વિદ્યાર્થીઓને એડીશનલ વોકેશનલ શિક્ષણ પધ્ધતિથી અભ્યાસ કરાવાશે અદ્યતન સાધનોથી સજ્જ મોડલ ક્લાસરૂમમાં 240 વિદ્યાર્થીઓને શિક્ષણ મળશે
છગનલાલ શામજી વિરાણી બેહરા મૂંગા શાળા-ટ્રસ્ટ રાજકોટ છેલ્લા 60 વર્ષથી બાળકોને શિક્ષણ પૂરું પાડી છે.હાલ 240 જેટલા વિદ્યાર્થીઓ આ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે. ક્ધયા છાત્રાલય તથા કુમાર છાત્રાલય બિલ્ડીંગ માં શિક્ષણ પુરૂપાડવામાં આવે છે.60 વર્ષ બાદ પૂજ્ય ધીરજ મુનિ ગુરુદેવ મ.સા આશીર્વાદથી હાલ શાળાનું નૂતનિકરણ કરવામાં આવી રહ્યું છે.જે અંતર્ગત ભૂમિ પૂજન કરી ઇટ મૂકી આજરોજ બિલ્ડીંગના નિર્માણના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે.આ પ્રસંગે છગનલાલ શામજી વિરાણી બેહરા મૂંગા શાળા-ટ્રસ્ટ રાજકોટ ટ્રસ્ટી રજનીભાઈ બાવીશી,પ્રશાંતભાઈ વોરા સહિતના તમામ ટ્રસ્ટી, શિક્ષકો,વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
11 કરોડના ખર્ચે આ અધ્યતન બિલ્ડીંગનું નવનિર્માણ કરાશે બાળકોના સર્વાંગી વિકાસ માટે નવનિર્મિત બિલ્ડિંગમાં એડિશનલ વોકેશનલ શિક્ષણ પદ્ધતિથી બાળકોને અભ્યાસ પૂરૂ પાડવામાં આવશે. ટ્રસ્ટના ઉદ્દેશ્ય માત્ર શિક્ષણ નહીં પરંતુ વિદ્યાર્થી આત્મનિર્ભર અને પોતાના પગભર બને તેવા હેતુથી આ શિક્ષણ પદ્ધતિ શરૂ કરવામાં આવી છે.ગ્રીન પ્રોજેક્ટ સાથે ગ્રીન સોલાર થકી પ્રોજેક્ટ નિર્માણધીન થશે. ભૂમિ પૂજન પ્રસંગે હાજર ટ્રસ્ટીગણ શિક્ષકો તથા વિદ્યાર્થીઓમાં હર્ષ ઉલ્લાસ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
બિલ્ડીંગનું નવિનીકરણ બાળકોના સર્વાંગી વિકાસમાં આશિર્વાદ રૂપ: પ્રશાંતભાઈ વોરા
છગનલાલ શામજી બહેરા મૂંગા શાળા-ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રશાંતભાઈ વોરાએ જણાવ્યું કે,45,000 સ્ક્ેવર ફૂટ માં સંપૂર્ણ બિલ્ડીંગ આકાર પામશે. 22000 સ્કેર ફૂટમાં વોકેશનલ સર્વિસ પૂરી પાડવામાં આવશે. બાળકોના સર્વાર્ંગી વિકાસમાં નવીનીકરણ બિલ્ડીંગ આશીર્વાદ રૂપ બનશે. નિર્માણ બાદ બિલ્ડીંગ ગુજરાતનું નંબર વન બનશે.
વોકેશનલ શિક્ષણ માટે તમામ સાધનોથી ક્લાસરૂમ સજ્જ:નરેન્દ્રભાઈ દવે
છગનલાલ શામજી બહેરા મૂંગા શાળા-ટ્રસ્ટના માંનદ મંત્રી નરેન્દ્રભાઈ દવેએ જાણવ્યું કે,લોવર કે જીથી 12 ધોરણ સુધી વિદ્યાર્થીઓને અભ્યાસ પૂરું પાડવામાં આવે છે. બાળકોને વોકેશનલ શિક્ષણ માટે તમામ સાધનોથી સજ્જ ક્લાસરૂમ મળશે.દરેક ઇન્ડસ્ટ્રીમાં અમારા વિદ્યાર્થીઓ કૌશલ્યથી કાર્ય કરી રહ્યા છે.