બાંગ્લાદેશ ટુર માંથી ભારતે ઘણું શીખવું પડશે : દિગજ ખેલાડીઓ બાંગ્લાદેશ ટેસ્ટમાં વામણા સાબિત થયા !!!
બાંગ્લાદેશ સામે બે ટેસ્ટ મેચ સીરીઝ ના બંને ટેસ્ટ ભારતે જીતે સિરીઝ અંકે કરી છે પરંતુ ખરી વાસ્તવિકતા તો એ છે કે ભારતની જીત જીત ન હતી. ટેસ્ટ ક્રિકેટમાં જે ખેલાડીઓએ પોતાનું ટેમ્પ્લામેન્ટ દેખાડવું જોઈએ તે દેખાડવામાં દિગજ ખેલાડીઓ વામણા સાબિત થયા હતા. ત્યારે બાંગ્લાદેશ સીરીઝ માંથી ભારતીય ટીમમે ઘણું શીખવાનું બાકી છે. ભારત હાલ ટી20 સિરીઝ ઉપર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે પરંતુ જે રીતે ટેસ્ટ ક્રિકેટ રમાવવું જોઈએ તે ન રમાતા ખરા અર્થમાં જે ખેલાડીઓ જે છે તે વામણા સાબિત થઈ રહ્યા છે અને પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન પણ ક્રિકેટમાં દાખવી શકતા નથી.
ભારતીય ટીમના દિગ્ગજ ખેલાડીઓ કે જે સ્પીન સામે રમવામાં માહિર હતા તે પીનમાં જ નબળા સાબિત થયા છે જે ખરા અર્થમાં દુઃખની વાત છે બીજી તરફ ટીમનું જે રીતે ચયન થવું જોઈએ તે પણ થઈ શક્યું ન હતું પ્રથમ ટેસ્ટમાં મેન ઓફ ધ મેચ બનેલા કુલદીપ યાદવના ઓલરાઉન્ડ પરફોર્મન્સ તા તેને બીજા ટેસ્ટ મેચમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું જે અનેક તર્ક વિતર્કો ઉભા કરે છે. ત્યારે આર અશ્વિન અને શ્રેયસ ઐયરે યોગ્ય ટેમ્પ્લામેન્ટ દેખાડી બાંગ્લાદેશ સામે જીત હાંસલ કરી હતી. ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ મેચની સીરીઝ રમવા પૂર્વે ભારતીય ટીમ શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ સામે ટી 20 અને વન-ડે સિરીઝ રમશે ત્યારે ભારતીય ટીમ એ ઘણું શીખવાનું બાકી છે અને યોગ્ય ટીમ ચયન કરવી પણ એટલી જ જરૂરી છે કારણ કે આગામી વર્ષ 2023માં ભારતના આંગણે જ વન-ડે વિશ્વ કપ રમાવા જઈ રહ્યો છે.
બાંગ્લાદેશ સ્ટોરમાં ભારતે ઘણી ભૂલ કરી છે જે આવનારા દિવસોમાં ન થાય તે એટલું જ જરૂરી છે. ક્રિકેટ ઇતિહાસમાં વિરાટ કોહલીનું નામ ખૂબ મોટું છે જે દરેક લોકો જાણે છે પરંતુ મીરપુર ટેસ્ટમાં તે સ્પીન સામે રમવામાં વામણો સાબિત થયો હતો અને 145 રનના લક્ષ્યાંક નો પીછો કરવા ઉતરેલી ટીમ એક સમયે 74 રનના સ્કોર ઉપર સાત મહત્વપૂર્ણ પડી ગઈ હતી. બાંગ્લાદેશના સ્પિનર સાકીબ અલ હસન અને મેહદી હસનની ઘાતક બોલીંગના પગલે ભારતીય ટીમ ના ખેલાડીઓ વામણા સાબિત થયા હતા. જ નહીં ભારતીય ટીમનું ટેસ્ટમાં સુકાની કરી રહેલા કે એલ રાહુલ ખરા અર્થમાં ટેસ્ટ પ્લેયર જ નથી અને જાણે તેના ઉપર લટકતી તલવાર પણ જોવા મળી રહી છે. ભારતે ખરા અર્થમાં ટર્નિંગ વિકેટ ઉપર સારું પ્રદર્શન કરવા માટે તૈયારીઓ કરવી જરૂરી છે. બાંગ્લાદેશ ટુર દરમિયાન ભારતે જે ભૂલો કરી છે તે ઓસ્ટ્રેલિયા સામે ન થાય તેના માટે અત્યારથી જ વર્ક પ્લાન કરવો અત્યંત આવશ્યક સાબિત થયો છે.
આગામી વર્ષે રમાના વન-ડે વિશ્વ કપમાં ભારતીય ટીમ કયા મુદ્દાઓને ધ્યાને ટીમનું ચયન કરશે એ પણ એટલું જ જરૂરી છે કારણ કે ઈસન કિશન દ્વારા જે રીતે મહેનત અને રમત દાખવવામાં આવી છે જોતા વિશ્વ કપમાં તેનું રમવું આવશ્યક બન્યું છે ત્યારે ઓપનાથ રાહુલ રોહિત શર્મા અને શિખર ધવન દ્વારા નવા અને નવોદિત ખેલાડીઓ કે જે પોતાનો ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યા છે તેમના માટે યોગ્ય જગ્યા કરવી એટલી જ આવશ્યક છે.