રાજકોટમાં પાટીદાર સમાજનો કાર્યક્રમ યોજાયો: માનવ કલ્યાણ મંડળ દ્વારા ત્રિવિધ પ્રકલ્પો સંપન્ન
રાજકોટના હેમુગઢવી હોલ ખાતે સમસ્ત પાટીદાર સમાજના માનવકલ્યાણ મંડળ દ્વારા પાટીદાર મહાસંમેલન સભા, ચિંતન શિબિર અને પરિચય મેળો રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ અને શ્રમ અને રોજગાર વિભાગના રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. કૃષિમંત્રી રાઘવજી પટેલે સમાજની પ્રગતિ માટે થઈ રહેલી પ્રવૃતિને બિરદાવતાં જણાવ્યું હતુંકે, સમાજના ઉત્કર્ષ માટે આર્થિક સહયોગઆપનારદાતાશ્રીઓ, આયોજકો અને કાર્યકરોને અભિનંદન પાઠવું છું.
દરેક સમાજ ઉન્નતી કરે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છેશ્રમરોજગાર વિભાગના મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ આ પ્રસંગે કહયું હતુંકે, સમાજને એકતાં તણે જોડી રાખવાનું કામ સંસ્થા દ્વારા થઈ રહ્યું છે, તે આપણા સૌમાટેગૌરવની વાતછે. આપણે મા ઉમાના ભક્તો અને સરદાર વલ્લભભાઈના વારસદારોછીએ. આપણે સૌ સાથ ેમળી ગુજરાતને દરેક ક્ષેત્રે આગળ વધારીએ.
સાંસદ મોહનભાઈ કુંડારિયાએ સમાજના સારા સ્વાસ્થ્યના હેતુથી શરૂ થનારી આટકોટ ખાતેની હોસ્પીટલની કામગીરીને અને આ સંસ્થાના કામ સાથે જોડાયેલા દાતા ઓની કામગીરીને બિરદાવી હતી.સંસ્થાના અગ્રણી જગદિશ ભાઈ કોટડીયાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.આ કાર્યક્રમમાં સમાજની સહકારી મંડળી, ઉમા ખોડલ ક્લબ તેમજ પુસ્તકન ુંવિમોચન કરાયું હતું.
આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઈ મેતલિયા, પૂર્વ મેયર ધનસુખભાઈ ભંડેરી, અગ્રણી જગદીશભાઈ કોટડીયા, મૌલેશભાઈ ઉકાણી, મુકેશભાઈ મેરજા, સંસ્થાના ચેરમેન નાથાભાઈ કાલરીયા, કાંતિભાઇ માંડલિયા, સ્મિતભાઇ કનેરિયા, નાથાભાઈ કમાણી, ગીતાબેન પટેલ, સરોજબેન મારડીયા વગેર ેઉપસ્થિત રહ્યા હતા.