સ્ટેજ પર કલાકારો નૃત્ય કરતા ત્યારે સર્જાઈ દુર્ઘટના
ત્રણ કલાકારો પર લોખંડની ફ્રેમવાળી કમાન પડતા હોસ્પિટલ ખસેડાયા
જામનગરના પ્રદર્શન મેદાનમાં આગામી 1લી મે ના દીને ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી ધનાર છે, અને રાજ્યકક્ષાનો કાર્યક્રમ જામનગરના પ્રદર્શન મેદાનમાં યોજાવા જઈ રહ્યો છે, ત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમ માટે બનાવવામાં આવી રહેલા સ્ટેજ નો હિસ્સો એકા એક ધરાસાઈ થતાં ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત બની છે. ઉચ્ચ અધિકારીઓનો કાફલો દોડતો થયો છે.
પ્રદર્શન ગ્રાઉન્ડમાં આગામી 1લી મે ના દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાનાર છે, અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો ની ઉપસ્થિતિ રહેનાર છે, જેના માટે બનાવવામાં આવેલા સ્ટેજ નો હિસ્સો આજે ભારે પવનના કારણે રાત્રિના સમયે એકાએક ધરાશાઇ થયો હતો. જેને લઈને ભારે અફડાટફાડીનો માહોલ સર્જાયો હતો.
વધુ વિગત મુજબ પ્રદર્શન મેદાનમાં રજૂ થનાર જામનગરની ઐતિહાસીક ઝલક દેખાડતા રાસ ગરબા અને નાટકની રાત્રે આઠ વાગ્યા બાદ 50 થી વધુ કલાકારોએ પ્રેકટીસ ચાલુ કરી હતી ત્યાર રાત્રે 9.30 વાગ્યે ધડાકાભેર સ્ટેજ તુટી પડયું હતુ અને સ્ટેજની ઉપર લોખંડની ફ્રેમ વાળી કમાન કલાકારો પર પડતા ત્રણ કલાકારોને માથામાં અને એક કલાકારને ઘુંટણમાં ઈજા થઈ હતી. ત્રણેય કલાકારોને 108 મારફતે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા નિવાસી નાયબ કલેકટર બી.એન. ખેરની સુચનાથી પ્રાંત અધિકારી ડી.ડી. શાહ ગુરૂ ગોવિંદસિંહ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.
જાણવા મળતી વિગત મુજબ બે કલાકારોને માથામાં વધુ ગંભીર ઈજા અને એક કલાકારને ગોઠણમાં ગંભીર ઈજા થઈ હતી આ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડા તથા અન્ય ઉચ્ચ અધિકારીઓનોકાફલો દોડી આવ્યોહતો.સમગ્ર વિસ્તારને પોલીસે કોર્ડન કરી સ્ટેજની મરામતની કામગીરી હાથ ધરાઈ હતી.