ઘરથી માંડીને ઈન્ટીરીયર સજાવટ સુધીની પ્રોડક્ટ્સ એક જ સ્થળેથી મેળવવાની તક
ગુજરાતના સૌથી મોટા પ્રોપર્ટી એક્સપોનો દબદબાભેર પ્રારંભ થઇ ચુક્યો છે. કોરોનાકાળ બાદ લોકોની જરૂરિયાત બદલાતા રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં જબરજસ્ત તેજી આવી છે. ત્યારે રાજકોટમાં બે વર્ષ બાદ પ્રથમવાર ગુજરાતના સૌથી મોટા પ્રોપર્ટી શોનો દબદબાભેર પ્રારંભ થયો છે. આ પ્રોપર્ટી શોમાં 150 થી વધુ બિલ્ડીંગ પ્રોજેકટ રજૂ કરવામાં આવ્યા છે. ઉપરાંત ઈન્ટીરીયર પ્રોડકટના 170 થી વધુ આકર્ષક સ્ટોલ છે. તેમાં દેશ-વિદેશની બ્રાંડો સામેલ છે. ઘરથી માંડીને ઈન્ટીરીયર સજાવટ એક જ સ્થળેથી થાય તેવી તકનું નિર્માણ કરવામાં આવ્યું છે.
એકસ્પોમાં 314 જેટલાં વિશાળ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. ઉપરાંત કોન્ફરન્સ-સેમીનાર પણ યોજાનાર છે. 50 જેટલા બીલ્ડરોનાં 150 થી વધુ પ્રોજેકટોનું ડીસ્પ્લે રાખવામાં આવ્યુ છે. જયારે ઈન્ટીરીયર ડીઝાઈનીંગના વધુ સ્ટોલ છે. ડીઝાઈનર ડોમમાં પ્રોપર્ટી ઝોન, રીક્રીએશન ડોમ ઉભા કરવામાં આવ્યા છે.
ઘરનું ઘર લેવા માંગતા લોકોને ઘરની સાથોસાથ ઈન્ટીરીયર પસંદગીની પણ એક જ સ્થળેથી તક મળે તે માટે રાજકોટ બિલ્ડર્સ એસો તથા ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડીયન ઈન્ટીરીયર ડીઝાઈનર્સ દ્વારા સંયુકત રીતે આ પ્રોપર્ટી એકસ્પો એન્ડ શો કેશનું આયોજન કરવામાં આવ્યું છે.છેલ્લા વર્ષોનાં કોરોનાકાળ પછીનુ રાજકોટનું આ સૌથી મોટુ આયોજન છે.
રેસકોર્ષ મેદાનમાં 50,000 મીટરની વિશાળ જગ્યામાં યોજાનાર આ પ્રોપર્ટી શો સમગ્ર ગુજરાતનો સૌથી મોટો છે. રાજયમાં કયારેય આટલા મોટાપાયે પ્રોપર્ટી શો યોજાયો નથી. છ વિશાળ જર્મન ડોમમાં બીલ્ડરો તથા ઈન્ટીરીયર ડીઝાઈનીંગના વિશાળ સ્ટોલ રાખવામાં આવ્યા છે.અદાણી, લોધા જેવી ટોચની રીયલ એસ્ટેટ કંપનીઓ પણ સામેલ છે.ઉપરાંત ઈન્ટીરીયર ડીઝાઈનની આંતર રાષ્ટ્રીય કંપનીઓ પણ જોવાઈ છે.
રાજકોટ સમગ્ર સૌરાષ્ટ્રનું પાટનગર છે અને અન્ય જીલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો રાજકોટમાં કાયમી વસવાટ માટે આવતા હોય છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લોકો પ્રોપર્ટી એકસ્પોમાં સામેલ થવાનું સ્પષ્ટ છે.આયોજકોનાં અંદાજ પ્રમાણે છ દિવસ દરમ્યાન સાડા ત્રણ લાખથી વધુ લોકો આવે તેવી શકયતા છે.
