને ૪૪૭૧૮ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૪૬૫૧ ના નીચા મથાળે નોંધાવી ૭૯ પોઈન્ટ ઘટાડા સાથે રૂ.૪૪૬૫૧ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

સપ્તાહના બીજા દિવસની ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી પરંતુ પ્રારંભિક સુધારો પચાવી ઘટાડા સાથે કરોબાર થઈ રહ્યો છે. આર્થિક અધોગતિના આંકડા ગત સપ્તાહમાં સપ્ટેમ્બર ૨૦૧૯ના અંતના ત્રિમાસિકના ભારતના જીડીપી વૃદ્વિના આંકને ૪.૫%ના છ વર્ષના તળીયે લાવી દેતાં જાહેર થતાં નાણા પ્રધાન નિર્મલા સીતારામને અર્થતંત્રને વેગ આપવા સરકાર એક લાખ કરોડ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટો પાછળ ખર્ચશે અને નવેમ્બર મહિનામાં તહેવારોને લઈ સરકારનું જીએસટી આવકનું એકત્રિકરણ રૂ.એક લાખ કરોડનો આંક પાર કરી જતાં ભારતીય શેરબજારોમાં આજે ફંડોએ તેજીના ચક્રને આરંભમાં ગતિમાન રાખ્યું હતું. જીએસટી એક્ત્રિકરણમાં વધારા સાથે હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા પણ ચાલુ સપ્તાહમાં મોનીટરી પોલીસી કમિટી (એમપીસી)ની આજે ૩, ડિસેમ્બર અને પ,ડિસેમ્બર ૨૦૧૯ દરમિયાન વ્યાજ દરોની સમીક્ષા માટે મળનારી મીટિંગમાં વ્યાજ દરમાં ઘટાડા સાથે બજારોમાં નાણાની પ્રવાહિતામાં વધારો થાય એ માટે જરૂરી પગલાં લેવાય એવી પૂરી શકયતાએ ફંડોએ ઈન્ડેક્સ બેઝડ ફરી સેન્સેક્સમાં ૪૧,૦૦૦ની સપાટી નજીક સરક્યો હતો પરંતુ આર્થિક પડકારોને સરકાર માટે માર્ગ સરળ નહીં હોવાથી અને ઓટોમોબાઈલ કંપનીઓના નવેમ્બર ૨૦૧૯ મહિનાના વાહનોના વેચાણના આંકડા એકંદર સાધારણથી નબળા આવતાં શેરોમાં ઓફલોડિંગે અને આઈટી-સોફટવેર, ક્ધઝયુમર ડયુરેબલ્સ, ફાર્મા શેરોમાં નફારૂપી વેચવાલી ઘટાડા સાથે કારોબાર થતો જોવા મળ્યો હતો.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૪૪૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૬૯૮ અને વધનારની સંખ્યા ૬૭૦ રહી હતી. ૮૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૬૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, મિત્રો, આગામી દિવસોમાં બજારની નજર સંસદના ચાલી રહેલા શીયાળુ સત્રના પર રહેશે. આ સત્રમાં અંદાજીત ૨૩ જેટલા બિલ રજૂ થનારા છે. આ સાથે વર્તમાન આર્થિક મંદ પડેલી વૃદ્વિને ધ્યાનમાં લેતાં અત્યારે સંકટમાંથી પસાર થઈ રહેલા નવેમ્બર ૨૦૧૯ મહિનાના સર્વિસિઝ પીએમઆઈના બુધવારે ૪,ડિસેમ્બર ૨૦૧૯ના જાહેર થનારા આંક પર બજારની નજર રહેશે. આંતરરાષ્ટ્રીય મોરચે અમેરિકા અને ચાઈના વચ્ચે ટ્રેડ ડીલ હોંગકોંગ મામલે અમેરિકી પ્રમુખની દરમિયાનગીરીના પરિણામે વિલંબમાં પડવાની પૂરી શકયતાએ બન્ને દેશો વચ્ચે ટ્રેડ વોર ફરી વકરશે કે એના પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય બજારોની નજર રહેશે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

નિફ્ટી ફ્યુચર :- ( ૧૨૦૯૧ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૨૧૩૩ પોઈન્ટના પ્રથમ અને ૧૨૧૬૦ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૨૦૩૩ પોઈન્ટ થી ૧૨૦૦૮ પોઈન્ટ, ૧૧૯૮૮ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૨૧૬૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

કોટક બેન્ક ( ૧૬૩૬ ) :- રૂ.૧૬૧૬ નો પ્રથમ તેમજ રૂ.૧૬૦૬ ના બીજા સપોર્ટથી બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૧૬૫૩ થી રૂ.૧૬૬૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!

ઇન્ડીગો ( ૧૪૧૯ ) :- એરલાઇન્સ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૩૭ થી રૂ.૧૪૬૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૧૩૯૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!

સિપ્લા લિમિટેડ ( ૪૬૪ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૪૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૭૪ થી રૂ.૪૮૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.