એક સમયે ઝડપી પરિવહનનું મુખ્ય માધ્યમ ગણાતા અશ્વો હવે શોખનો વિષય બની ગયા છે
લુપ્ત થતીકાઠિયાવાડી, મારવાડી અશ્વોની નસ્લને બચાવવા અશ્વ પ્રેમી લાખો રૂપિયાના ખર્ચે માવજત કરી રહ્યા છે
રાજાશાહીના સમયમાં પ્રસિધ્ધ યોધ્ધાઓ થઈ ગયા કે જેના વફાદારા અને તાકાતવર અશ્વોને કારણે લોકો તેને હજુ પણ યાદ કરે છે. રાજા-મહારાજાઓ યુધ્ધ લડવા તેમજ પરિવહના માટે અશ્વોનો ઉપયોગ કરતા હતા. અશ્વ પ્રેમીઓનું માનવું છે કે અશ્વને કોઈ દુર્ઘટનાની અગાઉ જ જાણ થઈ જાય છે. અશ્વના ડાબલા પરજીદસાઈ ગયેલી નાળીને ઘરના મુખ્ય દ્વાર પર રાખવાથી નકારાત્મક શકિતઓનો પ્રવેશ અટકાવી શકાય છે.માપદંડો હોર્સ પાવરમાં માપવામાં આવે છે. પોલિસ અને લશ્કરમાં ખાસ અશ્વારોહી દળો બનાવવામાં આવે છે. જે અશ્વના વફાદારીના પ્રતિક તરીકે રાખવામાં આવે છે. હાલના સમયમાં અશ્વોને પાળવા અધરૂ થઈ ગયું છે. તેમ છતા અનેક અશ્વપ્રેમી લોકો દર વર્ષે લાખો રૂપીયાનો ખર્ચ કરી અશ્વોની માવજત રાખે છે.
૨૦૦ વર્ષ પહેલા ગામતરા માટે કાઠીયાવાડી અશ્વોનો ઉપયોગ :સત્યજીત ખાચર
અબતક સાથેની વાતચીત દરમિયાન જસદણના દરબાર સત્યજીત ખાચરએ જણાવ્યું હતુ કે તેની પાસે શુધ્ધ કાઠિયાવાડી નસલના ૭ અશ્વો છે. કાઠિયાવાડી ઘોડાની વિશેષતા એ છે કે, પહેલાના જમાનામાં તેનો ઉપયોગ લડાઈમાં થતો. કાઠિયાવાડમાં ૨૦૦ વર્ષ પહેલા લડાઈ સમાપ્ત થઈ પડી આ અશ્વો ગામતરા કરતા એક ગામથી બીજે ગામ જવા તથા સ્પોર્ટસમાં ઉપયોગમાં થતો અશ્વોમાં ભારતની મુખ્ય ચાર નસલો છે. કાઠિયાવાડી નસલની વાત કરીએ તો તેના મોઢા પર લાખ હોવું કાન આંખો, તેનો બાંધો વગેરે આ રીતે બધી જ નસલોની પોતાની ખાસીયત હોય, કાઠિયાવાડી અશ્વને રેસિંગનો અશ્વ નથી. આ અશ્વતે સ્ટેમીના હોર્સ, લાંબી ચાલનો અશ્વ છે. કાઠિયાવાડી અશ્વની નસલએ અશ્વોના મેરેથોનમાં વપરાય શકે.
પરંતુ હિન્દુસ્તાનમાં હજુ તેટલું છે નહિ તેના અશ્વોને ૧ જુલાઈથી ૩૧ ડિસેમ્બર સુધી વિડમાં રાખવામાં આવે ત્યાં તે ચરે. તથા ડિસેમ્બરથી જૂન સુધી તેને વાડીમાં લાવી છૂટા રાખવામાં આવે છે. તેને લીલો ચારો, તથા સુકાચારામાં મગફળીનો પાલો, કડપ, બાજરીનું જોગણ, ચણા, વગેરે આપીએ છીએ અશ્વને મુખ્યત્વે કોલીક (પેટવણ)ની તથા ગલેન્ડર રોગ થતા હોય છે. વિશ્વભરમાં વધારે અશ્વો કોલીકથી મૃત્યુ પામે છે. કાઠિયાવાડી નસલના ઘોડા લૂપ્ત થતા જાય છે. તે પાછળનું કારણ તે હવે અશ્વોનો ઉપયોગ માણસો માટે ઘણો ઓછો થઈ ગયો છે.