લોકોને એન્જિનિયર વિનિયરમાં વિશાળ રેન્જ પૂરી પાડશે અભય વિનિયર: ચંદુભાઈ લીંબાણી
પ્રોપર્ટી એક્સપો એન્ડ શોકેસના એક્ઝિબ્યુટર ચંદુભાઈ લીંબાણીએ જણાવ્યું કે રંગીલા રાજકોટની જનતાને વિનિયરમાં વિવિધ વેરિયેશન પૂરું પાડવામાં આવશે જેમાં અભય વિનિયર દ્વારા લોકોને એન્જિનિયર વિનિયરમાં વિશાળ રેન્જ પૂરી પાડવામાં આવશે. ફોરમાઈકાસના ઈમ્પોર્ટેડ લેમીનેટ લોન્ચ કર્યા છે.નેચરલ રેગ્યુલર પીસીસ ઇનોવેટિવ ડિસ્પ્લે કરવામાં આવી છે.નેચરલમાં ઓપન ગ્રીન વિનિયર તથા મેટાલિક વિનિયરને લોકોનો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. અભય વિનિયરમાં લોકોને પ્રોડક્ટની નોલેજ સાથે પ્રોડક્ટની ડેપ વિશે માહિતગાર કરવામાં આવશે ગ્રાહકોની રિક્વાયરમેન્ટ મુજબ જ ફિલ્ફુલ કરવામાં આવશે.
સામાન્ય વર્ગને પરવડે તેવા ભાવમાં ‘ઘરનું ઘર’ આપશે સમન્વય ગ્રૂપ
સમન્વય હાઇટ્સ નામે એફોર્ડેબલ હાઉસીંગનો પ્રોજેકટ ચલાવી રહેલા સમન્વય ગ્રુપના બિલ્ડર કિશોરભાઈ હાપલીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ અમે સામાન્ય વર્ગને પરવડે તેવા ભાવમાં એફોર્ડેબલ હાઉસિંગના પ્રોજેકટ સાથે એક્સપોમાં આવ્યા છીએ. હાલ મધ્યમ વર્ગના નાણાંના અભાવે પોતાનું ઘરનું ઘર લઈ શકતું નથી ત્યારે અમે સામાન્ય વર્ગને ધ્યાને રાખીને જ ખૂબ જ સસ્તા ભાવે 1 બીએચકે અને 2 બીએચકે ફ્લેટ આપી રહ્યા છીએ. જેમાં સામાન્ય વર્ગની જરૂરિયાત અનુસાર તમામ એમેનિટીઝ પણ મળી રહેશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, હાલ અમે ’ક્વિક બિલ્ડ કોન’ નામની એપ્લિકેશન લોન્ચ કરી છે જેમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રને લગતી તમામ માહિતી તેમાં મળી રહેશે. મિલકત સંબંધી તમામ માહિતી તેમાં ઉપલબ્ધ હશે. મિલકત લેવી હોય કે વેચવી હોય તો ગ્રાહકનો સીધો સંપર્ક થઈ શકશે. ઉપરાંત બિલ્ડીંગ મટીરીયલ, સર્વિસ બિઝનેશ, જોબ વેકેન્સી, ક્ધસ્ટ્રક્શન કોસ્ટ, રિયલ એસ્ટેટ ક્ષેત્રના તમામ સમાચાર, ઈએમઆઈ કેલ્ક્યુલેટર સહિતની માહિતી મળી રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે રિયલ એસ્ટેટ ગાઈડ નામની બુક લોન્ચ કરી છે જેમાં પણ રિયલ એસ્ટેટ ક્ષેત્રને આવરી લેતી તમામ માહિતી આ બુકમાં આપવામાં આવી છે.
રિવરફ્રન્ટ ખાતે ડબલ હાઈટ શોરૂમ આપવા સુખસાગર ગ્રૂપ સજ્જ !!
