ધોરાજી ખાતે પ્રાંત કચેરી અને ડી.વાય.એસ.પી. કચેરીનું ખાતમુહૂર્ત કરાયું

રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે અન્ન નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રાંત કચેરી અને ડી.વાય.એસ.પી.કચેરીનું ખાતમુહૂર્ત સહિતના વિકાસ કામોનુ ખાતમુહૂર્ત લોકાર્પણ કરતા મહેસુલ મંત્રી કૌશિકભાઇ પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકાર લોકભિમુખ વહીવટીથી કામગીરી કરી રહી છે. રાજ્ય સરકાર પારદર્શક વહીવટના અભિગમ સાથે ઝડપથી નિર્ણય લેવા માટે નવી ટેકનોલોજીનો સહારો લઈને ફેસલેસ સિસ્ટમ ની અમલવારી કરી રહી છે.

રાજ્યના મહેસુલ વિભાગ સહિતના વિભાગો આ પ્રમાણે કાર્ય કરી રહ્યા છે. રાજ્ય સરકારે ૨૧માંથી ૧૯ બાબતોમાં ફેસલેસ કરી નાખેલ છે લોકોને વહીવટી કામગીરી માટે સરકારી કચેરીઓમાં ધક્કા ખાવાની આવશ્યકતા નથી ગુજરાતના મહેસુલ તંત્રનું ૧૦ કરોડ પાનાનું રેકર્ડ કોમ્પયુટરાઈઝેશન કરવામાં આવેલ છે હવે કોઈ ફાઇલ નહીખોવાઇ અને રેકર્ડ ઓનલાઇન કરેલ છે મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, અમારા માટે સત્તા સેવાનું સાધન છે. અમારી સરકાર ખેડૂતો, દલિતો, ગરીબો, મહિલાઓ અને શહેરી/ગ્રામ્ય પ્રજા બધાની છે, સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં ૧૪૦૦ જેટલા કલ્યાણકારી નિર્ણયો લીધા છે મહેસુલ મંત્રી પટેલે જણાવ્યું કે, દરરોજ એક અગત્યનો નિર્ણય કરવામાં આવે છે સરકારમાં કોઈ ફરિયાદ કે સૂચન આવે કે તૂરત જ લોકો માટે નિર્ણય લેવામાં આવે છે કોઈપણ પ્રકારનો સમય પસાર કરવામાં આવતો નથી સરકાર સામેથી લોકોના ધ્વારે જાય છે.

22 2

તેમણે ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે અછત, અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ વખતે લીધેલા નિર્ણયની વિગતો આપી હતી. તેમણે ઉમેર્યું કે રાજકોટ ખાતેના ૨૬મી જાન્યુઆરીના રાજ્યકક્ષાની ઉજવણીના કાર્યક્રમો દરમિયાન રૂપિયા ૧૧૦૦ કરોડના કામોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત થનાર છે.

૨૬મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વના રાજ્ય કક્ષાના કાર્યક્રમોની ઉજવણી અર્થે રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે આયોજિત કાર્યક્રમમાં ધોરાજી શહેર જિલ્લાના રૂપિયા ૧૨૪૭.૧૮ લાખના વિકાસના કામોના લોકાર્પણ/ખાતમુહૂર્તના કરતાં મહેસૂલ મંત્રી પટેલે ઉપર મુજબ જણાવ્યું હતું મહેસુલ મંત્રીના હસ્તે ધોરાજી નગરપાલિકા ના વિવિધ ડામર રોડના લોકાર્પણ સહિત અન્ય લોકાર્પણ ખાતમુહૂર્ત વિકાસના કામો કરવામાં આવ્યા હતા.

