ગોવા અને દમણના આર્કબિશપ ફાધર ફિલિપ નેરી ફેરાઓએ ખ્રિસ્તીઓને લખેલા એક પત્રથી વિવાદ શરૂ થઈ ગયો છે. તેમાં તેમણે લખ્યું છે કે, બંધારણ જોખમમાં છે. અત્યારે ઘણાં બદા લોકો અસુરક્ષા અનુભવી રહ્યા છે. ફિલિપ નેરી ફેરાઓએ લોકોને બંધારણને જાણવા અને ધર્મનિરપેક્ષતા, બોલવાની આઝાદી અને ધર્મની આઝાદી જેવા મૂલ્યોને બચાવવાની અપીલ કરી છે. નોંધનીય છે કે, 15 દિવસ પહેલાં દિલ્હીના આર્કબિશપ અનિલ ફાઉટોએ ભારતમાં ધર્મનિરપેક્ષતાને જોખમમાં ગણાવ્યું હતું.
માનવઅધિકાર જોખમમાં, અમારી ઉપર સંસ્કૃતિ થોપવામાં આવી રહી છે
પત્રમાં આર્કબિશપે લખ્યું છે કે, ચૂંટણી નજીક આવી રહી છે આ સંજોગોમાં આપણે બંધારણને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. છેલ્લા અમુક સમયથી દેશમાં એક નવી પદ્ધતિ શરૂ થઈ છે. જેમાં આપણે શું ખાઈએ છીએ, શું પહેરીએ છીએ, કેવી રીતે રહીએ છીએ, કેવી રીતે પૂજા કરીએ છીએ, તે બધુ નક્કી કરવામાં આવે છે. તેના કારણે માનવઅધિકાર જોખમમાં છે અને લોકતંત્ર પર સંકટ વધી રહ્યું છે.