સૌની યોજના મારફતે આજી-૧માં ૬૦૦ એમસીએફટી પાણી ઠલવવા સરકારનો નિર્ણય
દર વર્ષે તી જળ તંગી નિવારવા કલ્પસર યોજના શ્રેષ્ઠ વિકલ્પ
રાજયમાં ભયંકર જળ કટોકટી તોળાઈ રહી છે. પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા માટે અનેક રજૂઆતો ઈ રહી છે. પાણી વિતરણનું આયોજન સરકારે ઘડી કાઢયું છે. સિંચાઈ તેમજ ઉદ્યોગોને પાણીમાં કાપ આપવા માટે સરકારની તૈયારી છે. જો કે, દર વખતે સર્જાતી મોકાણનો યોગ્ય નિકાલ કરવો જ‚રી બને છે. એકમાત્ર નર્મદાના નીર તેમજ નાના મોટા સ્ત્રોત પર નભી શકવું મુશ્કેલ છે. માટે કલ્પસર યોજનાને તાત્કાલીક સાકાર કરવી જ‚રી બની જાય છે.
હાલ પાણીની કટોકટીને પહોંચી વળવા સરકારે પ્લાનીંગ શરૂ કર્યું છે. મહાનગરોમાં પાણીની ખેંચ ન પડે તે માટે આસપાસના જળ સ્ત્રોતને સૌની યોજનાના માધ્યમી ભરવાની તૈયારીઓ ચાલી રહી છે. વિગતો મુજબ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સૌની અંતર્ગત આજી-૧માં ૬૧૦ એમસીએફટી પાણી ઠલવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જેને રૂપાણી સરકારે માન્ય રાખી છે અને આગામી તા.૧૦ માર્ચ બાદ આજી-૧માં ૬૦૦ એમસીએફટી પાણી ઠલવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિગતો અનુસાર ભાદર ડેમમાં ચોમાસા સુધી ચાલે તેટલું પર્યાપ્ત પાણી છે. જયારે અન્ય જળાશયો-ડેમોમાં પાણી ભરવા માટે અલગ અલગ સ્ત્રોતનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સરકારે નર્મદા નહેરમાંથી પાણીની ચોરી અટકાવવા માટે તખ્તો તૈયાર કર્યો છે. એસઆરપી બંદોબસ્ત પાણીની ચોરી અટકાવવા માટે ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત ઉદ્યોગોને પાણી ઓછુ આપી પીવાના પાણીની તંગી ન પડે તેવું સુનિશ્ર્ચિત સરકાર કરી રહી છે. હાલ તો દર વર્ષે સર્જાતી જળ તંગીનો એકમાત્ર ઉકેલ કલ્પસર યોજના દેખાઈ રહ્યો છે. કલ્પસર સાકાર વાી સૌરાષ્ટ્રના પ્રાણ સમો પાણી પ્રશ્ર્ન ઉકેલાઈ જશે. વગર પમ્પીંગે પાણી મળશે. આ ઉપરાંત અન્ય કોઈ રાજયને કલ્પસરમાંથી ભાગ આપવો પડશે નહીં. આમાટે જયારે જોઈએ ત્યારે પાણી મેળવી શકાશે. સરકારે આ મુદ્દે સર્વે સહિતની કામગીરીની તૈયારી કરી છે.
દ્વારકા-જૂનાગઢમાં સિંચાઇ માટે પાણી આપવાનું બંધ
જળ તંગીને ધ્યાને રાખી દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢ જિલ્લાના તંત્રએ પાણીના સનિક અનામત જથ્થામાંથી સિંચાઈ માટે પાણી ન આપવાનો નિર્ણય લીધો છે. નવા બોરવેલ ખોદવા ઉપર તેમજ પાણીના વેંચાણ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જુલાઈ ૩૧ સુધી પાણી ચાલે તે જ‚રી હોવાના કારણે આ નિર્ણય લેવાયો હોવાનું જિલ્લા કલેકટર જે.આર.ડોડીયાનું કહેવું છે. તેમણે કહ્યું છે કે, જુલાઈ ૩૧ સુધી પાણીના અનામત જથ્થાની જરૂર છે. નર્મદામાંથી કેટલું પાણી અપાશે તે ખ્યાલ નથી માટે પીવાનું પાણી મળી રહે તે સુનિશ્ર્ચિત અમે કરી રહ્યાં છીએ. માત્ર નર્મદાનું પાણી પીવા માટે પુરતુ નથી. અન્ય પણ જરૂરીયાત છે. તંત્રએ ધી ડેમ, સીહાન ડેમ, વર્તુ-૨, સાની ડેમમાંથી પાણીનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મુકી દીધો છે. આ ઉપરાંત પાઈપ લાઈથી પાણી ખેંચવું તેમજ ટેન્કરનો ઉપયોગ કરવો પણ ગેરકાનૂની ઠેરવવામાં આવ્યો છે. જૂનાગઢમાં તો ત્રણ દિવસે પાણીનો જથ્થો પુરતો મળતો નથી.