જામનગરમાં ઓગષ્ટ માસના અંતિમ સપ્તાહમાં ભારે વરસાદ થયો હતો. ત્યારે તેના કરને શહેરમાં પુરની સ્થિત સર્જાયી હતી. તેમજ પુરના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં નુકશાન થયુ હતુ. ત્યારે શહેરના પુરગ્રસ્ત વિસ્તારોમાં રાજય સરકાર દ્રારા સહાય ચુકવામાં આવી હતી. આ સાથે મુખ્યમંત્રીની સુચનાથી રાહત કેશડોલ, ધરવખરીની સહાય આપવામાં આવી હતી. તેમજ લાભાર્થીના બેન્ક ખાતામાં રકમ જમા કરવામાં આવી હતી. જેમાં આશરે 60 હજારથી વધુ  લોકોને કેશડોલ ચુકવવામાં આવ્યા હતા. તથા 32 હજારથી વધુ પરીવારને ધરવખરી સહાય ચુકવવામાં આવી હતી. આ સાથે જિલ્લામાં 20 કરોડથી વધુની સહાય રાજય સરકાર દ્રારા ચુકવવામાં આવી છે.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.