વ્હાલો મારો હિંચકે હિંડોળે…
એક મહિનાના અથાગ પુરૂષાર્થ બાદ લાખોના ખર્ચ ૧૨ બારણાના અલૌકિક હિંડોળા તૈયાર કરાયા: દર્શન કરવા ભાવિકો ઉમટયા
સ્વામિનારાયણ મુખ્ય મંદિર ભુપેન્દ્ર રોડ ખાતે ૧૨ બારણાના ભવ્યાતિભવ્ય કલાત્મક હિંડોળા દર્શન હરિભકતો માટે ખૂલ્લા મૂકાયા છે. મહત્વનું છે કે એક મહિનાના સતત પુ‚ષાર્થ પછી લાખોના ખર્ચે બાર બારણાના કલાત્મક હિંડોળા તૈયાર કરવામાં આવ્યા છે.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં દરેક મંદિરોમાં ભકતજનો પોતાના ભકિત ભાવ દ્વારા હરિને પ્રસન્ન કરવા અવનવા હિંડોળા બનાવી અને ભગવાનને હૈયાના હેતથી ઝુલાવતા હોય છે.
વ્હાલા ભકતજનો આ દિવ્ય પરંપરાને પ્રવાહિત કરવા આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનના પદરજથી પાવન થયેલા અને યોગીવર્ય ગોપાળાનંદ સ્વામીના વચનોથી નિષ્કટક થયેલ બદ્રીવૃક્ષ બોરડીના સાનિધ્યમાં ભકતોની આસ્થા અને શ્રધ્ધાના કેન્દ્ર સમા લક્ષ્મીનારાયણ દેવ આદિ દેવોનાં સાનિધ્યમાં ભવ્ય કલાત્મક હિંડોળા તૈયાર કરવામાં આવ્યા છે.
મહત્વનું છે કે રવિવારે સાંજે ૫ થી ૭ કલાકે સત્સંગ સભા અને હિંડોળા ઉદઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં હરિભકતો ઉમટી પડયા હતા અને ભગવાનના આ અલૌકિક હિંડોળા દર્શનના લાભ લીધો હતો. આ પ્રસંગે કુયડળધામના પૂ. જ્ઞાનજીવનદાસજી સ્વામીએ કથાનું રસપાન કરાવી સંતો હરિભકતોને મુગ્ધ કર્યા હતા.