15 ઓગસ્ટની પૂર્વ સંઘ્યાએ મુખ્યમંત્રીએ ટ્વીટ કરી પોલીસ કર્મચારી માટે 550 કરોડની ફાળવણી કરી’તી જાહેરાત
ગુજરાતમાં છેલ્લા 10 મહિનાથી પોલીસ કર્મચારીઓએ ગ્રેડ પે મામલે કરેલા આંદોલનને શાંત પાડવા સરકારે કમિટીની રચના કરીને વચગાળાનુ ભથ્થુ આપવાની ભલામણ કરી હતી.15 ઓગસ્ટની ઉજવણી પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને પોલીસ કર્મચારીઓને રૂ.550 કરોડની ફાળવણી કરી હોવાની જાહેરાત કરી હતી.જે હાલ સ્થગિત હતી.પરંતુ પોલીસ બેડા માટે હાલ ખુશીના સમાચાર આવ્યા છે.જેમાં રાજ્ય સરકાર સોમવાર સુધીમાં પગાર મામલે નવો પરિપત્ર જાહેર કરવામાં આવવાનો છે.
વિગતો મુજબ 15 ઓગસ્ટની ઉજવણી પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને પોલીસ કર્મચારીઓને રૂ.550 કરોડની ફાળવણી કરી હોવાની જાહેરાત કરી હતી પરંતુ આ જાહેરાતને 11 દિવસ વિતવા છતાં પોલીસ મર્ચારીઓ માટે નાણાં વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો નથી. આ ઉપરાંત ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ સુરત ખાતેથી 14 ઓગસ્ટના રોજ રૂ.550 કરોડનું મંજૂર કરી હોવાની જાહેરાત કરતા ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવને 30 એપ્રિલ 2022ના રોજ સુપરત કરાયો હતો.
પોલીસ ર્મચારીઓને આ જાહેરાતથી રૂ.64,000થી 96,000 હજાર સુધીનો પગાર વધારો મળશે. આટલા દિવસ વીતી ગયા હોવા છતાં પરિપત્ર નહીં થતાં પોલીસ કર્મચારીઓમાં નિરાશા ફેલાઈ છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા સોમવાર સુધીમાં પગાર મામલે નવો પરિપત્ર જાહેર કરવામાં આવવાનો છે.તેવું જાણવા મળ્યું છે.