સુખસાગર ગ્રુપના હિરેનભાઈ હાપલીયાએ જણાવ્યું હતું કે, અમે રેસિડેન્સીયલ અને કોમર્શિયલ બંને પ્રકારના પ્રોજેકટ સાથે સંકળાયેલા છીએ. હાલ જુના રાજકોટમાં અમે ઝવેરી બજાર નામનો પ્રોજેકટ લઈને આવ્યા છીએ. તેમણે જણાવ્યું હતું કે, જુના રાજકોટમાંમાં તો ખરું જ પરંતુ રિવરફ્રન્ટ પાસેનો અમારો આ પ્રોજેકટ છે જેમાં ખરીદદારોને બેસ્ટ શો રૂમ અને ઓફીસ મળનારી છે. તેમણે કહ્યું હતું કે, અમે આ પ્રોજેકટમાં ખરીદદારોને ડબલ હાઈટ શો રૂમ આપી રહ્યા છીએ. જે તદ્દન નવો ક્ધસેપ્ટ છે.
ખરીદદાર નીચે શો રૂમ અને ઉપરના માળે વર્કશોપ બનાવી શકે તે પ્રકારના શોરૂમ અમે આપવા જઈ રહ્યા છીએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રોજેકટ સોની બજારની પાસે છે. તેમણે કહ્યું હતું કે, રિવરફ્રન્ટ અને સોની બજારમાં ચાલતા ભાવની સરખામણીમાં અમારા ભાવ ખૂબ જ વ્યાજબી છે. સોની બજારની ટ્રાફિક સમસ્યાને ટાંકીને કહ્યું હતું કે, આ પ્રોજેકટ રિવરફ્રન્ટમાં આવતો પ્રોજેકટ છે જેમાં 50 હજાર સ્કવેર ફૂટનું વિશાળ પાર્કિંગ આપવામાં આવ્યું છે જેથી ટ્રાફિક સમસ્યા સર્જાશે નહીં.
રાજકોટને અત્યાધુનિક કોમર્શિયલ પ્રોજેકટની ભેટ આપવા જઈ રહ્યું છે ધર્મિત ડેવલોપર્સ: જીગ્નેશ દેસાઈ
ધર્મીત ડેવલોપર્સ મવડી કે જ્યાં હાલ ખૂબ જ ઝડપે ઈન્ફ્રાસ્ટ્રક્ચર આજ રહ્યા છે. ત્યાં મારવેલ કોમર્શિયલ પ્રોજેકટ આકાર પામી રહ્યો છે. આ પ્રોજેકટના નિર્માતા ગ્રૂપ ધર્મીત ડેવલોપર્સના સેલ્સ એક્ઝિક્યુટિવ જીગ્નેશ દેસાઈએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ અમે મારવેલ કોમર્શિયલ પ્રોજેકટ લઈને આવ્યા છીએ. જેમાં અનેક મલ્ટીનેશનલ કંપનીના આઉટલેટ્સ શરૂ થવા જઈ રહ્યા છે.
ઉપરાંત એનવાય સિનેમા પણ અમારા પ્રોજેકટમાં આવી રહ્યું છે તેમજ રાજકોટમાં પ્રથમવાર રુફટોપ રેસ્ટોરન્ટ શરૂ કરવા જઈ રહ્યા છીએ જે અમદાવાદ સહિતના શહેરોમાં ખૂબ જ ચાલતો ક્ધસેપ્ટ છે. અહીં ફૂડ સ્ટ્રીટ પણ ડેવલોપ થવા જઈ રહ્યો છે. તેમણે ધર્મીત ડેવલોપર્સના રેસિડેન્સીયલ પ્રોજેકટ અંગે માહિતી આપતા કહ્યું હતું કે, અમે 2 અને 3 બીએચકે ફ્લેટનું નિર્માણ કર્યું છે જે લોકોના બજેટમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે અને તેના કારણે મોટાભાગનું વેચાણ પણ થઈ ગયું છે.
