ઓનલાઈન શોપીંગની સ્વીકૃતિ બુલેટ ગતિએ વધતા પારંપરિક ધંધો હાંફી ગયો: બજારોએ ચમક ગુમાવી
જાને કહાં ગયે વો દિન…
એક સમયે રીટેલ માર્કેટની ભારે બોલબાલા હતી. તહેવારો આવતા બજારોમાં રીટેલ વેપાર કરતી દુકાનો પર ગ્રાહકોની ભીડ ઉમટી પડતી હતી. આ ગ્રાહકો ચીજવસ્તુ ખરીદવા પડાપડી કરતા જોવા મળતા હતા પરંતુ આધુનિક ટેકનોલોજીના આ યુગમાં ગ્રાહકોની ખરીદી કરવાની ટેવ બદલાઈ છે.
હવે દરેક મોબાઈલમાં ઈન્ટરનેટ આવી જતા ઓનલાઈન શોપીંગ કરવાનો ક્રેઝ વધવા લાગ્યો છે. તેમાં પણ ઓનલાઈન શોપીંગ કંપની દ્વારા સમયાંતરે આકર્ષક ઓફરો આપવામાં આવતી હોય ગ્રાહકો બજારોમાંથી રીટેલ ખરીદી કરવાના બદલે ઓનલાઈન શોપીંગ કરવા તરફ વઘ્યા છે.અબતક સાથેની વાતચીત દરમિયાન ગોપાલ બ્રધર્સના ગોવિંદભાઈ લાલવાણીએ જણાવ્યું કે, અત્યારે ઓનલાઈન માર્કેટ અને રીટેલ માર્કેટ વચ્ચે કોમ્પીટીશન બહુ જ છે. ધંધામાં બહુ માર પડે છે. અત્યારે ૮૦ ટકા ગ્રાહક ત્યાં પહોંચી ગયા છે અને ૮૦ ટકા મોલમાં પહોંચી ગયા છે.
ભવિષ્યમાં વેપારીઓનો ક્રેઝ ઓછો થતો જાય છે અને અત્યારે અમે નવરાશ વધુ અનુભવીએ છીએ. અત્યારે અમારી રીટેઈલ માર્કેટની ખરાબ પોઝીશન છે અને ગ્રાહક હવે કમ્પેર કરતા શિખી ગયા છે. ધરાકને એવું લાગે કે વેપારીનો આટલો માર્જીન છે પરંતુ ખરેખર તેટલું માર્જીન હોતુ નથી. ગ્રાહકોને ઓનલાઈન દ્વારા વધુ અનુકુળ આવે છે. કારણકે ત્યાં ઓછી કિંમતે મળે, ઘરે બેઠા મળી જાય છે તેથી ગ્રાહકોને તે વધુ અનુકુળ આવે છે વેપારીઓ આનાથી બહુ નારાજ છે.
અબતક સાથેની વાતચીત દરમ્યાન ગ્રાહક વત્સલ મજેઠીયાએ જણાવ્યું કે, હું વસ્તુની ખરીદી કરવા આવ્યો છું અને જો વાત કરીએ તો ઓનલાઈન પ્રોડકટમાં અમુક ટકા વિશ્વાસ ના આવે. જો વેપારીઓ પાસેથી કોઈપણ વસ્તુની ખરીદી કરીએ અને કદાચ કાંઈ ફોલ્ટ નીકળે તો વેપારી જવાબ આપે.
