શહેના બે વોર્ડમાં ૭૩.૧૬ લાખના કામોના ખાતમુહૂર્તછેવાડાના માનવીના વિકાસ માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ: જાડેજા
છેવાડાના માનવીના વિકાસ માટે રાજય સરકાર સખત કર્યારત છે તેમ રાજયમંત્રી ધમેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતુ.શહેરના વોર્ડ નં.૧૧મા મહાપ્રભુજીની બેઠક પાસે વેલજીભાઇના ઘર પાસે અંદાજિત રૂપિયા ૯.૩૫ લાખના ખર્ચે સી.સી.રોડનું કામ, શેરી નં.૧, વિશાલ વિહારની બજુમાં અંદાજિત રૂ.૭.૯૪ લાખના ખર્ચે સી.સી. રોડનું કામ, વ્રજવલ્લભ સોસાયટીમાં અંદાજિત રૂપિયા ૧૫.૮૭ લાખના ખર્ચે સી.સી. રોડનું કામ તથા વોર્ડ નં.૧૨મા કાલાવડ નાકા બહાર નેશનલ સોસાયટીની આંતરિક ગલીઓમાં અંદાજીત રૂપિયા ૪૦ લાખના ખર્ચે સી.સી. રોડનું કામ તેમ કુલ અંદાજીત ૭૩.૧૬ લાખના ખાતમુહૂર્ત અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની સુરક્ષા કુટિર ઉદ્યોગ રાજયમંત્રી ધેર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે સંપન્ન કરવામાં આવેલ છે.આ તકે રાજયમંત્રીએ કહ્યું હતું કે, છેવાડાના માનવીનો પણ વિકાસ થાય તે માટે રાજય સરકાર સતત કાર્યરત છે.
દરેકને પૂરતી આંતરમાળખાકીય સુવિધા મળી રહે તે વોર્ડ નં.૧૧ અને ૧૨ મા આ વિકાસકાર્યોના ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું હતું.આ તકે તેમની સાથે મેયર હસમુખભાઇ જેઠવા, શાસક પક્ષના નેતા દિવ્યશેભાઇ અકબરી, વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફી, મહામંત્રી વિમલભાઇ કગથરા અને પ્રકાશભાઇ બાંભણિયા, વોર્ડ નં.૧૧ના પ્રમુખ વેલજીભાઇ નકુમ, વોર્ડ નં.૧૨ના કોપોરેટરો જેનબબેન ખફી, સહારાબેન મકવાણા તથા તે વિસ્તારના અગ્રહીઓ નિશાબેન કણઝારિયા, હિતુભા પરમાર, હરપાલસિંહ જાડેજા અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમના વિસ્તારમાં થઇ રહેલાં વિવિધ વિકાસના કાર્યોને હર્ષભેર વધાવી લઇ અને રાજયમંત્રી ધર્મેન્ન્સિંહ જાડેજાને આભારપત્ર આપી કૃતજ્ઞતાની લાગણી વ્યકત કરી હતી.