બહારના ગરમ મસાલા અનેક બીમારીનું ઘર હોય છે: ભારતીય રસોડામાં મસાલાને વિશેષ સ્થાન અપાયું છે: શાકાહારી હોય કે માંસાહારી એક ચપટી મસાલાથી સ્વાદમાં સુગંધ ભળી જાય છે : આપણા રસોડાના ઘણા મસાલાનો ઉપયોગ આયુર્વેદમાં પણ ઔષધી તરીકે થાય છે
કોઈપણ ભોજનનો સ્વાદ મસાલા વગર ફીકો લાગે છે. આજના યુગમાં લોકો હર્બલ તરફ વળ્યા છે, ત્યારે આપણા આયુર્વેદમાં પણ ઘણા મસાલાઓનું ઔષધ તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. પહેલાના જમાનામાં ડોશી વૈદું તરીકે ઓળખાતી ઘણી વાતો અને ઉપયોગ રોગ સામે અકસીર ઈલાજ બનતો હતો. સુવાદાણા, હળદર, અજમો, લવિંગ, કારીજીરી, જેવા ઘણા મસાલા રોગ નિવારણ પણ કરતા હતા. આજની જીવનશૈલી બદલાતા ને બહારનો ખોરાક વધુ લેતા અનેક શારીરિક સમસ્યા વધવા લાગી છે. એસીડીટી, પેટમાં બળતરા સાથે બહુ તીખું ખાનારાને અલ્સર કે હોજરીમાં ચાંદા પણ પડી શકે છે, અમુક કિસ્સામાં તો કેન્સર પણ થવાની શક્યતા વધી જાય છે. ખોરાકમાં મીઠાનો
વધુ ઉપયોગ ખૂબ જ જોખમ કારક હોય છે. વર્ષોથી કાઠીયાવાડી થાળીમાં દહીં છાશનું વિશેષ મહત્વ આયુર્વેદ શાસ્ત્ર સાથે જોડાયેલું છે.
ઘણા મસાલા તમારા ખોરાકને પચાવવામાં પણ મદદ કરે છે, જેમાં મુખ્યત્વે તજ, લવિંગ, તામપત્ર, લીલી એલચી, કલી એલચી, જવિંત્રી, જીરુ, સુકું લાલ મરચું, આમળાનો પાવડર, આખા ધાણા, કાળું મીઠું, જીરું પાવડર, જાયફળ, હિંગ, આદુનો પાવડર વિગેરેનો સમાવેશ થાય છે. આપણા રસોડામાં રહેલા તમામ મસાલા આપણા માટે જડીબુટ્ટી જેવા છે. ભારતીય રસોડામાં પણ મસાલા ને વિશેષ સ્થાન અપાયું છે, શાકાહારી હોય કે માંસાહારી એક ચપટી મસાલાથી સ્વાદમાં સુગંધ ભળી જાય છે. આપણા રસોડાના ઘણા મસાલાનો ઉપયોગ આયુર્વેદમાં ઔષધી તરીકે પણ થાય છે.
21મી સદીમાં માનવવું જીવન ભાગ દોડ સાથે સતત તાણ વાળું બની ગયું છે.માણસે પોતેજ પોતાની લાઈફ સ્ટાઇલને કારણે પોતાના પગ પર કુહાડો માર્યોે છે. સામે ચાલીને રોગોને આમંત્રણ આપતું જીવન સૌ કોઈ આજે જીવી રહ્યો છે.જીમમાં જઈને કરસરત-યોગ-કે શરીરની કેર લેનારો પોતે ખાવાની બાબતમાં કેટલી દરકાર કરે છે, તે તેને ખબર છે. આજે જયારે પ્રદુષણવાળી હવા, ભેળસેળ વાળો ખોરાક માનવી ખાય રહ્યો છે, ત્યારે અમુક સુટેવોને પોષ્ટિક આહારથી તમો વર્ષો સુધી તંદુરસ્ત જીવન જીવી શકો છો .આજે ગમે તેને પુછો ત્યારે કંઈકને કઈક શરીર સબંધિત ફરિયાદો કરતો જોવા મળે છે.
સૌ પ્રથમ તો માનવીને જીવવા માટે હવા પાણીને ખોરાકની જરૂર પડે છે જે આજે કયાંય ચોખ્ખી રીતે મળતાં નથી પરંતુ એક વાત નકકી છે કે આપણાં ઘરના રસોડામાં જ પડયા રહેતા મસાલાઓ ભોજનને ટેસ્ટી બનાવે છે , પણ સાથો સાથ તેનો ઉપયોગ તમારા સ્વાસ્થ્ય સુધાર માટે કરી શકો છો. મોટા પેટ-ચરબી ઉતારવા આજે સૌ કોઈ આકરી ડાયેટીગ પ્રથા અપનાવી રહ્યો છે, ત્યારે ફકત થોડી સમજથી અને આહાર મસાલા બદલવાથી માત્ર થોડા દિવસમાં તમો સારૂ રીઝલ્ટ મેળવી શકો છો.
