વિધાનસભામાં ખેત તલાવડી અને સીમ તલાવડી યોજનાની વિસ્તૃત માહિતીનો અહેવાલ આપતા રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય
વિધાનસભામાં ખેત તલાવડી અને સીમ તલાવડીની વિસ્તૃત માહિતી આપતા રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયાએ જણાવ્યું હતું કે, યોજનામાં યુનિટ કોસ્ટની ૯૦ ટકા સહાય આપવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષમાં ૧૦,૬૫૩.૫૩ લાખની જોગવાઈ કરી છે. તેમાં ૪૮૫૦ ખેત-તલાવડી અને ૧૦૮૭ સીમ-તલાવડીના લક્ષ્યાંક સામે ૯૩૩૬.૦૫ લાખનો ખર્ચ થયેલો છે અને ૫૦૫૯ ખેત-તલાવડી અને ૧૫૪૪ સીમ-તલાવડી બનાવવામાં આવેલ છે. ચાલુ વર્ષે ૩૩૦૩.૫૩ લાખની જોગવાઈ કરેલી છે. તેમાં ૧૪૭૫ ખેત-તલાવડી અને ૩૩૦ સીમ-તલાવડીનો લક્ષ્યાંક રાખવામાં આવેલ છે. જેની સામે સુધીમાં ૨૪૪૬ લાખના ખર્ચે ૧૨૦૩ ખેત-તલાવડી અને ૩૪૧ સીમ-તલાવડી બનાવવામાં આવેલી છે.
ખેત-તલાવડી અને સીમ-તલાવડી બનાવવાની આ યોજનાથી જમીનનું ધોવાણ અટકશે અને ખારાશનું પ્રમાણ ઘટશે. જેના કારણે જમીનની ફળદ્રુપતામાં વધારો થશે. જેથી જમીન સંરક્ષણ માટે આ યોજના ખુબ જ ઉપયોગી નિવડશે. વરસાદ ખેંચાતા નિષ્ફળ જતો ચોમાસુ પાક પૂરક સિંચાઈના કારણે બચાવી શકાશે. ચોમાસુ અને શિયાળુ પાકોના વાવેતર વિસ્તારમાં વધારો થશે અને વધુ આવક આપતા રોકડીયા પાકોનું વાવેતર વધતા ખેડુતોની આવકમાં વધારો થશે અને જીવનધોરણ પણ સુધરશે. ગામડાના મજુરો માટે રોજગારીની તકો ગ્રામ્ય કક્ષાએ મળતી થવાથી ગામડાના મજુરોનું રોજી માટે શહેર તરફનું સ્થળાંતર ઘટશે. ખેત-તલાવડી અને સીમ-તલાવડીની યોજના અસરકારક થતા રાજયની વિવિધ એજન્સીઓ દ્વારા ચકાસણી કરવામાં આવેલ છે. ભૂમિ અને જળસંરક્ષ માટે ફાયદાકારક નિવડી છે. જેના કારણે રાજયમાં ૧૦ ટકાથી ૩૦ ટકા કૃષિ ઉત્પાદનમાં પણ વધારો થયેલો છે. ૨૫ ટકાથી ૩૦ ટકા કૃષિ આવકમાં વધારો થયેલો છે. ૩ ટકાથી ૧૫ ટકા ભુર્ગભજળ ઉંચા આવ્યા છે અને ૨૦ ટકા પિયત વિસ્તારમાં વધારો થયેલો છે.
સન ૨૦૧૮-૧૯ના વર્ષ માટેનું ‚પિયા ૧,૮૩,૬૬૬ કરોડનું અંદાજપત્ર લઈને આવ્યા છે એનો ચિતાર જોઈને હું મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીને અભિનંદન પાઠવું છે. કારણકે રાજયનું બજેટ અને કેન્દ્રનું બજેટ આ બંને બજેટો ગ્રામ્ય વિકાસને વરેલું છે. દેશની ૭૦ ટકા પ્રજા ગામડાની અંદર વસી રહી છે એવા સમયે ખેડુતોની ચિંતા સરકાર કરી રહી છે. વરસાદી પાણીનો ઉપયોગ કરી શકાય એ માટે રાજયમાં જળ સંચયની કામગીરી કરવામાં આવી એમાં મોટા કદની ખેત તલાવડીનું આયોજન વર્ષ ૧૯૯૭-૯૮માં અમલમાં આવેલ છે. આ યોજના હેઠળ ખેડુતોના ખેતરમાં મોટા કદ ખેત તલાવડી તથા સરકારી કે પંચાયતની જમીનમાં સીમ તલાવડી બનાવવામાં આવે છે. આ યોજનાનો મુળ હેતુ એ છે કે ચોમાસામાં વરસાદ ખેંચાતા ખેડુતોને પૂરક પિયતની વ્યવસ્થા નહોતી એટલે એમનો પાક નિષ્ફળ જતો હતો. આ પાકોને બચાવવા માટે વહી જતા પાણીનો સંગ્રહ કરીને જેમાં ખેત તલાવડીઓ કે તલાવડીઓ બનાવવાની યોજના ચાલુ કરી. જેમાં સીમ તલાવડી માટે પાંચ લાખ અને ખેત તલાવડી માટે લાખની સહાય આપવામાં આવે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,