લીવ ઇન રીલેશનશિપએ આધુનિક યુગનો નવો ટ્રેન્ડ છે. પરંતુ ભારત જેવા દેશમાં જ્યાં પરંપરા અને સંસ્કૃતિનું મુલ્ય વધુ રહ્યુ છે. ત્યાં આ લીવ ઇન રીલેશનશિપનો કોન્સેપ્ટ હજુ એટલો પ્રચલિત નથી થયો. ત્યારે ભારતનાં રાજસ્થાનમાં એક એવું રંગીન મીજાજી ગામ આવેલું છે. જ્યાં લીવ ઇન રીલેશનશિપએ દૂષણ નથી પરંતુ વર્ષો પુરાણી પરંપરા છે તો આવો વિશેષ જાણીએ એ ગામની આ અત્યાધુનિક પરંપરા વિશે….!!
રાજસ્થાનના ઉદેપુરનું એક ગામ છે જ્યાં ગરાસિયા જનજાતીની આ પ્રથા છે જ્યાં વર્ષોથી લીવ ઇન રીલેશનશિપ દ્વારા યુવક યુવતીઓ પોતાનાં પસંદગીના પાત્ર સાથે જીવન વીતાવી રહ્યા છે. અને એવું પણ છે કે આપણા પુરુષ પ્રધાન સમાજની સરખામણીએ આ ગામની સ્ત્રીઓ વધુ ઉચ્ચ દરજ્જો આપવામાં આવ્યો છે જ્યાં લગ્નનો પૂરો ખર્ચ છોકરીવાળા કરે છે. જે સામાન્ય રીવાજ કરતા જરા ઉંધુ છે અને બંને પાત્રને પોત પોતાના જીવન સાથી પસંદ કરવાની સંપૂર્ણપણે છૂટ હોય છે અને લગ્ન ત્યારે જ થાય છે. જ્યારે છોકરીની ઇચ્છા હોય છે તે પહેલાં બંને પાત્રો એકબીજા સાથે સંપૂર્ણ આઝાદીથી લીવ ઇન રીલેશનશિપમાં રહી શકે છે. અને જો તે દરમિયાન છોકરીને સામેના પાત્ર માટે જરા પણ અણગમો થાય તો તો તેને છોડી પણ શકે છે.
બહુલ ગામની ગરાસિયા જાતીની આ પ્રથામાં બે દિવસની દાવા પ્રથા ચાલે છે. જેમાં યુવક અને યુવતી પોતાનાં પસંદગીના પાત્રોને પસંદ કરે છે અને તે પણ છૂટ હોય છે એ યુગલ પોતે લગ્ન ક્યારે કરશે તે જાતે જ નક્કી કરે છે. આ પ્રથામાં ઇમાનદારી અને વફાદારીથી સંબંધો નિભાવવામાં આવે છે. તદ ઉપરાંત વગર લગ્ને રહેતાં યુગલોમાં જો સંતાનો ન થતા હોય તો પણ સંબંધ ત્યાં જ પુરા કરી શકે છે.
આ લીવઇન રીલેશનશિપની પ્રથાનાં ફાયદા પણ છે જેમ કે બંને પાત્રને જીવનસાથી પસંદ કરવાનો એક સમાન અધિકાર હોય છે. સંબંધોમાં કોઇ પણ પ્રકારની બળ જબરી નથી હોતી. લગ્ન પહેલાં જ જીવનસાથીને સમજ્યાનો મોકો મળે છે. તેમજ યુવતીના પરિવારને રુપિયા ખર્ચવાની ચિંતા રહેતી નથી. અને છતા પણ આ પરં૫રાથી આખુ ગામ શાંતિથી અને સુખીથી જીવી રહ્યું છે. ગરાસિયા સમાજની આ પ્રથા ખરેખર એક ઉદાહરણ પુરુ પાડે છે કે જો સાચે જ સાચા સંબંધો બાંધવા હોય તો બંને પાત્રોને એક બીજાને સમજવાનો યોગ્ય સમય આપવો જોઇએ અને કંઇ પણ પ્રશ્ન હોય તો બંનેને એકબીજાથી છૂટા થવામાં પણ કંઇ મુશ્કેલી નડતી નથી.