રાજકોટનાં બી.એલ.ચૌહાણની જુનાગઢ, એલ.આર.શેઠની ગોંડલ અને આર.વી.કોરડીયાની ભાવનગર ખાતે બદલી
ભાવનગરનાં પી.એમ.ચૌહાણ તેમજ ડી.કે.ભુવા, ખંભાળિયાના એન.એન.વાસાણી અને હિંમતનગરનાં બી.બી.જોષીને રાજકોટ મુકાયા
રાજયમાં નગર આયોજન અને મુલ્યાંકન ખાતામાં જુનિયર નગર નિયોજક વર્ગ-૨ તરીકે ફરજ બજાવતા ૨૪ અધિકારીઓનો શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સચિવાલય તરફથી બદલીનો ઘાણવો ઉતારવામાં આવ્યો છે. જેમાં રાજકોટના ૩ અધિકારીઓની બદલી થઈ છે સામે ૪ અધિકારીઓની નિમણુક કરવામાં આવી છે.
ગુજરાત સરકાર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સચિવાલય દ્વારા રાજયના ૨૪ જુનિયર નગર નિયોજકની બદલી કરવામાં આવી છે. જેમાં અલંગ વિસ્તાર વિકાસ મંડળના કે.જે.સિંધીની નગર રચના યોજના એકમ-૧૦ સુરત, શામળાજી વિસ્તાર સતા મંડળ મોડાસાના એસ.આર.પટેલની વડોદરા શહેરી વિકાસ સતા મંડળ, અંબાજી વિસ્તાર વિકાસ સતા મંડળના એમ.એચ.યાજ્ઞિકની ભાવનગર શહેરી વિકાસ સતામંડળ, સુરેન્દ્રનગર-વઢવાણ-દુધરેજ શહેરી વિકાસ સતામંડળના વી.ડી.મકવાણાની મુખ્ય નગર નિયોજક ગાંધીનગર, રાજકોટ શાખા કચેરીના બી.એલ.ચૌહાણની જુનાગઢ શાખા કચેરી, ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સતા મંડળના પી.કે.શાહની નગર રચના યોજના અમદાવાદ, સુરત શાખા કચેરીના એસ.જે.પટેલની નગર રચના યોજના અમદાવાદ, આણંદ-વલ્લભ વિદ્યાનગર-કરમસદ શહેરી વિકાસ સતામંડળના જી.એમ.પટેલની નગર રચના યોજના એકમ-૨ વડોદરા, નગર રચના અધિકારી એકમ-૩ રાજકોટના એલ.આર.શેઠની ગોંડલ, નગર રચના અધિકારી એકમ-૧ ભાવનગરના પી.એમ.ચૌહાણની રાજકોટ શહેરી વિકાસ સતામંડળ, ખંભાળિયા વિસ્તાર વિકાસ સતામંડળના એન.એન. વાસાણીની નગર રચના યોજના એકમ-૧ રાજકોટ, હિંમતનગર શહેરી વિકાસ સતામંડળના બી.બી.જોષીની રાજકોટ શાખા કચેરી, ભાવનગર શાખા કચેરીના ડી.કે.ભુવાની નગર રચના યોજના એકમ-૩ રાજકોટ, રાજકોટ શહેરી વિકાસ સતા મંડળના આર.વી.કોરડીયાની નગર રચના યોજના એકમ-૧ ભાવનગર ખાતે બદલી કરવામાં આવી છે.
આ ઉપરાંત મહેસાણાના વી.આર.જોષીની ગાંધીનગર, વડોદરાના કે.બી.પટેલીયાની સુરત, વડોદરાના આર.ડી.પરમારની સુરત, વડોદરાના ડી.જી.રાઠોડની સુરત, વલસાડના એ.ડી.દંદવટેની ભરૂચ, વડોદરાના પી.એ.શાહની સુરત, ગાંધીનગરના આર.એચ. પ્રજાપતિની અમદાવાદ, ગાંધીનગર ના દિપ્તીબેન પરીખની મહેસાણા, અમદાવાદના પી.વી.પિતલીયાની અલંગ અને અમદાવાદના પી.એસ. ગીલેટવાલાની હિંમતનગર બદલી કરવામાં આવી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com