ઓનલાઈનવાળા જવાબ ન આપે હું ઓનલાઈન શોપીંગ કરતા રિટેઈલ શોપીંગમાં વધુ માનું છું. વધુમાં જણાવ્યું કે વસ્તુ મોલમાંથી લઈ કે રિટેઈલ પાસેથી લઈ તે ડિપેન્ડ કે તમારા સંબંધ કેવા છે મોલમાં તો તમે ગયા છો અને તમે લ્યો છો. રિટેઈલર પાસે તો તમે રેગ્યુલર લ્યો છો. રિટેઈલર તો જુના ૬૦ વર્ષથી છે ત્યાં જ ખરીદી કરીએ છીએ અને હું ઓનલાઈન શોપીંગ કરતા રિટેઈલ શોપીંગને વધુ પ્રાધાન્ય આપું છું.અબતક સાથેની વાતચીત દરમિયાન ચાવડા કેપ માર્ટના ભાવેશભાઈ ચાવડાએ જણાવ્યું કે, અમને છેલ્લા ઘણા વર્ષથી આ ધંધા સાથે સંકળાયેલા છીએ. હું ચોથી પેઢીએ આ ધંધો કરુ છું તેમાં ટ્રાવેલ બેગ, સ્કુલ બેગ, સમર કેપ વગેરે વસ્તુઓ વેચું છે. ઓનલાઈન શોપીંગમાં કસ્ટમરને વાસ્તવિક વસ્તુ જોવા મળતી નથી.
માત્ર કસ્ટમર છે તે ફોટા જોઈને ઓર્ડર કરતા હોય છે. ધારો કે તમે કોઈ સ્કુલ બેગ લઈ લો તો તેની અંદરનું ઈનટરનલ મટીરીયલ શું છે તે લોકો એકસ્પલેઈન કરી શકશે. ધારો કે તેનું નામ આપશે તો ગ્રાહકને શું ખબર પડે કે આને આ કહેવાય. જયાં સુધી કોઈ વ્યકિતને દરેક વસ્તુ હાથમાં લઈ અને જોવે નહીં ત્યાં સુધી તેનો ખ્યાલ નથી આવવાનો એટલે અમારો વ્યકિતગત એવો અભિપ્રાય છે કે ગ્રાહક પોતે કોઈપણ દુકાન પર જાય અને જે-તે વસ્તુની અલગ-અલગ ચોઈસીસ અલગ-અલગ મટીરીયલ મળે તેને અલગ-અલગ કોમ્બીનેશન મળે આવી દરેક બાબતથી ગ્રાહક અજાણ હોય છે
તે માત્ર ફોટો જોઈને ખરીદી કરતો હોય છે અમે લોકોને અપીલ કરીએ છીએ તમે રુટીન કસ્ટમર સાથે અટેચ થાવ. તેનો એક મોટામાં મોટો ફાયદો એ છે કે તમારા બાળકો તમારી સાથે ખરીદી કરવા આવે તેને લોકો સાથેનો પરિચય થાય. વેપારી સાથે કેમ વાત કરવી વેપારીઓને અનુભવ થાય.
છોકરાઓની શું ડિમાન્ડ છે તે પ્રમાણે મેન્યુફેકચરરને ગાઈડ કરે પછી તે વસ્તુ બનાવે અને તે પ્રમાણે લોકોની જરૂરીયાતો પુરી થાય. ઓનલાઈન અને રીટેઈલ માર્કેટની સરખામણીની વાત કરીએ તો જે લોકો સમજુ છે તે તો હંમેશા રુટીન આવીને જ ખરીદી કરવાના છે જે હાયર બ્રાન્ડેડ વસ્તુ છે. ધારો કે મોબાઈલ તો તેની અંદર ફિચર્સ કનફોર્મ છે. કેટલા આટલા ફિચર આવે તો તે ખરીદી કદાચ કરે છે
તો તેનો કશો વાંધો નથી બાકી અમને લગતી જે લાઈનની ખરીદી છે તેની અંદર કસ્ટમરને ફરજીયાત માર્કેટમાં આવવાનું જ છે બાકી જે ઓનલાઈન ખરીદી કરે છે તે માત્ર લુક આઉટથી જ ગ્રાહક છેતરાતું હોય છે. આ વાસ્તવિકતા છે અને રેટની સરખામણી જયારે માર્કેટમાં આવે ત્યારે જ તેને મળે છે. બાકી માત્ર દેખાવથી જ ખરીદી થતી હોય છે તેની અંદર કવોલીટીમાં ઘણી બધી બાંધછોડ હોય છે તે વાસ્તવિકતા છે
