પાકિસ્તાન સામેની ઘરઆંગણે શરૃ થયેલી સિરિઝની પ્રથમ ટેસ્ટ ગુમાવ્યા બાદ ઈંગ્લેન્ડની ટીમ આવતીકાલથી શરૃ થઈ રહેલી શ્રેણીની બીજી અને આખરી ટેસ્ટમાં જીતના દબાણ હેઠળ રમવા ઉતરશે. ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ લોર્ડ્ઝ ટેસ્ટમાં નવ વિકેટથી હારી ગયું હતુ. હવે રૃટની કેપ્ટન્સી હેઠળની ટીમ પર જીતવાનું દબાણ છે, ત્યારે તેમનો આધારભૂત ઓલરાઉન્ડર સ્ટોક્સ ઈજાગ્રસ્ત બની ગયો છે અને આજે મેચ પહેલા તે ફિટનેસ ટેસ્ટ પાસ કરશે તો જ તેને ટીમમાં સામેલ કરવામાં આવશે.
લીડ્ઝમાં આજે ભારતીય સમય પ્રમાણે બપોરે ૩.૩૦થી મેચનો પ્રારંભ થશે. સરફરાઝની આગેવાની હેઠળની પાકિસ્તાનની ટીમે અસરકારક બેટીંગ અને બોલિંગને સહારે ઈંગ્લેન્ડને પરેશાન કર્યું હતુ. આમેર જેવા અનુભવી ફાસ્ટ બોલરની હાજરીને કારણે તેઓ જીતવા માટે ઉત્સાહિત છે. ઈંગ્લેન્ડના ઓપનર એલિસ્ટર કૂકે તેના સાથી બેટ્સમેનોને ચેતવણી આપી છે કે, જો તેઓ પાકિસ્તાન સામેની શ્રેણીની બીજી ટેસ્ટમા સારો દેખાવ નહિ કરે તો તેમને ટીમમાંથી પડતા મૂકવામાં આવી શકે છે. તેમની કારકિર્દી સામે પ્રશ્નાર્થ સર્જાઈ શકે તેમ છે. ઈંગ્લેન્ડના બેટ્સમેનો સદંતર ફ્લોપ સાબિત થયા હતા અને તેનો ફાયદો પાકિસ્તાને ઉઠાવ્યો હતો.
ઇંગ્લેન્ડની આદર્શ કન્ડિશનમાં પાકિસ્તાનના બોલરોએ શાનદાર સ્વિંગ બોલિંગ કરીને ઇંગ્લેન્ડને બેકફૂટ પર લાવી દીધું હતું ત્યારે આજના બીજા ટેસ્ટ માં શું ઇંગ્લેન્ડ બનુસન બેક થઇ શકે છે કે નહિ તે જોવાનું રહ્યું