હવેની જનરેશનને અશ્વો કરતા મોટર સાયકલનો વધુ શોખ છે. તેથી અશ્વોની સંખ્યા ઘટતી જાય છે.
અશ્વો ખૂબ જ પ્રેમાણ પ્રાણી છે: જેનીલ ઉકાણી
વેટરનીટી ડો. જેનીસ ઉકાણીએ અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતુ કે અશ્વમાં મુખ્યત્વે ૩ નસલ જોવા મળે છે. કાઠિયાવાડી, મારવાડી, થરો બ્રિડ… થરો બ્રિડની હાઈટ વધુ હોય તે પેટ્રોલીંગ માટે કામમાં આવે કાઠિયાવાડી બ્રિડ તે તેની ચાલ માટે તથા મારવાડી બ્રિડ તે તેના રૂપના કારણે પ્રખ્યાત છે. અશ્વોમાં ઈન્ફેકશીયસ તથા નોન ઈન્ફેકશીયસ બિમારીઓ જોવા મળે છે. ઈન્ફેકશીયસ બિમારીમાં બેકટેરીયલ ડિસીસ એટલે કિટાનસ જેને ધનૂર કહીએ તે જિવલેણ બિમારી છે. સ્યુડોમોનાસમેલાઈ નામના બેકટેરીયાથી ગ્લેનડર નામનો રોગ થાય છે. તથા ઈકવાઈન ઈન્ફેકશન, ઈકવાઈન આર્ટ પ્રાઈસીસ, પોટોજપોલ ઈન્ફેકશન, ઈકવાઈન સરા જેને જેરબાજ કહેવાય. વગેર ડિસીસ જોવા મળે છે. તથા વર્મિનન્સ ઈન્ફેકશન તે કરમીયાથી થતુ હોય છે.
નોન ઈન્ફેકશીયસ બિમારીમાં લેમનેસ એટલે લંગડાપણું થવું કોલીક એટલે પેટપીડીત કોમન બીમારી છે.
અશ્વએ હાર્બીવોરસ ઘાસખાતુ પ્રાણી છે. અશ્વને સુકાખોરાકમાં સૂકી જુવાર, કળબ, લીલા ખોરાકમાં લીલૂઘાસ, લજકો, જોગાણ, ચણા, આપવા જોઈએ આપણે ત્યાં અશ્વને લોકો બાજરો પણ આપે છે. તે મોટી સમસ્યા ઉભી કરી શકે ઘોડાને બાજરો આપવો જોઈએ જ નહીં કારણ કે અશ્વ જે બાજરો ખાયે તેજ લાદમાં આખો નીકળે છે. આપણે ત્યાં અશ્વને લઈને જાગૃતતા ઓછી અને ગેરસમજણ વધુ છે. લોકોએ સમય સાથે બદલાવવું જોઈએ અને આધુનિક ઢબે તેનું મેનેજમેન્ટ કરવું જોઈએ જેમકે વેકસીનેશન કરાવવું તથા વછે‚ જન્મે તેના પ્રથમ દિવસે ધનૂરની વેકસીન મતા અને વછેરાને આપવી તે વિશેની જાગૃતતા હજુ આપણે ત્યાં આવી નથી. તથા હડકવાની તથા ઈકવાઈનસરાની આપવી જોઈએ.
અહિયાના રસ્તા પોલોગ્રાઉન્ડ જેવા નથી હોતા તેથી અશ્વની વેલ ટ્રેઈન માણસ પાસે સૂંઈગ કરાવવી. તેથી અશ્વની ખરી બગડશે નહી. ફોરેન કનટ્રીઝમાં તેના મોજા, સૂઝ, ઉપલબ્ધ છે. આપણે ત્યાં ઘોડાના તબેલાનું ક્ન્સટ્રકશન બરોબર થતુ નથી. અશ્વને જે જગ્યાએ રાખવામાં આવે તે જગ્યાએ પાણીનો ભરાવો થવો જોઈએ નહિ જો પાણીનો ભરાવો થશે તો તેનો ડાબલો (ખરી) ભિનો થશે. અને ડાબલાની બિમારી થઈ શકશે તેથી પાણી ન ભરાય તેની તકેદારી રાખવી આવશ્યક છે. અશ્વને વર્ષમાં એક વખત ધનૂર, હડકવા તથા ઝેરબાદની રસી અપાવવી. તથા છ મહિને કરમીયાની ગોળી આપવી જોઈએ.
