કેન્સરના ક્ષતિગ્રસ્ત કોષોથી બનતી ગાંઠ વધુ ન ફેલાય તેવો ઈલાજ આવનાર દિવસોમાં થશે હાથ વગો
કેન્સર એટલે ‘કેન્સલ’ ?, આધુનિક વિશ્ર્વમાં માનવજાત માટે સૌથી મોટા ખતરા તરીકે ફેલાયેલા કેન્સરના વ્યાપ પાછળ કુદરતને કોષવાના બદલે માનવ જીવનશૈલી અને વ્યસનોથી ફેલાતી આ બિમારી અત્યારે અસાધ્ય બિમારીઓમાં ગણના થઈ રહી છે. કોઈપણ વ્યક્તિને કેન્સર ડિટેકટ થાય એટલે નિશ્ર્ચિત મૃત્યુના ભયથી જ બિમારનું અર્ધુ આત્મબળ ખલાસ થઈ જાય છે. જો કે, પ્રારંભીક તબક્કાના કેન્સરનો સમયસર ઈલાજ શરૂ થઈ જાય તો કેન્સરના કુલ પ્રકારમાં 90 ટકાથી ઉપરના કેન્સર હવે મટી શકે છે. કેન્સર એટલે કેન્સલની લાગણી હવે ઓસરી છે પરંતુ હજુ કેન્સરને લાઈલાજ રોગ તરીકે જોવામાં આવે છે ત્યારે સતત સંશોધન કરતું તબીબી વિજ્ઞાનને કેન્સરને અટકાવવાની દિશામાં એક મહત્વની સફળતા મળી છે.
ઉંદર પર ચાલી રહેલા કેન્સરના કોષના ફેલાવાના અભ્યાસમાં રશિયાની કાન્ઝાવા યુનિવર્સિટીના સંશોધનમાં કેન્સરના કોષો કેવી રીતે ફેલાય છે તેનું કારણ હાથ લાગ્યું છે. આ દિશામાં આગળ ધપનારા સંશોધનમાં હવે કેન્સરને કદાચ આગળ વધતું અટકાવી શકાશે. ટ્યુમરના કોષો પર કરવામાં આવેલા સંશોધનમાં જીનેટીક મિશ્રણ અંગે થયેલા સંશોધનમાં વૈજ્ઞાનિકોને ક્ષતિગ્રસ્ત કોષનો ફેલાવો કેવી રીતે થાય છે અને એકમાંથી ક્ષતિગ્રસ્ત કોષોનું વિભાજન પોલીકલોનલ મેટાસ્ટેસીસની પ્રક્રિયા વૈજ્ઞાનિકોને નજરે આવી છે.
વૈજ્ઞાનિકોએ ઉંદર પર કરેલા સંશોધનમાં બિન ચેપ (ક્ષતિ) ગ્રસ્ત કોષનું કોષ વિભાજન કેન્સરગ્રસ્ત કોષ કરતા અલગ રીતે થાય છે. વૈજ્ઞાનિકોએ માસાનોબુ ઓસીમાની રીસર્ચ ટીમ દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં ઉંદરો ઉપર કરવામાં આવેલા પ્રયોગોમાં ક્ષતિગ્રસ્ત કેન્સરના અલગ અલગ વર્ગના કોષોનું અવલોકન કરવામાં આવ્યું હતું. તેમાં ક્ષતિગ્રસ્ત કોષોના કોષ વિભાજન માટે બે પ્રકારના સંયોજનો ધ્યાને આવ્યા હતા. જેને અલગ અલગ નામ આપીને તેની આખી પ્રક્રિયાની નોંધ લેવામાં આવતા બે પ્રકારના વર્ગમાં પ્રથમ એકે અને બીજુ એપી વર્ગના કોષોને અલગ અલગ તારવીને તેને લોહીમાં મિશ્રણ કરવામાં આવ્યા બાદ બન્નેના મિશ્રણમાં કેવી રીતે વિભાજીત પ્રક્રિયા થાય છે તેનું તારણ વૈજ્ઞાનિકોને મળ્યું છે. વૈજ્ઞાનિકોને આ સંશોધનમાં લીવરમાં પ્રસ્થાપિત કરેલા કેન્સરના કોષો 14 દિવસમાં સામૂહિક રીતે વિભાજીત થઈને એક ક્ષતિગ્રસ્ત રંગસુત્રના રૂપમાં સર્જન થયું હતું. અત્યાર સુધી કેન્સરગ્રસ્ત કોષોનો ફેલાવો અને કોષ વિભાજન કઈ રીતે થાય છે તેની ચોક્કસ પ્રક્રિયા વૈજ્ઞાનિકોને મળી ન હતી. હવે સંશોધનમાં કેન્સરગ્રસ્ત કોષોના સામૂહિક વિભાજનથી ‘ફાઈબ્રોટીક નાઈક’નું સંયોજન મળી આવ્યું છે. વૈજ્ઞાનિકોને આશા છે કે, કેન્સરના કોષોથી બનતી ફાઈડ્રોટીક નાઈક એટલે કે ગાંઠની સંરચના આગળ ન વધે તે માટે વૈજ્ઞાનિકોને આવતા દિવસોમાં સફળતા મળશે. અત્યાર સુધી કેન્સર એટલે કેન્સલની અવિરભાવના આગામી દિવસોમાં બદલશે. કેન્સર થઈ જાય પછી તેનો ફેલાવો ન થાય અને સ્થિતિ યથાવત રહે તેવી શોધ કેન્સરથી થતાં મૃત્યુને નિવારી શકશે.