ઘણા કસ્ટમર અમારી પાસે આવે છે. ફોટા લઈને અમારે આવું જોઈએ છે અને તેની નજીકનું બતાવીએ છીએ અને વસ્તુ વચ્ચેનો ફરક સમજાવી છીએ. ત્યારપછી તેમને મગજમાં ઉતરી જાય છે અને કસ્ટમર આવે છે અને રુટીન ખરીદી કરે છે. ગ્રાહકના ફલોની વાત કરીએ તો અમારો ધંધો સીઝનલ છે. તેથી ગ્રાહકો રૂબરૂ આવે છે. સાઈઝ સરખામણી કરે, કવોલીટી કમપેર કરે, રિટેઈલમાં અમારી જે વસ્તુ છે તેની અંદર રુટીન છે પરંતુ ફરક પડે છે
તે વાસ્તવિકતા છે. કારણકે દરેક વ્યકિતને કાંઈક નવું જોઈએ છીએ તે પણ હકિકત છે તે નવા માટેની દોડમાં હોય છે પરંતુ જયારે એકવાર છેતરાય જાય ત્યારે તેને ખ્યાલ આવે છે કે આપણે જે રિટેઈલમાં લઈએ છીએ.રૂબરૂ જઈએ છીએ તેનો આનંદ અલગ જ છે.
હાલ પરિસ્થિતિની વાત કરીએ તો ઓનલાઈનને કારણે ધકકો છે પરંતુ અમારા ધંધામાં તે નથી. બ્રાન્ડેડની ફસ્ટ કોપી છે તેવું કહી કહીને ઓનલાઈન વેચાતું હોય છે. ઘણી વખત એવું બનતું હોય છે ઓનલાઈન વાળા જે સેલ આઉટ આવે તે લોકો રિપ્લેશ નથી આવતા હોતા આવી ગયેલું ભોગવવું પડતું હોય છે પડી તે ફરજીયાત લેવુ પડે તેવું હોય છે.અબતક સાથેની વાતચીત દરમિયાન કે માર્ટ પરાબજાર રાજકોટના કિશોર ગુરવાણીએ જણાવ્યું કે ઓનલાઈન શોપીંગનો ક્રેઝ વધતો જાય છે. પરંતુ તેનાથી અમને બહુ અસર પડતી નથી ઓનલાઈન આવે કે મોટામોલ આવે પણ થોડોક ગવર્મેન્ટની સ્મૂથ પોલીસી છે.
અમા જનરલ ટ્રેડ માર્ક કહેવાય. ઓનલાઈન તે મોર્ડન ટ્રેડમાર્ક કહેવાય તેમાં અમને થોડોક અંતર દેખાય છે કે તે લોકો પૈસા બહારથી લઈ આવે શેર બજાર ગમેતે રીતે અને અમે જે નાના વેપારીઓ હોય માર્કેટમાં તે પોતાના પૈસે મહેનત કરીને બધા મજા કરતા હોય. તેથી થોડીક અસર દેખાય છે. પણ આગળ જતા આપણી પબ્લીક એટલુ બધુ તેને સ્વીકારશે નહી વધુમાં જણાવ્યું કે હાલની પરિસ્થિતિની વાત કરીએ તો જે લોકો એક નંબરનું કામ કરવું છે. મારા હિસાબે તેને એટલો બધો અંતર નથી
અત્યારે માર્કેટમાં ટકકર આપવામાટે બેઠા હોય ત્યારે અમે કોઈપણ પ્રોડકટ વેચતા હોય પરંતુ ઓનલાઈન સસ્તુ કેમ વેચે અમે એડવાન્સ પેમેન્ટથી માલ લઈએ આર.ટી.જી.એસ. એડવાન્સ કરી અને તે લોકો ૪૦-૪૦ દિવસે કંપનીને પેમેન્ટ આપે છે.
