રાજ્યના મુખ્યમંત્રી અધ્યક્ષસ્થાને રહેશે સાથે કમિટીમાં જીવવિજ્ઞાનના તજજ્ઞો, પરિયાવરણ વિધ, તથા સેવાકીય સંસ્થાના આગેવાનોનો સમાવેશ
વન્ય જીવ સૃષ્ટિના સંરક્ષણ માટે રાજ્ય સરકાર દ્વારા 27 સભ્યો ની સમિતિની રચના કરવામાં આવી છે જે બોર્ડ મુખ્યત્વે જીવ સૃષ્ટિના સંરક્ષણ માટે કાર્ય કરશે. સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફમાં રાજ્યના મુખ્યમંત્રી અધ્યક્ષ સ્થાને રહેશે સાથોસાથ સમિતિ અને બોર્ડમાં જીવ વિજ્ઞાન , પર્યાવરણવિદ સહિત અનેક સેવાકીય સંસ્થાઓના આગેવાનોને પણ સાથે લીધેલા છે. અન્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફ 21 ડિસેમ્બરના રોડ રોજ મળી હતી જે બાદ આ બોર્ડને ત્રણ મહિનાનું એક્સટેન્શન પણ આપવામાં આવ્યું હતું.
જે 27 લોકો નો બોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડન્ટ ધનરાજ નથવાણી ,લાખોટા નેચર ક્લબ જામનગરના ટ્રસ્ટી સુરેશ ભટ્ટ, નેચરલ હેરિટેજ કન્ઝર્વેશન સોસાયટીના સંજય કેલૈયા, ભૂતપૂર્વ વાઇલ્ડ લાઇફ વોર્ડન ચંદ્ર વિજયસિંહ રાણા સહિતના અનેક આગેવાનો ને અહીં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે એટલું જ નહીં વિવિધ સેવાકીય સંસ્થાઓ નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં જીઈઈઆર ફાઉન્ડેશન ગાંધીનગર, ગુજરાત ઇકોલોજી કમિશન તથા નેચર ક્લબ સુરતના સભ્યો ને અહીં બોર્ડમાં લેવામાં આવ્યા છે.
આ પૂર્વે બોર્ડ દ્વારા એશિયાટીક સાવજો ના રિસર્ચ પ્રોજેક્ટ ને કેન્સલ કરી દેવામાં આવ્યા હતા પરંતુ હવે આ બોર્ડ વર્ષમાં બે વખત મળશે અને વન્ય એટલે કે જંગલ વિસ્તારોમાં પ્રોટેક્ટેડ એરિયા ને યોગ્ય રીતે જાળવણી અને તેનું અવલોકન પણ કરવામાં આવશે. સાથોસાથ વન્યજીવ સૃષ્ટિના વિકાસ અને તેના સંવર્ધન માટે પણ આ બોર્ડ દ્વારા કાર્ય કરવામાં આવશે. પરંતુ ક્યાંક ને ક્યાંક એ વાતનો પણ અફસોસ વ્યક્ત કરવામાં આવ્યો છે કે જે ગત બોર્ડમાં સભ્યો હતા તેમાંથી ઘણા સભ્યોને આ વખતે લેવામાં આવ્યા નથી સાથોસાથ ગયા વર્ષે રિસર્ચ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો પણ વધુ હતા. તો સાથ આ બોર્ડ જે પેન્ડિંગ કાર્યો છે તેને પણ ઝડપથી પૂર્ણ કરશે.