માનવ જાતની સૌ પ્રથમ શ્રધ્ધા ભગવાન છે અને સૌ પ્રથમ જરૂરિયાત અનાજ છે. ભારતમાં કોવિડ-૧૯ નાં ૧૦ લાખથી વધારે કેસ થઇ ગયા છે. કામધંધા નહિવત છે, ડોક્રટરો પાસે હજુ આ રોગની દવા નથી ત્યારે માનવજાત ભગવાન ઉપર શ્રધ્ધા રાખીને બેઠી છૈ.  કદાચ એટલે જ ભગવાને માનવજાતની પ્રાથમિક જરૂરિયાત એવા અનાજની બાબતે વરસાદના રૂપમાં અપાર હેત વરસાવ્યું છે. સરકારી આંકડા બોલે છે કે આ વખતે ખરિફ સિઝનમાં ભારતમાં અત્યાર સુધીમાં ૬૯૧.૮૬ લાખ હેક્ટરમાં વાવેતર થઇ ગયા છે જે ૨૧.૨૦ ટકા જેટલો વધારો સુચવે છે. દેશના ૧૨૩ જેટલા જળાશયોમાં પાણીની સ્થિતી સંતોષજનક સપાટીથી ઉપર આવી ગઇ છે.  બાકી હોય તો સરકારે પણ હાલમાં જ દેશના કૄષિ ક્ષેત્રના  આમુલ પરિવર્તન લાવવા માટે ત્રણ મોટા ફેરફારો સુચવ્યા છે. ખાસ કરીને ગુજરાતમાં જેનો વિશેષ પાક લેવાય છે તેવી કૄષિ જણસોના ઉત્પાદનમાં વધારો થાય તો રાજ્યને વિશેષ ફાયદો થશૈ.

ઉપલબ્ધ આંકડા પ્રમાણે દેશમાં ચોખાના વાવેતરમાં ૧૮.૫૯ ટકા, કઠોળના વાવેતરમાં ૩૨.૩૫ ટકા, કપાસના વાવેતરમાં ૧૭.૨૮ ટકા તથા શેરડીના વાવેતરમાં ત્રણેક ટકા નો વધારો જોવા મળ્યો છે. ગત વર્ષના આ સમયગાળાનાં વાવેતરની તુલનાએ આ વધારો સૌને માટે નવું આશા કિરણ છે. દેશની ઇકોનોમીનું એન્જીન ફરી એકવાર કૄષિક્ષેત્રને બનાવી શકાય તેમ છૈ.

દેશના કૄષિેક્ષેત્રના વિકાસમાં અને ખેડૂતોના વળતરમાં બાધારૂપ મુદ્દાઓ જે વર્ષોથી પેન્ડિંગ હતા તેને સરકારે એક જ સપ્તાહમાં સુલટાવીને આ સેક્ટરના વિકાસનો માર્ગ તૈયાર કર્યો છે. અલબત્ત સરકારના આ પગલાં લાંબાગાળાના છે. ખાસ કરીને ખેડૂતોને પોતાનો માલ વેચવા માર્કેટ યાર્ડમા જવાની મજબુરી માંથી છુટકારો મળતા હવે તેઓે ઘેર બેઠા ગમે ત્યાં માલ વેચી શકશે. જેનાથી યાર્ડની કાર્ટેલ માંથી છુટકારો મળશે. આ ઉપરાંત સરકારે સ્ટોક લિમીટમાંથી મુક્તિ આપી હોવાથી સૌ પોતાની રીતે સ્ટોરેજ કરીને ભાવ વધે ત્યારે પોતાની નિપજ વેચવાની રણનીતિ તૈયાર કરી શકશે.

