કોરોનાના કહેરના પગલે રાજ્યના 36 શહેરોમાં મીની લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. પરંતુ હવે બીજી લહેર શાંત થઈ ગઈ હોવા છતાં સરકાર તબક્કાવાર રાહત આપતી જાય છે. જેમાં સરકારે 18 શહેરોને નાઈટ કરફયુમાં 1 કલાકની છુટછાટ આપવાનો નિર્ણય કર્યો છે. જેથી હવે એસટી નિગમને પણ ફાયદો થશે કેમ કે હવેથી એસટી બસોમાં 75 ટકા મુસાફરોને બેસાડવાની છુટ મળી છે. જેથી એસટીના રૂટો પણ વધશે અને દૈનિક આવકમાં વધારો થશે.
આ અંગે રાજકોટ એસટી ડેપોના મેનેજર નિશાંત વરમોરાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હવે 8 મહાપાલિકા સહિત 18 શહેરોમાં કરફયુનો સમય 1 કલાક ઘટાડ્યો જેના કારણે હવેથી એસટી બસમાં પણ 75 ટકા કેપેસીટી સાથે એસટી બસમા મુસાફરો સફર કરી શકશે. કોરોનાની બીજી લહેરમાં એસટી વિભાગને મોટો ફટકો પડ્યો છે. સરકારના આ નિર્ણયથી એસટી વિભાગ આર્થિક ફટકાથી ઉભી થઈ શકશે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, એસટી બસમાં પણ 75 ટકા કેપેસીટી સાથે મુસાફરી શકય બનતા એસટીના બંધ રૂટ વધારવામાં આવશે તેમજ આ રૂટ વધવાની સાથે એસટીની દૈનિક આવકમાં લાખોનો વધારો થશે.