નર્મદાના જિલ્લાના કેવડિયા ખાતે આવેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને દુનિયાની આઠમી અજાયબી જાહેર કરાઈ છે. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશને તેને આઠમી અજાયબી જાહેર કરી છે. વિદેશ પ્રધાન એસ જયશંકરે ટ્વિટ કરીને માહિતી આપી હતી.

8 શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ પૈકીનું એક બનતા સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી ટુરિઝમને ફાયદો થશે. શાંઘાઈ કોઓપરેશન સભ્ય દેશમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો પ્રચાર કરશે. ભારતમાં આગ્રાના તાજ મહેલ બાદ નર્મદાનું સ્ટેચ્યૂ ઓફ યુનિટી દુનિયાની 8 અજાયબીમાં સમાવિષ્ઠ છે.

વિદેશમંત્રી એસ જયશંકરે ટ્વિટમાં લખ્યું છે કે, મહાસચિવ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઝેશન વાલ્દિમીર નોરોવે આપણા સહયોગમાં પ્રગતિની સમીક્ષા કરી. કારણ કે, ભારત SCOના પ્રમુખોની આગામી બેઠકોની અધ્યક્ષતાની તૈયારી કરી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.