નવી નીતિ અને કડક કાયદો બનાવવા વડાપ્રધાન મોદીને પત્ર લખતા ગાયત્રીબા વાઘેલા
સૌરાષ્ટ્ર-કચ્છના દરિયા કાંઠેથી છેલ્લા પાંચ વર્ષમાં આશરે 35000 હજાર કરોડની કિંમતનું ડ્રગ્સ પકડાયુ છે. ડ્રગ્સ માફીયા માટે સ્વર્ગ સમાન ગુજરાતનાં દરિયા કિનારા માટે કડક પોલીસી ઘડવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસનાપ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ પત્ર લખી રજૂઆત કરી છે.
મુંદ્રા પોર્ટ પર ટેલ્કમ પાઉડરની આડમાં નશીલા કારોબારના રેકેટનો ડી.આર.આઈ.એ પર્દાફાશ કરી 21 હજારની કિંમતનો 3 હજાર કિલો હેરોઈનનો જથ્થો ઝહપાયાની શાહી સુકાય નથી ત્યારે દેવભૂમિ દ્વારકા પોલીસ આરાધના ધામ પાસેથી 310 કરોડની કિમંતનું 60 કિલો ડ્રગ્સ ઝડપાયું છે.
સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયાકાંઠે પાંચ વર્ષમાં 35000 કરોડનો નશીલા પદાર્થનો જથ્થો પકડી પાડયું છે.
ગુજરતાનાં 1600 કિલો મીટરના દરિયાકાંઠા ઉપર 42 બંદરોમાંથી 17 નોન મેઝટ પોર્ટ છે. આવા બંદરો ઉપર અરેબીયન ક્ધટ્રીમાંથી બીજા કોઈ સામાન સાથે હેરોઈન કે અન્ય ડ્રગ્સ ઉતારાય છે. ડ્રગ્સ માફીયા માટે અહીનો દરિયાકાંઠો દાણચોરો માટે સ્વર્ગ સમાન હોવાથી દેશનું ભાવી યુવાધન બરબાદીના પંથે જઈ રહ્યું છે. તો આઅંગે પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ વડાપ્રધાન મોદીને પત્ર લખી નવી નીતિ અને કડક કાયદો બનાવવાની માંગ કરતી લેખીત રજૂઆત કરી છે.