રાજકોટની બીટી સવાણી કીડની હોસ્પિટલના રીસેપ્શન સ્ટાફે માં અમૃતમ કાર્ડના લાભાર્થી ગરીબ પરિવારને ઉડાઉ જવાબ આપી ઘેર તગડી મૂકયાનું બહાર આવ્યું છે.
ભરતભાઈ વાલાણી નામના મોટી લાખાવાડ તા.વીંછિયા એ મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી, વડાપ્રધાનને કરેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ તેમની દીકરી વિરાલી ઉં. વર્ષ.3ને કિડનીમાં 10 એમ. એમની પથરી છે. તેનું ઓપરેશન કરવા માટે ડો. જિતેન્દ્ર અમલાણીને બી. ટી.સવાણી હોસ્પિટલ, રાજકોટમાં દાખલ કરીને બુધવારે ઓપરેશન કરી નાખશું તેવું લેખિત કાગળ ફાઇલમાં આપેલ દીકરી વિરાલીને કિડનીમાં પથરીનું ઓપરેશન માટે બી.ટી.સવાણી હોસ્પિટલ, સવારે 9:30 કલાકે દાખલ થવા માટે કેસ કઢાવેલ પછી માં અમૃતમ કાર્ડમાં આ ઓપરેશન કરવાનું છે.
તેમ કહેતા બી. ટી.સવાણી હોસ્પિટલ રાજકોટના રિશેપસનની બારીએ કહેવાંમાં આવેલ કે રોકડા રૂપિયે ઓપરેશન કરાવવાનું હોય તો આજે જ ઓપરેશન કરી આપીએ અને કાલે રજા આપી દઈએ કુલ બે દિવસ થાય અને માં અમૃતમ કાર્ડમાં આ ઓપરેશન કરવાનું હોય તો એક મહિના પછી તા.19/07ના રોજ દાખલ થવાનું અને 8 દિવસ રોકાણ કરવાનું રહેશે. ગુજરાતની ભાજપ સરકાર દ્વારા ગરીબોના બેલી તરીકે અને મારા ગુજરાતનાં એક પણ ગરીબ લોકો પૈસા વગર હેરાન ન થાય તે માટે માં અમૃતમ કાર્ડ યોજના કરવામાં આવેલ છે. પરંતુ બી. ટી.સવાણી હોસ્પિટલ રાજકોટ દ્વારા ગરીબોને મદદ કરવાના બદલે કીડનીમાં 10 એમ. એમની પથરી જોખમી હોય અને નાનું બાળક દુખાવો સહન ન કરી શકે તેવો દુખાવો હોવા છતાં 30 દિવસનું વેઇટિંગમાં નામ લખીને ઘરે તગડી મુકેલ છે.
આ બાબતે માં અમૃતમ કાર્ડ યોજના ગુજરાત સરકાર દ્વારા ઇમરજન્સીમાં ગરીબ લોકો ઉપયોગ કરીને સારવાર લઈ શકે તે માટે આ યોજના છે. પરંતુ બી. ટી.સવાણી હોસ્પિટલ રાજકોટની જો હુકમીના કારણે 3 વર્ષની દીકરીને દુખાવો સહન ન થતો હોવા છતાં બી. ટી.સવાણી હોસ્પિટલ રાજકોટ દ્વારા ઓપેરેશન કરવામાં આવેલ નથી અને હોસ્પિટલ દ્વારા હડધૂત કરીને દીકરીને ઘરે લાવવાનો વારો આવેલ છે. એક માસની અંદર કિડની ફેલ થશે અથવા દીકરીને કઇ થશે તેની તમામ જવાબદારી બી. ટી.સવાણી હોસ્પિટલની રહેશે. માં અમૃતમ કાર્ડ યોજનામાં હોસ્પિટલો દ્વારા ઘણા ગરીબ લોકો હેરાન થતાં હશે તો આ બાબતે યોગ્ય કરવા ભરતભાઈ વાલાણીએ રજૂઆત કરી છે.