પર્યાવરણ-સ્વચ્છતા અભિયાન :સાણંદ 

સાણંદમાં પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાનનું નેતૃત્વ શ્રમદાનથી કરતા મુખ્ય મંત્રીશ્રી 

  • ૪૦૦ મોટા શહેરોમાં બહાર કચરો ફેંકવા પર દંડાત્મક કાર્યવાહી માટે સરકાર વિચારાધિન છે…
  • જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરને સ્વચ્છ રાખવા ૮ હજાર ડસ્ટ બીનનું વિતરણ…
  • સાણંદના નગરજનોને પ્રતિક રૂપે ડસ્ટબીન અને ઈકોબેગનું વિતરણ પણ કરાયું…20180606105340 4M7A1836

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન દરમ્યાન રાજ્યમાં કચરાના ઢગલાઓ દૂર કરી સ્વસ્થ-તંદુસ્ત ગુજરાતના નિર્માણની સંકલ્પબધ્ધતા વ્યકત કરી છે.

20180606104609 4M7A1742          વિશ્વ પર્યાવરણ દિવસ પાંચમી જૂનથી ૧૧ જૂથ દરમ્યાન રાજ્યમાં યોજાઇ રહેલા પર્યાવરણ સ્વચ્છતા અભિયાન તહેત મુખ્યમંત્રીશ્રીએ આજે અમદાવાદના સાણંદમાં માર્ગોની સફાઇ કરીને શ્રમદાન કર્યુ હતું.

શ્રી વિજયભાઇ રૂપાણીએ એવો પણ સંકેત આ અવસરે આપ્યો કે, રાજ્યના ૪૦૦ જેટલા મોટા શહેરો-નગરોમાં કચરો બહાર ફેંકવા સામે દંડાત્મક કાર્યવાહી કરવાની દિશામાં પણ રાજ્ય સરકાર વિચારાધિન છે.

તેમણે કહ્યું કે, કોઇ પણ વ્યકિત જાહેરમાં કચરો ન ફેંકે તે માટેની સમજણ અને જનજાગૃતિ આ અભિયાન અંતર્ગત જગાવવામાં આવશે. પ૧ હજાર જેટલી શણની થેલીઓ –જ્યુટ બેગ્સનું વિતરણ પણ આ અભિયાનના સપ્તાહ દરમ્યાન કરાશે.

20180606104559 4M7A1739

મુખ્યમંત્રીશ્રીએ સાણંદ નગરના બસમથક પાસે ડૉ. બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પૂષ્પાંજલિ અર્પણ કરીને સાણંદ નગરપાલિકાના આ સ્વછતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.

20180606104336 4M7A1714

તેમણે સ્વચ્છતાને સ્વભાવ બનાવીને અન્યોને પણ તે માટેની પ્રેરણા પૂરી પાડવાની નિતાંત આવશ્યકતા સમજાવી હતી.

મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, સાણંદ ઉદ્યોગને આધારે સમગ્ર વિશ્વમાં જાણીતું શહેર બન્યું છે ત્યારે સાણંદની સ્વચ્છતાને પણ વિદેશના લોકો આવકારે તેવું ચોખ્ખુ ચણાક બનાવવું છે. સાણંદને સ્વચ્છ રાખવા માટે ૮ હજાર ડસ્ટબિનનું પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું તેની તેમણે પ્રશંસા કરી હરી.

20180606104243 4M7A1708

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિના ઉપલક્ષ્યમાં સ્વચ્છ ભારત મિશન ઉપાડ્યું છે તેને આગળ વધારતા ભારત સુસંસ્કૃત અને સ્વચ્છ દેશ છે તેવી છબી ઉજાગર કરવામાં ગુજરાત અગ્રેસર રહેશે તેની ભૂમિકા પણ તેમણે આપી હતી.

20180606104112 4M7A1691

શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, પ્લાસ્ટિક વિકાસનું મટિરિયલ છે પરંતુ ૫૦ માઈક્રોનથી નીચેનું પ્લાસ્ટિક જળ, જમીન બગાડવા  સાથે  પર્યવરણ પણ બગાડે છે તેથી પ્લાસ્ટિકનો વિવેકપુર્ણ ઉપયોગ અનિવાર્ય છે. આજે નહી તો કાલે  આ પણ સમજવું પડશે. તો આજે જ તેની જરૂરિયાત સમજી શા માટે અમલ ન કરવો…?

20180606104450 4M7A1732

તેમણે ઉમેર્યુ કે કચરો નહી હોય તો ગંદકીથી થતા રોગ પણ અટકશે અને સ્વચ્છ-તંદુરસ્ત ભાવિ પેઢીનું નિર્માણ કરી શકાશે.

20180606104509 4M7A1735

સાણંદ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રક્ષાબેન પરમારે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું કે પર્યાવરણ જાગૃતિ કોઈ વ્યક્તિગત જવાબદારી નથી પરંતુ આપણા સૌની સામુદાયિક જવાબદારી છે.  સાણંદના નગરજનોને પ્લાસ્ટિક મૂક્ત સાણંદ બનાવવા માટે તેમણે અનુરોધ કર્યો હતો.

20180606104441 4M7A1729

આ સ્વચ્છતા અભિયાન અવસરે ધારાસભ્ય શ્રી કનુભાઈ, પૂર્વ સંસદ સભ્ય શ્રી રતિલાલ વર્મા, જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી આર સી પટેલ. પૂર્વ ધારાસભ્ય શ્રી કરમશીભાઈ, જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. વિક્રાંત પાંડે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ એમ બાબુ, વરિષ્ઠ પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.