પ્લોટના ભાવમાં ફ્લેટ આપશે વૈદ્ય બિલ્ડર ગ્રૂપ: શિરીશભાઈ વૈદ્ય
મેગાસીટી તરફ આગળ વધી રહેલા રાજકોટમાં તદ્દન વ્યાજબી ભાવે સામાન્ય વર્ગને પોષાય તેવા ભાવમાં 1 બીએચકે અને 2 બીએચકે ફ્લેટ વૈદ્ય બિલ્ડર એલએલપી દ્વારા આપવામાં આવી રહ્યા છે. જે અંગે શિરીશભાઈ વૈદ્યએ જણાવ્યું હતું કે, અમે કુલ નવીન ટાવર્સ નામથી 3 ટાવરનું નિર્માણ કરી રહ્યા છીએ. 3 ટાવર પૈકી 2 ટાવર 2 બીએચકે અને 1 ટાવર 1 બીએચકે છે. 1 બીએચકે ટાવરમાં 275 સ્કવેર ફુટનો કાર્પેટ એરિયા છે જ્યારે 2 બીએચકે ફ્લેટમાં 450 સ્કવેર ફૂટનો કાર્પેટ એરિયા છે.
અમારા પરિવારમાં જ આર્કિટેક્ટ હોવાને લીધે અમે એકદમ સસ્તા ફ્લેટ આપી શકવા સક્ષમ છીએ. તેમણે કહ્યું હતું કે, 1 બીએચકે ફ્લેટની કિંમત ફક્ત 8.99 લાખ રૂપિયા છે જ્યારે 2 બીએચકે ફ્લેટની કિંમત 12.99 લાખ રૂપિયા છે. આજથી જે ત્રીજો ટાવર અમે લોન્ચ કરી રહ્યા છીએ તેની કિંમત 13.99 લાખ રૂપિયા રાખવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, અમારો પ્રોજેકટ ખરા અર્થમાં ઍફોર્ડેબલ હાઉસિંગનો પ્રોજેકટ છે કેમકે, અમે જે કિંમત રાખી છે એટલા ભાવમાં આજે રાજકોમાં પ્લોટ પણ મળતો નથી. જેના લીધે નાનામાં નાનો માણસ પોતાનું ઘર લઈ શકે છે.
શોરૂમ અને પ્રોફેશનલ્સ માટે સર્વશ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપશે ઉત્સવ કોર્પોરેટ પાર્ક : જીતેશભાઈ પારેખ
રાજકોટ શહેરના હાર્દ સમાન વિસ્તાર કાલાવડ રોડ પર કોર્પોરેટ પાર્કનું નિર્માણ ઉત્સવ ગ્રૂપ દ્વારા કરાઈ રહ્યું છે. જે વિશે ઉત્સવ ગ્રુપના જીતેશભાઈ પારેખે જણાવ્યું હતું કે, કાલાવડ રોડ પર કોમર્શિયલ કોમ્પ્લેક્ષનું અમે નિર્માણ કરી રહ્યા છીએ. શહેરની વચ્ચોવચ આવેલો અમારો પ્રોજેકટ છે. અમારો પ્રોજેકટ શોરૂમથી માંડીને કોર્પોરેટ ઓફીસ માટે એકદમ શ્રેષ્ઠ લોકેશન બની જશે. તેમણે કહ્યું હતું કે, અમે બે સેલર પાર્કિંગ, ગ્રાઉન્ડ ફ્લોર પાર્કિંગની સવલત આપી રહ્યા છીએ. ઉપરાંત 5 લિફ્ટ આપવાના છીએ. ખરીદદારને એકદમ આરામદાયક અને એમિનિટીઝયુક્ત કોમ્પ્લેક્ષ આપવા તરફ આગળ વધી રહ્યા છીએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દરેક ઓફિસને બહારનું વેન્ટીલેશન મળશે, બધી ઓફિસને રોડસાઈડ બારીઓ મળશે, એટેચ ટોયલેટ – બાથરૂમ, એસીના કનેક્શન સહિતની તમામ એમેનિટીઝ આપવામાં આવી છે.
