રાજકોટ શહેરના નવ અને જિલ્લાના આઠ ફોજદારને બઢતી સાથે બદલી
રાજયના પીએસઆઇ ટુ પીઆઇના પ્રમોશનની છેલ્લા ઘણા સમયથી પોલીસ ડીપાર્ટમેન્ટમાં રાહ જોવાઇ રહી હતી ત્યારે ગૃહ વિભાગ દ્વારા એક સાથે ૧૯૫ સબ ઇન્સ્પેકટરને ઇન્સ્પેકટર તરીકે બઢતી સાથે બદલી કરવામાં આવી છે. રાજકોટ શહેરના નવ અને રાજકોટ જિલ્લાના આઠ ફોજદાર બઢતી સાથે પી.આઇ. બનતા તમામની બદલી કરવામાં આવી છે.
રાજકોટ શહેરના ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઇ. બી.આર.ડાંગરને પશ્ર્ચિમ કચ્છ, લાલજીભાઇ તળશીભાઇ મકવાણાને ઉર્જા વિકાસ નિગમ બરોડા, વ્રજેશસિંહ આર.ચૌહાણ એસીબી, વિક્રમસિંહ આર.રાઠોડ અમદાવાદ શહેર, દિલીપસિંહ એચ.ઝાલાને પાટણ, અહેમદભાઈ એન.સિંધીને મોરબી, પિયુશ ડી.સોલંકીને દેવભૂમિ દ્વારકા, નવલસિંહ જાડેજાને અમદાવાદ શહેર ખાતે બઢતી સાથે બદલી કરવામાં આવી છે.
જ્યારે રાજકોટ જિલ્લાના વિક્રાંતકુમાર આર. વસાવાને અમદાવાદ શહેર, શ્રીમતિ સેજલ આર. પટેલ સીઆઇડી આઇબી, લોધિકાના એમ.એન.રાણાને રાજકોટ ગ્રામ્ય, જાકીરહુસેન જી.ચૌહાણને એસીબી, અશોકભાઇ એલ મહેતાને અમદાવાદ શહેર, પરબતભાઇ વી. પરગળુ એસીબી, સુરેન્દ્રસિંહ બાપાલાલ જાડેજાને પોલીસ તાલિમ મહાવિદ્યાલય જૂનાગઢ ખાતે નિમણુંક આપવામાં આવી છે.રાજકોટ ગ્રામ્યમાં મહિપાલસિહ વિજયસિંહ ઝાલા, કિશોરચંદ્ર નટવરલાલ રામાનૂજ બઢતી સાથે નિમણુંક આપવામાં આવી છે.