આપદા વ્યવસ્થાપન બેઠકમાં ગૃહમંત્રી અમીત શાહની હાજરી
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી, અમિત શાહે આજે કેવડિયા, ગુજરાત ખાતે “આપદા વ્યવસ્થાપન” પર સંસદીય સલાહકાર સમિતિની બેઠકની અધ્યક્ષતા કરીપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળની વર્તમાન સરકારે આપત્તિ વ્યવસ્થાપન પ્રત્યે સર્વગ્રાહી અભિગમ અપનાવ્યો છે, તેને રાહત-કેન્દ્રિત, વહેલી ચેતવણી-કેન્દ્રિત, સક્રિય અને પ્રારંભિક તૈયારી-આધારિત બનાવી છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા છેલ્લા આઠ વર્ષમાં આપત્તિ વ્યવસ્થાપન માટેની બજેટની જોગવાઈમાં 122 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, જે આપત્તિ વ્યવસ્થાપન પ્રત્યેની પ્રાથમિકતા દર્શાવે છેકેન્દ્રીય ગૃહ મંત્રાલય, NDMA અને NDRF સાથે મળીને, કુદરતી આફતો દરમિયાન લોજિસ્ટિક્સ અને નાણાકીય સહાય પૂરી પાડીને અને પ્રતિભાવ અને રાહત પગલાંનું સંકલન કરીને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મદદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છેગૃહમંત્રીએ કહ્યું કે આપદા મિત્ર યોજનામાં જનભાગીદારીની ભાવના ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે જ્યાં સુધી લોકો તેમાં જોડાય નહીં ત્યાં સુધી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું કામ તળિયે પહોંચતું નથીકેન્દ્રીય ગૃહ મંત્રીએ સમિતિના સભ્યોને આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ-2005માં વિગતવાર સુધારા માટે તેમના સૂચનો આપવા વિનંતી કરી હતી.
ડિઝાસ્ટર મેનેજમેન્ટના ક્ષેત્રમાં ભારત વિશ્વમાં મોખરે છે અને 2047માં આઝાદીના સો વર્ષ પૂરા થવાથી ભારત આ ક્ષેત્રમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત કરશે, આ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય, NDMA અને NDRF પૂરા પ્રયાસો કરી રહ્યા છે. ગૃહમંત્રીએ કહ્યું કે ભારતમાં આપત્તિ વ્યવસ્થાપનનો ખ્યાલ પ્રાચીન સમયથી અસ્તિત્વમાં છે અને પ્રાચીન સમયમાં શહેરની રચના સમયે તેની કાળજી લેવામાં આવી હતી.
લોકોને કુદરતી આફતોની વહેલી ચેતવણી આપવા માટે જખજ, મોબાઇલ એપ્લિકેશન્સ અને પોર્ટલ જેવી નવીન તકનીકો દ્વારા પ્રારંભિક ચેતવણી પ્રણાલી વિકસાવી’કોમન એલર્ટિંગ પ્રોટોકોલ’ પ્રોજેક્ટ દેશભરમાં લાગુ કરવામાં આવી રહ્યો છે જેથી પ્રારંભિક ચેતવણીના છેલ્લા માઇલ પ્રસારને મજબૂત બનાવવામાં આવેરાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે સૌપ્રથમવાર મિટિગેશન ફંડની રચના કરવામાં આવી છે, 2021-22 થી 2025-26ના સમયગાળા માટે નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન ફંડ માટે 13,693 કરોડ રૂપિયા અને સ્ટેટ ડિઝાસ્ટર મિટિગેશન ફંડ માટે 32,031 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી છે.
NDRFને સમગ્ર દેશમાં મજબૂત, આધુનિક અને વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે, તેને રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સીસ અને સ્થાનિક સમુદાયને આપત્તિ પ્રતિભાવમાં તાલીમ આપવાનું પણ ફરજિયાત કરવામાં આવ્યું છેમોદી સરકાર 8 દરિયાકાંઠાના રાજ્યોમાં નેશનલ સાયક્લોન રિસ્ક મિટિગેશન પ્રોજેક્ટ (NCRMP) ને અમલમાં મૂકી રહી છે જેની કુલ રૂ. 4903 છેસામુદાયિક ક્ષમતા નિર્માણ માટે ’આપદામિત્ર’ કાર્યક્રમ હેઠળ 350 આપત્તિગ્રસ્ત જિલ્લાઓમાં 1,00,000 સમુદાય સ્વયંસેવકોને આપત્તિ પ્રતિભાવ અને સજ્જતા માટે તાલીમ આપવામાં આવી રહી છે કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે રાષ્ટ્રીય સ્તરે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કારની તર્જ પર રાજ્યો પણ આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે પુરસ્કાર આપી શકે છે અને પુરસ્કાર માટે વ્યક્તિઓ અને સંસ્થાઓના નામ માટે સૂચનો પણ મોકલી શકે છે.