ઘરનાં જ ઘાતકી નીકળ્યાં રેલનગરમાં રેલ્વે કર્મચારીના બંધ મકાનમાં થયેલી ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાંચે ગણતરીની કલાકોમાં ઉકેલ્યો
રેલનગરમાં આવેલા રામેશ્ર્વર પાર્કમાં રેલ્વેકર્મચારીના બંધ મકાનમાં તસ્કરોએ રોકડ તથા સોનાના બિસ્કીટ અને ચેન મળી કુલ રૂ.૭,૩૮,૦૦૦ની કરેલી ચોરીની ઘટનામાં પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ખોલી રેલ્વે કર્મચારીની પુત્રી અને તેના પ્રેમીને જડપી લઇ ચોરીનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ઘરના જ ઘાતકી નિકળ્યાં જેવી ચોરીની પ્રાપ્ત વિગતો મુજબ રેલનગરના રામેશ્ર્વર પાર્કમાં રહેતા અને રેલ્વેમાં લોકો પાયલોટ તરીકે ફરજ બજાવતા ફાન્સીસભાઇ લલીતસેન ક્રિશ્યન પોતાના પત્નિ, દિકરા અને દિકરી સાથે દિલ્હી મોદીનગરમાં રહેતી તેમની પુત્રવધુને ત્યાં ગયા હતા. પાછળથી તેમના બંધ મકાનની ડુપ્લીકેટ ચાલવીથી દરવાજો ખોલી પ્રવેશ કરી કબાટના લોકરમાં રાખેલા રોકડ રૂ.૧ લાખ ૬૦ હજાર તથા સોનાના બે બિસ્કીટ અને સોનાની ચેન મળી કુલ રૂ.૭,૩૪,૦૦૦ની ચોરી થતા દિલ્હીથી પરત ફરેલા ફાન્સીલભાઇએ બનાવ અંગે પ્ર.નગરમાં ફરીયાદ કરી હતી.
ચોરીની ઘટનામાં મકાનના તાળા તુટ્યાના હોય અને ડુપ્લીકેટ ચાવીથી દરવાજો ખોલ્યાનું જણાતા ડીસીપી પોલીસના પીએસઆઇ એમ.વી. રબારીની રાહબરી હેઠળ પો. હેડ. કોન્સ. પ્રતાપસિંહ ઝાલા, દિગુભા જાડેજા પુષ્પરાજસિંહ જાડેજાએ ચોરીની ઘટનામાં પરીવારની જ કોઇ વ્યક્તિ સામેલ હોવાના અનુમાન સાથે ગુપ્તરાહે તપાસ હાથ ધરતાં ફ્રાન્સીસભાઇની પુત્રી રીયાંશી તેના પ્રેમી પાર્થ ભટ્ટ સાથે લીવઇન રીલેશનશીપમાં રહેતી હોવાની માહિતી મળતા પાર્થ ભટ્ટની તપાસ કરતા પાર્થ તેના યુનિવર્સિટી રોડ પર આવેલા સરીતા વિહાર સોસાયટીના મકાનેથી જયુપીટર મોટર સાયકલ લઇ બહાર નિકળી રહ્યો હોય પોલીસે તેને અટકાવી પુછપરછ કરતા પોપટ બની ગયેલા પાર્થ ફરીયાદીની દિકરી રીયાંશીની સાથે મળી ડુપ્પીકેટ ચાવી બનાવી ચોરી કર્યાની કબુલાત આપતા પોલીસે તેના મોટર સાઇકલની ડેકીમાં રાખેલા સોનાનાં બિસ્કીટ તથા રોકડ કબ્જે કરી બન્નેની ધરપકડ કરી હતી.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ફાન્સીસભાઇની પુત્રી રીયાંશી અને તેના પ્રેમી પાર્યને જોબ પ્લેસમેન્ટ માટેની એજન્સી ખોલી ધંધો શરૂ કરવો હોય રીયાંશીએ પોતાના ઘરની ઓરીજનલ ચાવી પાર્થને આપી ડુપ્લીકેટ ચાવી બનાવડાવી. ફ્રાન્સીસભાઇ પરીવાર સહિત દિલ્હી ગયા ત્યારે પાછળથી બંધ મકાનને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો.
ચોરીના ભેદભરમને ભેદી સગીપુત્રી અને તેના પ્રેમીને ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડવા ડીસીબી પાીઆઇ ગઢવી, પ્ર.નગર પોલીસ મથકનાં પીએસઆઇ ચાવડા, પી.એસ.આઇ. રબારી, પી.એસ.આઇ. પટેલ, પો. હેડ કોન્સ પ્રતાપસિંહ ઝાલા, દિગુભા જાડેજા, એભલભાઇ બરારીયા, પુષ્પરાજસિંહ જાડેજા, સોકતભાઇ ખોરમ તથા મહિલા પો. કોન્સ ભૂમીકાબેન ઠાકરે કુનેહભરી કામગીરી બજાવી હતી.