વેડીંગ સારીઝ, હેરીટેજ જવેલરી, એન્ટિક જવેલરી, ડીઝાઈનર, વેસ્ટર્ન આઉટફીટ, પર્સ, બ્લાઉઝ એન્ડ ઘાઘરા સહિતની અનેક વેરાયટીનું કલેકશન
એલીસ એકઝીબીશન ઓર્ગેનાઈઝર્સ દ્વારા ઈમ્પીરીયલ હોટેલ ખાતે ગ્રાન્ડ વેડીંગ એન્ડ લાઈફ સ્ટાઈલ એકઝીબીશનનો જાજરમાન પ્રારંભ થયો છે. જયાં સવારે ૧૦ થી સાંજે ૮ સુધી વેડીંગ સારી, હેરીટેજક જવેલરી, એન્ટીક જવેલરી, ડીઝાઈનર ડ્રેસ, વેસ્ટર્ન આઉટફીટ બ્લાઉસ એન્ડ ઘાઘરા તથા ફૂટવેર સહિતની અનેક વેરાયટીનું કલેકશન જોવા મળશે. આ એકઝીબીશને માનૂનીઓના મન મોહી લીધા છે. આજે મોટી સંખ્યામાં મહિલાઓ એકઝીબીશનમાં ઉમટી પડી હતી.
૪૧ એક્ઝિબીટસની અવનવી ડીઝાઈન એક જ સ્થળે: અલ્પા મહેતા
અબતક સાથેની વાતચીત દરમિયાન એલીસ એકઝીબીશનનાં ઓર્ગેનાઈઝર અલ્પા મહેતાએ જણાવ્યું કે તેમનું વર્ષો પહેલાનું સપનું હતુ કે હું એવું કાંઈક અચીવ કરીશ જેમાં આપણને બિઝનેશ પણ થાય અને ફન પણ થાય તેવો મારો પ્રયાસ છે. વધુમાં જણાવ્યું કે કોશિષ કરીએ તો કાંઈ પણ અધરૂ નથી તેવી અમે ટ્રાય કરીએ છીએ અમે પહેલા જે એકઝીબીશન કર્યા હતા. તે સિમ્પલ હતા.
આ વખતે ઈમ્પિરીયલ હોટલમાં રાખેલ છે. અને તે ફેબ્રિકેશન છે. અમે ખૂબજ એકસાઈટેડ છીએ અને આ વખતનો અમારો ટાસ્ક છે તે ઉપર ગયો છે. એ પણ એક સારી વાત છે. એલીસ એકઝીબીશનમાં ૪૧ જેટલા એકઝીબીટસ આવ્યા છે. એકઝીબીશનમાં અવનવી ડિઝાઈનનાં કલેકશન હોવાથી ગ્રાહકો વિચારતા હોય છે. કે કયાંથી લેવું? અને બધાનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્રીજા એકઝીબીશનનો મારો અનુભવ સારો છે. જેમાં મહેનત વધુ કરવી પડી કારણ કે આ એકઝીબીશન મોટુ કરવામાં આવ્યું છે.
હેન્ડબેડ જવેલરી અને ડ્રેસીસની વિશાળ શ્રેણી અમે આપીએ છીએ: મિત્તલ
અબતક સાથેની વાતચીત દરમિયાન એમ.વી. ક્રિએશનના મીત્તલ એ જણાવ્યું હતું કે તે એક જવેલરી ડિઝાઇનર તે અમદાવાદથી આવ્યા છે. અને રાજકોટમાં પ્રથમ વખત ભાગ લીધો છે. હેન્ડમેડ જવેલરી અને ડ્રેસીસ લઇને આવી છું અને લોકોનો ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
મેરેજ ચુડાની અવનવી ડીઝાઇન અમારી પાસે છે: દક્ષાબેન વાઘેલા
અબતક સાથેની વાતચીત દરમિયાન શ્રીજી આર્ટ જવેલરીના દક્ષાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે તે મુંબઇથી આવેલ છે. અમારા કલેકશનમાં વ્હાઇડલ ચૂડા રીયલ કુંદન, રીયલ સ્ટોનની માળા બેંગલ અને એટિંક સેટ છે. ખાસ મેરેજ ચૂડા માટે અમે જાણીતા છીએ. રાજકોટની મહીલાઓનો ઘણો સારો પ્રતિસાદ જોવા મળે છે.
ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો: સિમરન કોરવાસન
અબતક સાથેની વાતચીત દરયિમાન સિમરન કોરવાસન જણાવ્યું કે તેમણે એલીસ એકઝીબિશનમાં પહેલી વખત ભાગ લીધો છે. હું એકઝીબીશનમાં લેકમીનું કાજલ લઇને આવી છું મને ખુબ જ આનંદ થાય છે.
વેસ્ટર્ન વેરમાં વિશાળ કલેકશન ઉપલબ્ધ: આરતી રાઠોડ
અબતક સાથે વાતચીત દરમિયાન આરતી રાઠોડએ જણાવ્યું કે તેને ઘણી બધી વખત એકઝીબિશનમાં ભાગ લીધો છે અને તેની પાસે વેસ્ટર્ન વેર કલેકશન છે જેવા કે ટોપસ, જીન્સ, વગેરે છે અને અમને ઘણો પ્રતિસાદ મળે છે.
હેરીટેજ કલેકશનની માંગ વધી: નીશા દોશી
અબતક સાથેની વાતચીત દરમિયાન નિશા રાજસ્થાની સારીઝ ના નિશા દોશીએ જણાવ્યું હતું કે છેલ્લા ૧ર વર્ષથી તે ઈકઝીબીશનસ કરે છે. અને મારી પ્રોડકટ મેઇન ગોરા પટ્ટીથી શરુ થઇ છે. અને ત્યારબાદ બનારસી કલેકશન: કલકત્તી કલેકશન તથા હેરિટેજ કલેકશન છે. એલીસ એકઝીબીશનમાં પાર્ટ લેવાનો મોકો મળ્યો તેનાથી ખુબ જ ખુશ છું મારા કલેકશનની કિંમત ૧૫૦૦ થી લઇને ૪૦૦૦૦ સુધીનો છે. મારી પાસે જે પ્રોડકટસ છે તે પ્યોર પ્રોડકટસ છે. અત્યારની સ્ત્રીઓને એશિયન ટાઇમ્સનું હેરીટેજ કલેકશન વધુ પસંદ હોય છે.
અમારૂ કલેકશન સૌથી યુનિક: નમ્રતા
અબતક સાથેની વાતચીત દરમિયાન આસ્થા ફેશનના નમ્રતા એ જણાવ્યું કે તે અમદાવાથી આવે છે. મારી પાસે ખુબ જ યુનિક કલેકશન છે. જેવું કે હેન્ડમેડ, ફેબ્રિક, ગિફટ પેક કરવા માટે જે સારીન આવે તેનું વર્ક છે. તમારી પાસે કોઇ ડિઝાઇન હોય તો તે પણ લાવીને તમે મને આપી શકો છો હું તે બનાવી આપીશ અને વધુમાં ચનીયાચોલી, દુલ્હા કલેકશન વગેરે ઉપલબ્ધ છે.
ઇન્ડિયનવેર કેબ્રીમ્સને મોર્ડન ટચ આપીએ છીએ: મીલીબેન
અબતક સાથેની વાતચીત દરમિયાન ધ થ્રેડ સ્ટોરીના મીલીબેનએ જણાવ્યું હતું કે તે અમદાવાદથી આવ્યા છે તેની પાસે વેસ્ટન આઉટ ફિટસ છે. અમારા કલેકશનની કિંમત ૮૦૦, ૧૧૦૦ અને ૧૫૦૦ રાખેલ છે. તમને અહિંયા ધાળો પ્રિસ્ટ્સ આપણું એથનિકસ ઇન્ડિયનવેર ફેબ્રિકસ ને થોડા મોર્ડન ટચ રાખે પ્રેઝનટસ કરીએ છીએ.