ગુજરાતને અર્વાચીન અને પ્રાચીન સંસ્કૃતિઓનું વિશ્ર્વમાં જોટો જડે તેમ નથી. તાજેતરમાં જ ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી. ગુજરાતમાં હજુ અનેક પ્રાચીન સ્મારકો એવા છે કે જેમાં પર્વાસનની રીતે વિકાસની વિપુલ તકો રહેલી છે. અમદાવાદ નજીકના અડાલજની વાવને ખાનગી રોકણકારો અને જનભાગીદારીથી વિકાસવવાના સરકારના પ્રયોજનની જેમ રાજ્યની તમામ પ્રાચીન ધરોહરોને જો જન ભાગીદારીથી વિકાસવવામાં આવે તો ગુજરાતની પર્વાસન ક્ષેત્ર વિકાસ પામે તેમાં બે મત નથી.
ગુજરાતની ધરોહર અને કણોકણમાં સમાયેલી દુર્લભ સંસ્કૃતિને ઉજાગર કરવાનો અવસર
અડાલજની વાવ વિરાસતની જેમ રાજ્યના 17 પ્રાચીન સ્મારકોને વૈશ્ર્વિક સ્તરના પ્રવાસન સ્થળો તરીકે વિકસાવવા લોક ભાગીદારીની વિપુલ તકો
પ્રાચીન વિરાસતની ધરોહર અડાલજની પગથિયાં વાળી વાવનું 23500 ચો.મી.નું પરિસર કે જેમાં 100 થી 300 મીટરની ત્રીજ્યામાં કોઇ ફેરફાર કર્યા વગર વિકાસાવવાની રાષ્ટ્રીય પૂરાતન ખાતાએ મંજૂરી આપી હતી. આ વાવને થીમ બેઝ વિકસાવવામાં આવશે. ટી.સી.જી.એલ.ની દેખરેખ હેઠળ પબ્લિક પાર્ટરશિપના ધોરણે વિકાસનારા આ પ્રોજેક્ટમાં રોકાણકારને 30 ટકા રોકાણ કરવાનું થશે.
દિલ્હી, મુંબઇની જેમ ગાંધીનગર ટુરિઝમ ક્ષેત્રનું વિકાસ થશે. અડાલજની આ વાવને સમગ્ર સંકુલનું વૈશ્ર્વિક સ્તરે વિકાસ કરવાના સરકારના પ્રયોજનોની જેમ રાજ્યના એવા 17થી વધુ સ્મારકોનું વિકાસ થાય તો ગુજરાતનું પર્વાસન ક્ષેત્ર દુનિયાના ટોચના સ્થળો તરીકે વિકસાવી શકાય. ગુજરાત એક એવું રાજ્ય છે કે દરેક પળ પોતાનું વાઇબ્રન્ટ હેરિટેજ આપે છે. રાજ્યના 17 સ્થળો એવા છે કે જેનો વિશ્ર્વમાં કોઇ જોટો નથી.
એમાં લક્ષ્મી વિલાસ પેલેસે વડોદરા, દ્વારકાધીશ મંદિર, કચ્છનું ધોળાવીરા, કચ્છ રાજવી પરિવારનું મહેલ, વિજય વિલાસ પેલેસ, ચાલક્ય વંશની અજાયબી, સૂર્ય મંદિર મોઢેરા, વેરાવળનું સોમનાથ મંદિર, રાણીની વાવ, નાની દમણનો કિલ્લો, અમદાવાદની સિદ્દી સૈયદની મસ્જિદ, સુરતનો જૂનો કિલ્લો, દીવનો કિલ્લો, ચાંપાનેરનો ગઢ, રાજમહેલ ભૂજ, આઇના મહેલ, ચાંપાનેરનું જૈન મંદિર, અમદાવાદનો ભદ્રકિલ્લો અને જૂનાગઢના ઉપરકોટના કિલ્લા અને આસપાસના પરિસરોને વિકસાવવામાં આવે તો ગુજરાતમાં વિશ્ર્વ કક્ષાની ટૂરિઝમ સર્કિટનું વિકાસ થાય તેમ છે.
આધુનિક યુગમાં હવે પર્વાસન ક્ષેત્ર તમામ વ્યવસાયોમાં સૌથી વધુ આર્થિક ઉર્પાજન અને વળતર આપનારો વ્યવસાય બની રહ્યો છે ત્યારે ગુજરાતની પ્રાચીન, ઐતિહાસિક અને ધાર્મિક વિરાસતો જેવી ધરોહરોનો વિકાસ અડાલજની વાવની જેમ જ થવો જોઇએ.