ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ નિહાળી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાજીએ ભારતની એકતા અખંડિતતાનો વિશ્વને સાક્ષાત્કાર કરાવીને આવનારી પેઢીઓ સુધી એક ભારત-શ્રેષ્ઠ ભારતનો ભાવ પ્રેરિત કરતા વિશ્વના સૌથી ઊંચા સ્ટેચ્યૂ ઓફ યુનિટી સરદાર સાહેબની વિરાટત્તમ પ્રતિમાની નિરીક્ષણ મુલાકાત કેવડીયા પહોંચીને કરી હતી.
વિજયભાઇ રૂપાણીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી સાથે વેલી ઓફ ફલાવર્સ, ટેન્ટ સિટી, સરદાર સાહેબના જીવન કવનના પ્રદર્શન, વોલ ઓફ યુનિટી સહિતના સમગ્ર પરિસરની મુલાકાતમાં સો રહીને વિસ્તૃત વિવરણ આપ્યું હતું.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ સરદાર સાહેબને ભાવાંજલિ આપતાં કહ્યું કે, દેશની એકતા અખંડિતતાના આ શિલ્પીની વિરાટત્તમ પ્રતિમા રાષ્ટ્રની વૈશ્વિક ઓળખ બની છે.સરદાર સાહેબની કલ્પાનાને સરદાર સરોવર બંધના નિર્માણ સો સાકાર કરીને વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીએ ગુજરાતના કિસાનોને સિંચાઇની સુવિધા આપીને, ગુજરાતને સમૃદ્વિ તરફ લઇ જવા વિકાસના ઘ્વાદર ખોલી આપ્યાક છે. એવી આ ભુમિના સડનિક આદિવાસીઓ માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટીને વર્લ્ડ કલાસ ટૂરિઝમ સેન્ટર તરીકે વિકસાવીને ટૂરીસ્ટ ગાઇડ તરીકે રોજગાર અવસર પૂરા પાડયા છે તે માટે અભિનંદન પાઠવ્યા હતા.આ અવસરે નર્મદા નિગમના સીએમડી એસ.એસ.રાઠોર, નિગમના સંયુકત વહીવટી સંચાલક સંદીપકુમાર, જિલ્લા કલેકટર આર.એસ.નિનામા, જિલ્લા વિકાસ અધિકારી ડો.જીમ્સી વિલિયમ્સ, નાયબ વન સંરક્ષક ડો.કે.શશીકુમાર અને પ્રતિક પંડયા, નિગમના ચીફ એન્જિનિયર પી.સી.વ્યાસ સહિત અધિકારીઓ જોડાયા હતા.