4 બીએચકે પ્રોજેકટ જેવું લકઝરીયસ લિવિંગ 2 ને 3 બીએચકે પ્રોજેકટમાં આપશે શરણમ ગ્રૂપ: કેવલ મોરીધ્રા
શરણમ ગ્રૂપના કેવલ મોરીધ્રાએ જણાવ્યું હતું કે, અમે બાંધકામ ક્ષેત્રે 11 વર્ષથી કાર્યરત છીએ. હાલ અમે 2 રેસિડેન્સીયલ પ્રોજેકટ લઈને આવ્યા છીએ. પ્રથમ પ્રોજેકટ મોરબી રોડ પર અતિથિ દેવો ભવ રેસ્ટોરન્ટની સામે શરણમ હાઇટ્સના નામે 2 અને 3 બીએચકેના 322 ફ્લેટસ છે. બીજો પ્રોજેકટ શરણમ સેફરોન નામનો પ્રોજેકટ મવડી વિસ્તારમાં અંબિકા ટાઉનશીપ ખાતે 11 હજાર વારની વિશાળ જગ્યામાં 2 અને 3 બીએચકે ફ્લેટસનું નિર્માણ કરાઈ રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, જે એમેનિટીઝ 4 બીએચકે ફ્લેટમાં આપવામાં આવે છે તર જ એમેનિટીઝ 2 અને 3 બીએચકે પ્રોજેકટમાં આપવાનો અમારો ઉદ્દેશ્ય છે. અમે અમારા પ્રોજેકટમાં ઇન્ડોર ગેમ્સ, જિમનેશિયમ, બેંકવેટ હોલ, થિયેટર, સ્વિમિંગ પુલ, ગઝેબો, મંદિર, પાર્ટી લોન, લેન્ડસ્કેપ ગાર્ડન, જોગિંગ એરિયા, બેડમિન્ટન કોટ સહિતની તમામ એમેનિટીઝ આપી રહ્યા છીએ.
ફ્લેટ નહીં પરિવાર વધારવાના વિચાર સાથે લકઝરીયસ ફ્લેટનું નિર્માણ જ સુંદરમ ગૃ્રપનો ઉદ્દેશ્ય: અશોકભાઈ લશ્કરી
રાજકોટ શહેરની હદમાં 800 જેટલા ફ્લેટસનું નિર્માણ કરનારા સુંદરમ ગ્રુપના અશોકભાઈ લશ્કરીએ જણાવ્યું હતું કે, માધાપર ચોકની આસપાસના વિસ્તારનો વિકાસ ખૂબ ઝડપે થઈ રહ્યો છે ત્યારે આ વિસ્તારમાં અમે 3 ટાઉનશિપ ઉભી કરી રહ્યા છીએ. જેમાં સુંદરમ સીટી, સુંદરમ ગોલ્ડ અને સુંદરમ શિલ્પનો સમાવેશ થાય છે. સુંદરમ સીટી પ્રોજેકટ તાજેતરમાં જ અમે પૂર્ણ કર્યો છે. આ પ્રોજેકટમાં કુલ 380 ફ્લેટ છે જે પૈકી 370 ફ્લેટમાં હાલ પરિવારોનો વસવાટ થઈ ચૂક્યો છે. બે માસ બાદ અમે સુંદરમ ગોલ્ડનું પઝેશન આપવા જઈ રહ્યા છીએ જેમાં 3 બીએચકે અને 4 બીએચકે ફ્લેટ છે. ત્રીજો પ્રોજેકટ અમારો સુંદરમ શિલ્પના નામે સીનર્જી હોસ્પિટલની પાછળ આવેલો છે. જેમાં 1120 કાર્પેટના 224 ફ્લેટ આવેલા છે. તમામ વર્ગને અનુકૂળ આવે તે રીતે અમે પ્રોજેકટ ડિઝાઈન કરીએ છીએ. ફ્લેટ નહીં પણ પરિવાર વધારવાના સૂત્ર સાથે અમારો જ પરિવાર આ ફ્લેટમાં રહેશે તેવા વિચાર સાથે અમે પ્રોજેકટ બનાવીએ છીએ. અમે આધુનિક સાધનો તેમજ ગુણવત્તાયુક્ત મટીરીયલ સાથે પ્રોજેકટનું નિર્માણ કરવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે, દરરોજ એક ફ્લેટનું વેચાણ કરવાનો અમારો સરેરાશ છે.