1.95 લાખની મતા સાથે લગ્નનું તસ્કર રચનાર લુંટેરી દુલ્હન સહિત આઠ સામે નોંધાતો ગુનો
લાઠીના ભુરખીયા ગામમાં ખેડુત યુવાનને લગ્નની લાલચમાં લઇ દામનગરનાં એક શખસે નડીયાદ પંથકમાંની એક મહિલા સહીત છ શખ્સોએ એક યુવતિ બતાવી લગ્ન કરાવી આપ્યા હતા. બાદ 1.95 લાખની મત્તા યુવાન પાસેથી પડાવી હતી અને બે દિવસ સાથે રહી લુટેરી દુલ્હન ફરાર થઇ હતી જેથી છેતરાયેલા ખેડુત યુવાને અજાણી મહીલા સહિત આઠ સામે લાઠી પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
ભુરખીયા ગામના લાલજી શામજીભાઇ સગર નામના ખેડુત યુવાનના લગ્ન ન થવાના કારણે તેના સગાસંબંધીઓએ મુળ પાંચતલાવડાના અને હાલ દામનગરમાં રહેતા કનુ ગુજરાતી નામના શખ્સ સાથે ઓળખ કરાવી હતી. જેથી આ શખ્સ યુવાનને ક્ધયા અપાવવા નડીયાદ પંથકમાં ગયો હતો. મોબાઇલ ફોનમાં અન્ય શખ્સ સાથે વાત કરી ચેતના નામની યુવતિ બતાવી હતી અને જો લગ્ન કરવા હોય તો રૂ. 1.75 લાખ રોકડા અને દાગીના આપવા માટે કહ્યું હતું. યુવાને લાલચમાં આવી રૂ. 1.75 લાખ રોડકા અને લગ્ન બાદ સોનાની બુટી, વીંટી આપવાનું નકકી કર્યુ હતું અને બાદ તેઓ લગ્ન રજીસ્ટ્રેશન માટે આણંદ ગયા હતા. યુવતિ અને યુવાન ભુરખીયા આવ્યા હતા અને ભુરખીયામાં પોતાના સમાજની વાડીમાં રીતીરિવાજથી લગ્ન ગ્રંથીએ જોડાયા હતા.
જયારે ગત તા.8 ના રાતના બન્ને પતિ-પત્નિ અગાસી પર સુતા હતા ત્યારે રાતના 3-4 વાગ્યે ખેડુત યુવાનની ઉંઘ ઉડતા તેને બાજુમાં જોતા પત્ની ગાયબ હતી અને તેને તપાસ કરતા ન મળી હતી બાદ બીજા દિવસે યુવતિનો ફોન આવ્યો અને કહ્યું કે, મારા લગ્ન સંદીપ સાથે થઇ ગયા છે સંતાનમાં બે પુત્રી છે અને મારે પિતા હયાત નથી. અને બાદ સંદીપએ ફોનમાં ધમકી આપી કે અમારા વિરુઘ્ધ કોઇ કાર્યવાહી કરીશ તો તને ખોટા કેસમાં ફસાવી દેશું જેથી પોતે છેતરાયો હોવાની ભાન પડતા તેને લાઠી પોલીસમાં કનુ ગુજરાતી, ભગાભાઇ મનુ, ભરત પટેલ, રાહુલ, સંદીપ લુટેરી દુલ્હન ચેતના અને અજાણી મહિલા સહિત આઠ સામે લાઠી પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.