100 ટકા ઇથેલોનથી વાહનો ચાલે તે દિવસો હવે દૂર નથી!!
પેટ્રોલ ડીઝલની આયાત પાછળ દેશની મોટી રકમ ખર્ચાઈ રહી છે. આયત વધતા તેની અસર દેશના અર્થતંત્ર ઉપર સીધી પડે છે. ત્યારે આ આયાત ઘટાડવા સરકારે તખ્તો તૈયાર કર્યો છે. જે મુજબ હવે 100 ટકા ઇથેનોલથી વાહનો ચાલે તે દિવસો હવે દૂર નથી.
બ્રાઝિલ, અમેરિકા, કેનેડા અને યુરોપમાં અત્યારે ઇથેનોલનું ચલણ ખૂબ વધ્યું છે. આ પૈકીના કેટલાક દેશોમાં તો 80 ટકા વાહનો ઇથેનોલથી ચાલતા થયા છે. પેટ્રોલ હાલમાં ભારતના મોટાભાગના રાજ્યોમાં 0 થી 5 ટકા ઇથેનોલ સાથે મિશ્રિત છે. જોકે ઘણા રાજ્યોમાં 10 ટકા સુધી મિશ્રિત કરવામાં આવી રહ્યું છે. સરકારે આગામી બે વર્ષમાં 20 ટકા ઇથેનોલ મિશ્રિત ઇંધણનું લક્ષ્ય નક્કી કર્યું છે. ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલની કિંમત 60-62 રૂપિયા પ્રતિ લીટર હશે. ગ્રાહકો આનો ઉપયોગ કરીને 35-40 રૂપિયા પ્રતિ લિટરની બચત કરી શકે છે. ઉપલબ્ધ વિવિધ ઇંધણ વિકલ્પોમાંથી પસંદ કરવાની સ્વતંત્રતા પણ હશે.
છેલ્લાં થોડા સમયમાં પેટ્રોલના ભાવ કૂદકેને ભૂસકે વધ્યા છે. પ્રજા આ ભાવવધારા સામે લાચાર છે કારણ કે, પેટ્રોલ વ્હીકલ્સ સિવાય ટ્રાવેલ કર્યાં વગર ચાલે એવું નથી. બીજી તરફ સરકાર ઉપર પણ પેટ્રોલ, ડીઝલની આયતને કારણે ભારણ વધી રહ્યું છે. ત્યારે આ સમસ્યા નિવારવા માટે સરકારે ઓટોમોબાઇલ કંપનીઓને 6 મહિનામાં ફ્લેક્સ-ફ્યુલ એન્જિન ફરજિયાત બનાવવાનો આદેશ આપ્યો છે. જેથી 100 ટકા ઈથેનોલ ઉપર વાહનો દોડતા થાય તે દિવસો હવે દૂર નથી. ઇથેનોલનો વધારે ઉપયોગ કરી સરકાર લોકોને રાહત અપાવશે સાથે હૂંડીયામણ પણ બચાવશે.