પોલીસના અશ્વને વોક, ટ્રોટ, કેન્ટર અને ગેલોપની ટ્રેનિંગ : પી.આઈ. સરવૈયા
અબતક સાથેની વાતચિત દરમિયાન માઉન્ટેન્ડ પોલિસક હેડકવાર્ટરના વિ.આઈ. સરવૈયાએ જણાવ્યું હતુ કે પોલિસ ડિપાર્ટમેન્ટમાં અશ્વોનો ગામડામા ભેડાના પ્રશ્ન, દકાઈતીના પ્રશ્નો ગામમાં લૂંટફાટના પ્રશ્નો, તથા ક્રાઉડ વિખવા, વી.આઈ.પી.ના રિસીવ માટે તથા સ્પોટર્સ માટે ઉપયોગમાં આવતા રાજકોટની પોલિસ અશ્વ તાલીમ શાળામાં ૩૨ અશ્વો છે તે મારવાડી કાઠિયાવાડી તથા થરો બ્રિડના છે. બે વર્ષનું થાય તેને ધીમે ધીમે રેન્જીંગ આપવામાં આવે તે ૩ વર્ષનું થાય તેને સેંગલ માંડવામાં આવે તેની નવી નવી જગ્યાએ લઈ જવાથી તે ચમકે નહી. ત્યારબાદ તેને વોક, ટોટ, કેન્ટર, ગેલોપ વગેરેની ટ્રેનીંગ આપવામાં આવે. આધુનિક યુગમાં તેની આવશ્યકતા ઓછી થઈ ગઈ છે. તેથી તે નાઈટ પેટ્રોલીંગમાં, કોઈ ભેડાના પ્રશ્નો, તથા જયાં વધુ પબ્લીક હોય તેને વિખેરવા માટે ઉપયોગમાં આવે.ઘોડામાં સામાન્ય કોલીક તથા ગલેન્ડરની બિમારી વધુ થતી હોય છે.અશ્વોને ચાર ટાઈમ પાણી અને ચણા આપવામા આવે.
વધુમાં જણાવતા કહ્યું હતુ કે, કાઠિયાવાડી ઘોડાની વિશેષતાએ છે કે તે સ્થાનિક નસલ છે. તે વધુ વફાદાર હોય દેખાવમાં સારૂ હોય તેના કાન ટુંકા અને કપાળ પહોળુ તથા આંખો મોટી અને છાતી ભરાવદાર હોય છે. પોલિસના અશ્વો નેશનલ લેવલ પર જે ટેન્ટ પેગીંગ, જમ્પીંગ તથા પોલિસ હોર્સ ટેસ્ટમાં ભાગ લે છે. તેની બધી જ ટ્રેનીંગ અશ્વ તાલીમ શાળામાં આપવામાં આવે. જે વિદ્યાર્થીઓ હોર્સ રાઈડીંગ શિખવા આવે તેને ત્રણ મહિનામાં અશ્વ વિશેનું સામાન્ય જ્ઞાન આપવામાં આવે જેમકે અશ્વ પાસે કંઈ રીતે જવું? તેને કંઈ રીતે પોતાનું બનાવવું, તેના પર કેવી રીતે બેસવું તથા કેવી રીતે સવારી કરવી વગેર શિખવાડવામાં આવે. ત્યારબાદ એડવાન્સ ટ્રેનીંગ આપવામાં આવે. કાઠિયાવાડી અશ્વ ટેમ્પેનીંગમાં સારા હોય. થરો બ્રિડએ જમ્પીંગમાં વધુ ઉપયોગમાં આવે.
પોલિસમાં જે અશ્વ હોય તે ૩ વર્ષથી ૧૮ વર્ષ સુધી સારૂકામ આપી શકે. કહેવાય કે માણસના ૫૮ વર્ષ અને ઘોડાના ૧૮ વર્ષ અમારા ડિપાર્ટમેન્ટના અશ્વ દર્પણ ડોકટર માકડીયાએ લખેલ છે. તેમાં અશ્વની ૨૫ વર્ષની ઉંમર બતાવેલ છે. પરંતુ તે ૧૮ વર્ષ સુધી સારૂ કામ આપી શકે પછી જો તેનું ફિઝીકલ બોડી સારૂ હોય તો ૨૫ વર્ષ સુધી કામ કરે છે.