એક વાત સાચી છે કે સરકારે ખેડૂતો ને પોતાનો માલ સીધો વેચવાની પરવાનગી આપી છે એટલે કંપનીઓ તેમના ઘરે ખરીદી માટે લાઇનો લગાવશે એવું પણ નથી. પરંતુ તેમને પોતાનો માલ વેચવાના બીજા ઘણા વિકલ્પ મળી રહેશે જે તેમને વધારે વળતર તરફ દોરી જશે. વળી સરકારે ઘણી કોમોડિટીમા આયાત ડ્યુટી ઘટાડીને વિદેશી કંપનીઓ માટે એન્ટ્રી આસાન બનાવી હોવાથી સ્થાનિક સ્તરે સ્પર્ધા વધશૈ. કદાચ આગામી દિવસોમાં માર્કેટ યાર્ડોમાં ખેડૂતો માટે વિશેષ સુવિધાઓ શરૂ થાય તો નવાઇ નહી.  હવે ખેડૂતો એક ઙઅગ ઈઅછઉ અને ટ્રક સાથે કોઇ જ માર્કેટ શેષ કે ફી ભર્યા વિના દેશમાં કોઇ પણ સ્થળે પોતાનો માલ વેચી શકતા હોવાથી ખેડૂત તથા ઉપભોક્તા બન્નેને લાભ થશૈ.   આ ઉપરાંત હવે ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ ઉપર પણ કારોબાર વધી શકે છે.

આપણા ગુજરાતમાં ખરિફ સિઝનમાં ખાસ કરીને કપાસ, મગફળી, થોડા પ્રમાણમાં સોયાબીન, એરંડો, જુવાર, એરંડા, તલ તથા મકાઇ અને ડાંગર જેવા પાક લેવાય છે. છેલ્લે મળેલા અહેવાલ પ્રમાણે દેશની સાથે ગુજરાતમાં પણ ચોખાના વાવેતરમાં ૩૯૦૦૦ હેકટરનો અને કઠોળના વાવેતરમાં ૩૬૦૦૦ હેક્ટરનો વધારો નોંધાયો છૈ. જ્યારે શેરડીના વાવેતરમાં ૧૦૦૦૦ હેકટરનો અને કપાસના વાવેતરમાં આશરે એક લાખ હેક્ટરનો ઘટાડો નોંધાયો છે. સામાપક્ષે તેલિબીયાના વાવેતરમાં ૭.૮૧ લાખ હેક્ટરનો વધારો થયો છે. સ્થાનિક અહેવાલો પ્રમાણે તેલિબીયાનાં વાવેતરમાં મોટો હિસ્સો મગફળીનો છે. હાલની ધારણા પ્રમાણે રાજ્યમાં એરંડાનું વાવેતર કદાચ ઘટશે.

આજની તારીખે સરકારી આંકડા પ્રમાણે ગુજરાતમાં તલ, મગફળી તથા સોયાબીનનાં વાવેતરમાં અત્યાર સુધીના સરેરાશ વાવેતર કરતા વધારે વાવેતર થયા છે અને આ આંકડા સિઝનનાં કુલ સરેરાશ  વાવેતરની નજીક પહોંચી ગયા છે. જ્યારે મગફળીમાં તો હાલના વાવેતર સિઝનનાં કુલ સરેરાશ વાવેતર કરતા પણ વધી ગયા છે. જો કે ગુજરાતમાં કપાસના વાવેતરમાં ઘટાડો થયો હોવાથી જીનિંગ ફેક્ટરીઓને માલ મેળવવામાં થોડી સમસ્યા રહી શકે છે. આજ રીતે એરંડીયાની મિલોને પણ સપ્લાય ઓછો મળી શકે છે.   આગામી એક પખવાડિયામાં રાજ્યનું વાવેતરનું ચિત્ર સ્પષ્ટ થતાં નવીસિઝનમાં મગફળી, તલ અને સોયાબીન ઉપરાંત ક્યા ઉદ્યોગોને વધારે સપ્લાય મળશૈ તેનો અંદાજ મેળવી શકાશે.

ટૂકમાં કહીએ તો દેશની ઇકોનોમીને કૄષિના ટેકે દોડતી કરવાની સરકારની આશાને મેઘરાજાએ સાથ આપ્યો છે. હવે ઉદ્યોગોઐ ઇમાનદારી સાથે કારોબાર કરવાના રહેશૈ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.