ગુજરાત પોલીસ અકાદમી કરાઇ ખાતે દીક્ષાંત પરેડ સમારોહ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્િિતમાં સંપન્ન યો હતો. તાલીમ પામેલ પોલીસના જવાનોને સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પ્રજાના રખેવાળ તરીકે કાર્ય કરવાની આપ સૌને ઇશ્વરે તક આપી છે. પોલીસ એટલે શિસ્તની સો જુસ્સો. નિર્બળને ન્યાય અને સુરક્ષા મળે તે માટેની અપેક્ષા સમાજજીવનને હોય છે.
હમ હોંગે કામયાબ શબ્દ દ્વારા પાસીંગ આઉટ પરેડમાં ભાગ લેનાર પોલીસ કર્મીઓને મુખ્યપ્રધાને જણાવ્યુ કે, આ પાસીંગ આઉટ પરેડમાં જોમ, જુસ્સો અને ઉત્સાહ જોવા મળ્યો છે. શિક્ષા સો દીક્ષા લઈને આપણે સમાજસેવા કરીએ. વિજ્ઞાન અને જ્ઞાનનો ઉપયોગ કરીને નિપુણતા નવી રીતે પ્રસપિત કરીએ તે આજના સમયની માંગ છે. પોલીસની કઠોર કામગીરીનો ઉલ્લેખ કરતાં વધુમાં મુખ્યપ્રધાને જણાવ્યુ કે, ૪૮-૪૮ કલાકની ડ્યુટી કરતા પોલીસ જવાનો સ્ટ્રેસ અનુભવે તે સ્વાભાવિક છે. પરંતુ આ સ્ટ્રેસની સો વિનય અને વિવેક જાળવીને પ્રજાના મિત્ર તરીકે કાર્ય કરવું તે ફરજ બને છે. અસામાજિક તત્વોને સમાજમાં આગળ ન આવવા દેવા અને તે માટે જાનની આહુતિ પણ પોલીસના જવાનો આપતા હોય છે. વડીલોની દ્રષ્ટિ અને યુવાનોની શક્તિનો સમન્વય ાય ત્યારે શ્રેષ્ઠ સમાજનું નિર્માણ ાય છે. રાજ્ય સરકારની અભયમ્ અને ૩૩ ટકા મહિલા પોલીસમાં અનામતનો ઉલ્લેખ કરતાં મુખ્યપ્રધાને જણાવ્યું કે, આપણે સમાનતાના યુગમાં આગળ વધી રહ્યા છે. મહિલા પુરૂષની સમોવડી બની પોલીસ જેવા ક્ષેત્રમાં પણ આગળ વધી રહી છે. રાજ્ય સરકાર આગામી દિવસોમાં ૧૭,૦૦૦ કોન્સ્ટેબલોની ભરતી કરશે. આ દિક્ષાંત સમારોહમાં તાલીમ પામનારપોલીસના જવાનોને મુખ્યપ્રધાને અભિનંદન સો શુભકામનાઓ આપી હતી. આ પ્રસંગે ગૃહ રાજ્યપ્રધાનશ્રી પ્રદિપસિંહ જાડેજા, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, તાલીમ પામનાર પોલીસ જવાનોના પરિવારજનો ઉપસ્તિ રહ્યા હતા.