તો પણ તે લોકો અમારાથી ટકકર કેમ લઈ શકે. અને અમે ન લઈ શકે એટલે તે ગવર્મેન્ટની પોલીસી સમજી અથવા તેમની પાસે પબ્લીકનો પૈસોગ્રાહકના ફલોની વાત કરીએ તો ૫ થી ૭%નો ફરક પડે છે. વધુમાં વધુ કે બે ચાર વર્ષ પછી કદાચ વોલ્માર્ટ આવશે. તો આજે જે કંપનીઓ છે તો અમે તેમ સમજી છીએ કે વોલ્માર્ટ તેને ટેકઓવર કરશે.
અબતક સાથેની વાતચીત દરમિયાન ભારત હોઝીયરી માર્ટના કિશોરભાઈ પંચમતીયા એ જણાવ્યું કે ૪૫ વર્ષથી આ ધંધા સાથે સંકળાયેલા છીએ ઓનલાઈન શોપીંગ વધી ગયું છે. તેથી રિટેઈલ માર્કેટમાં ઘણો બધો ફેરફાર થાય છે. તેને કારણે અમારા વેપારમા થોડીક ઈફેકટ પડે છે.
ગ્રાહકોની વાત કરીએ તો પહેલાની સરખામણીમાં અત્યારે સાવ ઓછો થઈ ગયો છે. ઘરાકી સાવ ઓછી છે જી.એસ.ટી. આવ્યાબાદ રિટેઈલ માર્કેટની હાલની પરિસ્થિતિ સારી નથી બહુ જ મંદી કહેવાય. ગ્રાહકો ઓનલાઈનશોપીંગની વધુ ડિમાન્ડ કરે એટલે વેપારમાં ઓનલાઈન શોપીંગને કારણે ઈફેકટ તો આવે જ છે. અત્યારે રીટેઈલ માર્કેટમાં ૨૫ થી ૩૦%નો ઘટાડો વેપારમાં થયો છે.અબતક સાથેની વાતચીત દરમિયાન એવન પેન સેન્ટરના નરેન્દ્રભાઈ વાઢેરએ જણાવ્યું કે હું છેલ્લા ૬૩ વર્ષથી સ્પ્રે. પરફયુમ, ગોગ્લસ વગેરેનો ધંધો કરીએ છીએ ઓનલાઈન શોપીંગ વધતા ધંધો નબળો પડી ગયો સિઝન સમયે ઘરાકી ઓછી હોય છે.
જેવી ધારીએ તેવી ધરાકી નથી હોતી જેટલો માલનો સ્ટોક કર્યો હોય તે પ્રમાણે ઘરાકી આવતી નથી ગ્રાહકોને અત્યારે બે ભાવની પ્રથા પડી ગઈ હોવાથી તેમાં અમારે ભાવ રીઝનેબલ રાખવા પડે છે. વધુમાં જણાવ્યું કે અત્યારે ઓનલાઈન શોપીંગ લોકો વધુ કરવા માંડયા છે.અબતક સાથેની વાતચીત દરમિયાન અંબિકા કલ્યાણી કોર્પોરેશનના પ્રનંદ કલ્યાણીએ જણાવ્યું કે ધર્મેન્દ્ર રોડ પર મારી પેટી છેલ્લા ૫૨ વર્ષથી છે. ઓનલાઈન શોપીંગની વાત કરીએ ઓલઓવર તો હું કલોથ ડિલર છું કલોથ ડિલરમાં હજી એટલી ઈમ્પેકટ નથી આવી ઓનલાઈનની કલોથ મર્ચન્ટમાં બાકી બધા સર્કમટન્સને હિસાબે ધંધો ૫૦% ડાઉન થઈ ગયો છે.