મહેસુલ મંત્રીના હસ્તે ધોરાજી તાલુકાના વિવિધ વિવિધ વિકાસ કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત થયેલ કામોમાં રૂપિયા ૧.૭૯ લાખના ખર્ચે ઉમરકોટ ગામે પેવર બ્લોકનું કામ,વેગડી ગામે રૂપિયા ત્રણ લાખના ખર્ચે પ્રિકાસ્ટ પેવીંગ બ્લોકનું કામ તથા રૂ.૦.૮૮ લાખનુ પાઇપલાઇન ફીટીંગનું કામ કરવામાં આવેલ છે ખાતમુહૂર્તમાં ધોરાજી ખાતે રૂા. ૯૩૬.૫૭ લાખના ખર્ચે બનનાર પ્રાંત કચેરી તથા રૂા.૧૫૩.૬૦ લાખના ખર્ચે બનનાર નાયબ પોલીસ અધિક્ષકની કચેરીનું ખાતમુહૂર્ત, પીપળીયા ખાતે રૂપિયા ૪.૧ લાખનુંપેવર બ્લોકનું કામ,ચીચોડ ગામે રૂપિયા ૩.૧૮ લાખનું સી.સી. રોડનું કામ, તોરણીયા ગામે રૂપિયા ૫.૪૪ લાખના બે પેવર બ્લોકના કામો અને ફરેણી ગામે૩.૬૬લાખના ખર્ચે સી.સી.રોડના ખાતમુહૂર્તના કામોનો સમાવેશ થાય છે.

દેવકીગાલોળ ખાતે રૂા.૮૪.૮૨ લાખના ૧૮ વિકાસ કામોનું લોકાર્પણ

જળ વ્યવસ્થાપન અને ખેડૂત ઉત્કર્ષના આયોજનમાં ગુજરાત અગ્રેસર: બચુભાઇ ખાબડ

00

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના દેવકીગાલોળ ગામે મંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે, જળ વ્યવસ્થાપન અને ખેડૂત ઉત્કર્ષના આયોજનમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે અને પીવાના પાણીની તેમજ જળસંચય-ચેકડેમની નમૂનેદાર કામગીરી સાથે ખેડૂતોને સહાય અને પોષણક્ષમ ભાવ સાથે છેવાડાના માનવી સુધી પાયાની સુવિધાઓ ઉભી કરી ગ્રામ્ય વિકાસ માટે પણ કટિબદ્ધતા દાખવી પ્રજાની જરૂરિયાત મુજબ સરકારે વિકાસ કામો કરવા અગ્રીમ પ્રયાસ હાથ ધર્યા છે.

76

ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવાતા પ્રજાસતાક દિનની રાજયકક્ષાની ઉજવણી પૂર્વે રાજકોટ જિલ્લામાં રાજયસરકાર દ્વારા થયેલા પ્રજા કલ્યાણકારી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિવિધ વિભાગોના મંત્રીશ્રીઓ દ્વારા થઈ રહ્યું છે, આ પ્રસંગે જેતપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર દેવકીગાલોળ ગામે આયોજિત કાર્યક્રમમાં દેવકીગાલોળ ગામે  બે ચેકડેમ એક પેવર માર્ગ રૂપિયા ૪૯.૯૯ લાખ, અમરાપર ગામે બે પેવર બ્લોક માર્ગ ૩.૯૩ લાખ, થોરાળા ગામે બે સી.સી.રોડ રૂપિયા ૭. ૮૧ લાખ, અમરનગર ગામ ખાતે ૪ સી સી માર્ગો રૂપિયા ૫.૩૧ લાખ બોરડી સમઢિયાળા ગામે બેઠા પુલનું નિર્માણ ૧.૫૦ લાખ, ચારણ સમઢિયાળા ગામે એક પેવર બ્લોક માર્ગ રૂપિયા ૫ લાખ, બાવા પીપળીયા ગામે ૪ સી સી માર્ગો રૂ ૭.૭ લાખ ,  ભેડાપીપળીયા ગામે એક પેવર બ્લોક રસ્તો રૂપિયા ૨.૨૭ લાખના ખર્ચે બનાવવામાં આવેલ છે, આમ ૧૮ વિકાસ કામો રૂપિયા ૮૪.૮૨ લાખના ખર્ચે નિર્માણ થયેલ છે તે વિકાસકામોનું લોકાર્પણ ગ્રામ ગૃહનિર્માણ અને પશુપાલન રાજ્ય મંત્રી શ્રી બચુભાઈ ખાબડના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ મંત્રી જશુબેન કોરાટે જણાવ્યું હતું કે રાજય સરકારે છેવાડાના માનવી સુધી વિકાસના ફળો પહોંચાડયા છે. અને લોકોની જરૂરિયાતોને પૂર્ણ કરવાની જવાબદારી યોગ્ય રીતે નિભાવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.