રાજ્યમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે તો બીજી બાજુ હવામાન વિભાગે 5 દિવસની ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.રાજ્યના 36 જળાશયોની વાત કરીએ તો તેમાં 50 ટકા સુધી પાણીની આવક થઇ છે, જ્યારે 10 જળાશયો છલકાયા છે.રાજ્યના 204 જળાશયોમાં 43.04 ટકા પાણીનો જથ્થો આવ્યો છે.

જ્યારે કચ્છના 20 જળાશયોમાં 18.54 ટકા પાણીનો જથ્થો આવ્યો છે. સૌરાષ્ટ્રના 139 જળાશયોમાં 20.34 ટકા પાણીની આવક થઇ છે.સરદાર સરોવરમાં 64662 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે.

સરદાર સરોવરમાં કુલ સંગ્રહશક્તિના 69.42 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે.જ્યારે ઉકાઈમાં 63300, દમણગંગામાં 23237 ક્યુસેક પાણીની આવક છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 16.45 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 53.56 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 53.73 ટકા, કચ્છના 20 જળાશયોમાં 18.54 ટકા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.