હાલની કોરોનાગ્રસ્ત પિરસ્થિતીમાં ઘણી દવાઓ આવી રહી છે સાથે સાથે તેની આડ અસરો પણ આવી છે તેના વિશે વોકહાર્ટ હોસ્પિટલના નિષ્ણાંત જોઈન્ટ રિપ્લેશમેન્ટ સર્જન ડો.ઉમંગ શિહોરાએ જણાવેલ હતુ કે કોરોનાની મહામારી એ સમગ્ર વિશ્ર્વ પર માનવ જાત ઉપર કેર વર્તાવ્યો છે.આપણા દેશમા ર0ર0ના વર્ષની શરૂઆતમાં જયારે આ માહામારી દેખાવા માંડી ત્યારથી માંડીને અત્યાર સુધીમાં આ મહામારીનો સામી છાતીએ સામનો કરવામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નુકશાની વેઠીને તથા તેમાંથી ફરીથી બેઠા થઈને આ મહામારીને નાથવામાં આપણી માનવ જાતને સંપુર્ણપણે બીરદાવવી પડે તેમ છે.

કોરોનાની અસરકારક દવાઓની આડઅસર પણ છે

“સ્ટીરોઈડ દવા બે ધારી તલવાર” તેનો વિવેકપૂર્વક ઉપયોગ થાય તો સારૂ પરિણામ લાવે: ડો.ઉમંગ શિહોરા

આ મહામારીને નાથવામા તથા કોરોનાના દર્દીઓનો જીવ બચાવવામાં ખુબ જ ઉપયોગી નીવડેલી એવી એક દવા એટલે સ્ટીરોઈડ. સામાન્ય જીવનમાં પણ શારીરીક કેટ-કેટલીય બીમારીઓમાં આ સ્ટીરોઈડ નામની મેજીકલ દવા ખુબ જ સારી રીતે અને પ્રભાવશાળી પિરણામ લાવી છે તથા આપણામાં દશકાઓથી તે વપરાય છે.પરંતુ આ દવા બે ધારી તલવાર સમાન છે. જો તેનો વિવેકપુર્વક ઉપયોગ કરવામાં ન આવે તો આ દવાની શારીરીક આડ અસર પણ ખુબ જ છે.સામાન્ય દિવસોમાં અન્ય બીમારીઓમા તો ડોકટરો આ સ્ટીરોઈડ (મેજીકલ ડ્રગ)નો ઉપયોગ વિવેકપુર્વક કરીને અસંખ્ય રોગો કે જેમાં આ દવા ફરજીયાત પણે વાપરવી પડતી હોય છે તેમા જરૂરીયાત મુજબ ઉપયોગ કરીને સચોટ તથા સારા પરીણામો લાવે છે અને દર્દીઓની જીંદગી સુધારે છે. પરંતુ કોરોનાની આ મહામારીમાં વિવેક પુર્વક ઉપયોગ કરવા કરતા મૃત્યુના દ્ઘારે ઉભેલા દર્દીના જીવનને મહત્વ આપવુ એ એક જ વિકલ્પ રહેલ હતો. અને જે ખુબ જ વ્યાજબી હતો.

ઈન્ફેકશનમાંથી સુખરૂપ બહાર આવી ગયેલા દર્દીઓમાં આ આડઅસરોને શરૂઆતના તબક્કામાંથી જ ઓળખી શકાય

વોકહાર્ટ હોસ્પિટલના જોઈન્ટ રીપ્લેશમેન્ટ સર્જન ડો.ઉમંગ શિહોરા દ્વારા આપવામાં આવેલ માહિતી

આવા કપરા સમયમાં કોરોનાના ઈન્ફેકશનના લીધે જીવન-મરણ વચ્ચે તથા ઓક્સિઝન-વેન્ટીલેટર પર જોલા ખાતા દર્દીઓને આ સ્ટીરોઈડ દવાઓ વધુ માત્રામા તથા વધુ દિવસો માટે આપવાની ફરજ પડી છે. જેને કારણે આવા દર્દીઓની જયારે રીક્વરી થઈ જાય છે ત્યાર બાદ અમુક સમયગાળા પછી આ દવાની આડ અસરની મુશ્કેલીઓ જોવા મળી શકે છે.

આ લેખ એજ ઉદેશથી લખવામાં આવ્યો છે કે જેથી કરીને કોરોના ઈન્ફેકશન માંથી સુખરૂપ બહાર આવી ગયેલા દર્દીઓમાં આ આડ અસરોને શરૂઆત ના તબકકામાંથી જ ઓળખી શકે. ત્વરીત નિદાન કરી શકે અને ત્યાર બાદ તેની ત્વરીત સારવાર કરી શકે. એક ઓર્થોપેડીક-જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન તરીકે આજે હું એવી આડ અસરોની માહિતી આપીશ  કે જે આપણા શરીરના હાડકા તથા સાંધાને અસર કરતી હોય.

સ્ટીરોઈડના કારણે થતુ ઓસ્ટીઓપોરોસીસ

સામાન્ય રીતે મહિલાઓમાં પ0-60 વર્ષની ઉમર પછી જોવા મળતી આ તકલીફ સ્ટીરોઈડ લીધેલા દર્દીમાં ગમે તે ઉંમરે જોવા મળી શકશે.આ પિરસ્થિતીમા હાડકાનુ પોલાણ વધી જઈ શકે બી.એમ.ડી ઘટી શકે છે.તથા ફેકચર થવાની શક્યતા વધી શકે છે.જે આવા શરીરના દરેક હાડકાને અસર કરતી જોવા મળશે.

સ્ટીરોઈડ ઈન્ડયુસ્ડ એ.વી.આઈ.ટી.(હાડકાનુ શુકાઈ જવુ)

જે આપણા શરીરના સાંધાને અસર કરે છે.પણ ખાસ કરીને થાપાના સાંધાને કે જેમાં થાપાના ગોળાનેં શુક્વી નાખે છે.જેના પિરણામે દર્દીને પલાઠી વાળીને બેસવામાં તથા ઉભડક પગે બેસવામાં તકલીફ પડે છે- થાપના સાંધામા દુખાવો થવો – ચાલવામાં લંગડાવુ – ગોઠણના સાંધાની તકલીફ તથા ખંભા અને કોણીના સાંધાઓમા પણ આ આડ અસરો જોવા મળી શકે છે પિરણામે દર્દીને તેમાં જકડન આવી જાય છે અને દુ:ખાવો પણ કરે છે.

જયારે પણ કોવિડ પેશન્ટો રીક્વરી બાદ આવી તકલીફોના ભોગ બને તો તેમણે હાડકા- સાંધાના નિષ્ણાંત સર્જનને બતાવી તેમના માર્ગદર્શન પ્રમાણે જરૂરી રીપોર્ટ જેમકે એક્સ રે – એમ.આર.આઈ. વગેરે કરીને તેની સારવાર ચાલુ કરવી અને જો જરૂરી બને તો તેની સર્જરી કરાવીને આવી તમામ તકલીફો માંથી છુટકારો મેળવવો.

– ડો.ઉમંગ શિહોરા – એમ.એસ. (ઓર્થો)

જોઈન્ટ રિપ્લેશમેન્ટ સર્જન -વોકહાર્ટ હોસ્પિટલ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.