રાજય સરકારે પ૧ એકર જમીન જીટીયુને ફાળવવા લીધો નિર્ણય
રાજય સરકારે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી (જીટીયુ) ને તેના કેમ્પસ માટે ૫૧ એકર જમીન ફાળવવાનો નિર્ણય લીધો છે. જેનાથી હવે જીટીયુને ખરેખર યુનિવર્સીટીનો દરજજો મળશે અગાઉ કેમ્પસ માટે પુરતી જમીન ન હોવાના કારણે જીટીયુ હજુ સુધી યુજીસી અને એઆઇસીટીઇ સંલગ્ન નહોતી.
સરકારે ૫૧ એકર જમની ફાળવવાનો નિર્ણય લેતા જીટીયુ હવે યુજીસી અને એઆઇસીટીઇમાં એફીલીએશન માટે અરજી કરી શકશે. જીટીયુએ કેમ્પસ માટે વિશ્ર્વકર્મા એન્જીનીયરીંગ કોલેજ ખાતે ૧૨૦ એકર જમીન માંગી હતી. અલબત સરકારે ૫૧ એકર જમીન ફાળવવાનો જ નિર્ણય લીધો હતો.
સુત્રોના જણાવ્યા અનુસાર જમીન ફાળવણીની પ્રક્રિયા શરુ થવાની સાથે જ યુજીસી અને એઆઇસીટીઇ સમક્ષ જીટીયુ એફીલીએશન અરજી કરી શકશે