જેતપુર તાલુકાના મંડલીકપુરમાં વિચરતી અને વિમુક્ત જાતિના ગાડલીયા લુહાર સમુદાયના ઘર વિહોણા પરિવારને ૧૦૦ વાર પ્લોટની સનદનું વિતરણ
જેતપુર તાલુકાના મંડલીકપુર ગામે રહેતા વિચરતી અને વિમુક્ત જાતી ના ગાડલીયા લુહાર સમુદાયના ઘર વિહોણા પરીવાર ને ૧૦૦ વાર પ્લોટ ની સનદ તાલુકા પંચાયત કચેરી ખાતે રાજ્ય કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાના હસ્તે સનદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વિચરતી જાતીના લોકો મુખ્યત્વે ગામે ગામ ધંધા રોજગાર અર્થે સતત વિચરણ કરે વર્ષના ૮ મહિના ધંધા રોજગાર માટે રઝળપાટ કરે અને ચોમાસામાં ૪ મહિના પોતાના ઝુંપડા આવીને વસવાટ કરે સમાજ ની આવી દુર્લભ દશા જોઈને ગાડલીયા લુહાર સમાજના યુવા શિક્ષિત દેવરાજ રાઠોડ દ્વારા સમાજના લોકોને રહેણાંક હેતુ માટે પ્લોટ મળે અને વંચિત સમાજ નવી દિશા તરફ આગળ વધે તે માટે સરકારી તંત્રને રજુઆત કરી હતી.
જેમાં રાજ્યના મંત્રી જયેશભાઈ રાદડીયાને મળીને રજુઆત કરી હતી. આ લોકોની પરિસ્થિતિ તેમજ આવી કફોડી હાલત જોઈને મંત્રીએ લાગતા વળગતા અધિકારીઓને જરૂરી સુચના આપીને આ લોકોને જલ્દીથી રહેણાંક હેતુના પ્લોટ મળે એવી કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. જેના પગલે આજે આ પરિવારોને પોતાનુ ઘર મળ્યાનો હરખ દરેક મોઢા પર દેખાઈ રહ્યો હતો.
ગાડલીયા લુહાર સમાજના યુવા આગેવાન દેવરાજ રાઠોડે વધુમાં જણાવ્યું હતું કે, મંત્રી જયેશભાઈની મદદથી દરેક ગાડલીયા લુહાર સમુદાયના લોકોને અનંતીયોદય રાશન કાર્ડ પણ કરી આપ્યા હતા. સાથે સાથે જયેશભાઈનું અભિવાદન શિલ્ડ તેમજ શાલ ઓઢાડીને અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રી જયેશભાઈ રાદડિયા, રાજકોટ જીલ્લા ભાજપના ઉપ પ્રમુખ ગોરધનભાઈ ધામેલીયા તાલુકા પંચાયત પ્રમુખ ભુપત સોલંકી એશિયાટિકના ચેરમેન ગોપાલ ભુવા તાલુકા વિકાસ અધિકારી ફુગાશીયા તેમજ સમાજ કલ્યાણ અધિકારી પંડીયા તેમજ નામી અનામી દરેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.