છેલ્લા ૨ વર્ષથી ઓનલાઈનની ઓલઓવર વાત કરીએ તો તે લોકો હાવી થઈ ગયા છે. હિન્દુસ્તાનની માર્કેટ પર અને હિન્દુસ્તાનના રિટેઈલરોની હાલત બહુ ખરાબ છે. જે બિઝનેશમેનએ વર્ષો સુધી સરકારને ટેકસ આપ્યો છે તે લોકોની સેફટીનું સરકારે વિચારવું જોઈએ તેવું મારું માનવું છે. અને હંમેશા કોઈપણ દેશની ઈકોનોમી ટ્રેડર્સ અને સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝ ઉપર ડિપેન્ડ હોય તો ટ્રેડર્સનું ખાસ ધ્યાન રાખવું જોઈએ ઓનલાઈન ફોડ ઘણા બધા સ્કેમ, પ્રોડકટ બદલાવી નાખવી આ બધા પ્રોબ્લેમસ એવા છે છતાં લોકોને કેમ એટલો ક્રેઝ છે તે નથી સમજાતું જે કસ્ટમરને શોપીંગ એટમોસ ફિયર છે. ફેમીલી ટચ છે. તે રિટેઈલર જ આપી શકે.
ઓનલાઈન ન આપી શકે તેવું મારૂ માનવું છે.કાંઈ પણ ગેરેન્ટી હોય ચેઈન્જ કરવું હોય. વગેરે રીટેઈલર જ આપી શકે. ઓનલાઈનમાં કોઈ જવાબ ન આપતું છતા અત્યારે ઓનલાઈનનો ક્રેઝ છે અને મોર ધેન ૫૦% બિઝનેશ કોઈ પણ ટ્રેડ હોય અત્યારે ડાઉન છે. સરકારે આમાં કાંઈક કરવું જોઈએ તેવું મારૂ માનવું છે વધુમાં કહ્યું કે રિટેઈલરને પર્ચેસ માં એક લીમીટ આવી જાય છે.
અને રિટેઈલર આખી ચેનલ થ્રુ જ પર્ચેસ કરતો હોય હવે ઓનલાઈનમાં મલ્ટીનેશનલ બધી બ્રાન્ડ આવી ગઈ છે. તેનો પર્ચેસીંગ પાવર યુઝ હોય છે. અને તે ડાયરેકટર કંપની સાથે ડીલ કરે છે. પછી જે પ્રોડકટ હોય આવડો મોટો બલ્કમાં ઓર્ડર આપતો હોય તોતે ગમેતે લેવલે બાર્ગેનીંગ કરવા તૈયાર થઈ જતી હોય છે. એજે ડિફરન્ટ ઓનલાઈન શોપીંગ અને રિટેલરોમાં રહે છે.
મારા હિસાબે છેલ્લા બે વર્ષમાં જે કાં, પણ બદલાવ આવ્યા તેને કારણે રિટેઈલ માર્કેટ ખતમ થઈ ગયું છે. ઓલ મોસ્ટ વધુમાં જણાવ્યું કે અમે અમારા ધંધાને બચાવવા તનતોડ મહેનત દરેક કરતા હોય છીએ પણ જયાં સુધી વાતાવરણ સુધરે નહી એક આખુ સકર્યુલેશન હોય ઈકોનોમીનું એગ્રીકલ્ચરથી ચાલુ કરી તે પૈસા છેક રિટેઈલર સુધી જાય આખી સાયકલ ફરે તો જ તેમાં ગ્રોથ આવે અત્યારે તે ચેન જ તૂટી ગઈ છે. અમે અમારો પ્રોફીટ ઘટાડી ગ્રાહકોને હોમવી એપ્મોસ્યફીવર આપીએ સારી પ્રોડકટ આપીએ આવી બધી કોશીષ અમે કરતા હોય છીએ.અબતક સાથેની વાતચીત દરમિયાન પતિરા બ્રધર્સ અતુલભાઈ પતિરાએ જણાવ્યું કે ઓનલાઈન શોપીંગ કરિયાણાવાળાને અસર નથી કરતુ જયારે મોલની અંદર વેચાતી વસ્તુને કારણે થોડીક અસર છે તે કંપનીનાં પેકેટના હિસાબે ગ્રોસરીની હિસાબે અસર ઓછી થાય છે. અત્યારે ઓનલાઈન શોપીંગ થાય છે. ત્યારે અત્યારે રિટેઈલ માર્કેટમાં તેટલી ખાસ અસર નથી અત્યારે ઘરાકીમાં થોડોક એટલે ૩૦% જેટલો ઓછો છે.