રસોડાના તજ હોય તેનાંથી ઝડપથી વજન ઘટે છે.તેનો ગુણ છે કે તેનું પાણી પીવો તો ભુખ શાંત કરે છે.બ્લડ શુગર પણ અંકુશ રાખે છે.એક ગરમ ગ્લાસ પાણીમાં તજ પાવડર નાખીને સુતા પહેલા પીવાથી કમર પર જામેલી ચરબી દુર થશે, તો અજમાનું પાણી પણ શિયાળામાં ખુબજ સારૂ હોય છે. અજમાનું પાણી પીવો તો તમારી પાચનશકિત વધારે છે, તમારૂ મેટાબોલિઝમ સુધારે છે, માત્ર 25 ગ્રામ અજમો રાત્રે પાણી ભરેલા ગ્લાસમાં પલાળી ને સવારે નરણે કોઠે પી જવું. આ પાણીને ટેસ્ટી બનાવવા તમો મધને ઉમેરી શકો છો.જીરાનો ઉપયોગ કબજિયાત દુર કરે છે,.તે પેટની ચરબી પણ ઘટાડે છે. તેમાથી વજન પણ ઘટે છે. એક ચમચી જીરૂ પાણીના ગ્લાસમાં પાંચ મિનિટ ગરમ કરીને ઠંડુ થાય પછી પાણી પી જાવું સવારે ભૂખ્યા પેટે પણ રાતનું પલાળેવ પાણી પીવાથી ફાયદો થાય છે.તમારી પેટની ચરબી ઓગળી જશે ફાંદ એકદમ ઘટી જશે.
તમારા રસોડામાં રહેલ તમામ મલાલા ગુણકારી હોવાથી તમારૂ રસોડું તમારે અડઘું દવાખાનું છે. જાવંત્રી-ખોરાકને પચાવવામાં મદદ કરે, જાયફળ ઝાડા મટાડે છે, સુંઠ પેટનાં દુ:ખાવા કે પાચન બગાડ માટે કામ આવે છે. એવી રીતે ગંઠોડા પણ તમને ખોરાક પચાવવમાં મદદ કરે છે.મોંઢામાં આવતી વાસ એલચી ખાવાથી દુર થાય છે.ખાટા કોકમ એસીડીટીમાં થતી બળતરાને મટાડે છે.સુવાદાણા પણ પેટનાં દુ:ખાવા માટે અકસીર ઉપાય છે.વરિયાળી પાચનશકિત સુધારે, ભૂખ ઉઘાડે, મોંની ગંધ દુર કરે છે. તજ તમારો મગજ સારો કરે છે.મેથી ચરબી ઘટાડે, શુગર ઘટાડે, વા ને કારણે દુ:ખતા પગમાં રાહત આપે છે.તમાલ પત્ર મગજનાં તંત્રને મજબુત કરે છે.
ધાણા ગરમીમાં રાહત આપે છે. ફુદીનો ખોરાક પચાવવામાં મદદ કરે છે. લસણ તમારા હ્વદયને લોહીને શુધ્ધ કરે છે.ઉપરાંત કેન્સર નથી થવા દેતું આદુ તમારી ભૂખ ઉઘાડે છે. પથારી પડેલ માણસ પણ આદુનાં સેવનથી બેઠું થઈ જાય છે. લીંબુ હોય ખાંટુ પણ દરેક રોગને પાટુમારીને ભગાડે છે, લીંબુ શરબત બહુ જ ગુણકારી છે. મીઠો લિંમડો તમારા આરોગ્ય માટે બહુજ ગુણકારી છે. હળદર વાગ્યા ઉપર લગાડો, ઉધરસમાં હળદર વાળું દુધ પીવાથી રાહત થાય છે. બગલની બામલાઈન થઈ હોય તો નાનકડી કાળી રાયના દાણા બહુ ગુણકારી છે. જીરાવાળી છાસતો મેલેરીયાને ભગાડે છે.જમ્યા બાદ આવી છાસ પીવાથી ખોરાકનું પાચન ઝડપીથી થાય છે. ચકકર આવતા હોય તો મરી ખાવાથી ફાયદો થાય છે. આ ઉપરાંત હિંગ-અજમો-આમલી-કાળા સફેદ તલ પણ ગુણકારી છે.તલ શરીરને કેલ્શિયમ પુરૂ પાડે છે. ટુંકમાં આપણાં ડોશી વૈધમાં ઘણી તાકાત હતી. આજે તો મેડીકલ પ્લાંટેશનનો જમાનો આવી ગયો છે.તમારામાં રસોડામાં પડેલ ગુણકારી મસાલા જ તમારી દવા છે.