ઉત્તર ગુજરાતના આજે ભારે વરસાદ પડ્યો છે. જેને પગલે નદીઓ બે કાંઠે વહી રહી છે. રાજ્યમાં હજુ પણ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ યથાવત છે. ચોમાસાના હજુ 45 દિવસો બાકી છે. દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત તરફ સિસ્ટમ જઈ રહી છે.
શનિવારથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ,ઉત્તર ગુજરાતમાં સારા વરસાદથી ખેડૂતોને ફાયદો થયો છે. રાજ્યના તમામ વિસ્તારમાં તબક્કાવાર ખૂબ જ સારો વરસાદ થયો છે ગુજરાતમાં અત્યાર સુધીમાં સીઝનનો 87 ટકા વરસાદ નોંધાયો છે. હવે વરસાદનો વિરામ ખેડૂતો માટે વધુ લાભદાયક રહેશે.