સિંધી નસ્લના મારા ઘોડા ડાન્સ પણ જાણે છે: આરિફ સપ્પા
અબતક સાથેની વાતચિત દરમિયાન મોટી મેંગણીના આરિફ સપ્તાએ જણાવ્યું હતુ કે તેની પાસે છેલ્લા ૧૮ વર્ષથી મારવાડી અને સિંધી નસલના ત્રણ અશ્વો છે. તેના નામ હિર, માન તથા પરી રાખેલ છે. અશ્વોને ટ્રેઈન કરતા લગભગ બે મહિનાનો સમય લાગે. તેને ખોરાકમાં સૂકી જાર, મગફળીનો પાલો, ચણા, ઘઉં વગેરે ખવડાવવામાં આવે. હું મારા અશ્વોને રેસીંગમાં નથી લઈ જતો. પરંતુ તેને ડાન્સ શિખવાડું છું. ડાન્સ શિખવાડતા હોય ત્યારે તેને ગરમપાણીથી પગ જારવા પડે, માલિસ કરવું પડે. તેથી તેનો થાક ઉતરી જાય. સવારે તેના ખરેડો કરવો પડે. સાફ સફાઈ કરીએ છીએ. વધુમાં જણાવ્યું કે મારા અશ્વોની ચાલ, તેની ગરદન રાખવાની રીત, તેની ડાન્સની સ્ટાઈલ બધશ કરતા બેસ્ટ છે.
૫૬ અશ્વોની સંભાળ લેવી એજ મારો શ્રેષ્ઠ સમય: લાલાભાઈ ભરવાડ
લાલાભાઈ ભરવાડે અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતુ કે તેની પાસે ઘણા વર્ષોથી અશ્વો છે.ઘોડા, ઘોડી અને વછેરૂ થઈને કુલ છપ્પન અશ્વો છે. તેની પાસે મારવાડી, કાઠીયાવાડી અને સિંધી નસલના અશ્વો છે. મારા અશ્વોની ખૂબજ સાર-સંભાળ કરૂ છું. તેને સમયાતરે પાણી ખોરાક તથા જરૂરી વાતાવરણ પૂરૂ પાડીએ છીએ. તેને ગ્લેનડર જેવા રોગ ન થાય તે માટે સમયાંતરે રસી મૂકાવીએ છીએ. અત્યારે લોકો કાઠિયાવાડી બ્રિડમાં મિકસ બ્રિડ કરી નાખે છે. પરંતુ ગુજરાતમાં ઘણી જગ્યાએ સારા કાઠિયાવાડી અશ્વો છે જો. તેની સાથે મેટ કરાવવામાં આવે તો. કાઠિયાવાડી નસલ જળવાય રહેશે. અશ્વોનું દરેક ઋતુમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. જેમકે શિયાળામાં તેને સવારથી સાંજ ખૂલ્લા રાખીએ અને રાત્રે બાંધીને ત્યાં નજીકમાં ધૂમાડો કરીએ જેથી તેને ગરમી મળી રહે. ચોમાસામાં તેને પેક જગ્યાએ રાખવાથી તે પલળે નહી અને મંદવાળ ઓછો થાય.
મારા ૫૫ અશ્વો પ્રાણથી પણ પ્યારા: દેવાભાઈ ડોંડા
અબતક સાથેની વાતચીત દરમિયાન અશ્વપ્રેમી દેવાભાઈ ડોંડાએ જણાવ્યું હતુ કે મને અશ્વ ખૂબજ ગમે છે.તેમાં ખાસ કરીને કાઠિયાવાડી, મારવાડી નસલના અશ્વ મારા પ્રિય છે. તેમની અમે ખૂબજ સાર સંભાળ રાખીએ છીએ અમારી ત્યાં ૫૫ અશ્વ છે. તેને લીલો ચારો અને સૂકાચારામાં મગફળીનો પાલો કડપ, બાજરીનું જોગણ, ચણા વગેરે આપીએ છીએ.
કાઠીયાવાડી અશ્વ રંગ રૂપમા અવ્વલ
સામાન્ય રીતે કાઠિયાવાડી અશ્ર્વ પોતાના રંગ ‚પથી લોકોના મન મોહી લે છે. ચળકતા બદામી રંગના કાઠિયાવાડી અશ્વો પોતાના પ્રમાણસર શરીર આકર્ષક ગરદન માથઉ તથા પૂંછડી યોગ્ય શરીરના બાંધા વડે અન્ય નસલથી અલગ તરી આવે છે.
કાઠિયાવાડી અશ્વ ઉત્સાહી, બુધ્ધિશાળી સ્નેકયુકત અને વફાદાર હોય છે. વીર યોધ્ધા મહારાણા પ્રતાપનો પ્રસિધ્ધ અશ્વ ‘ચેતક’ પણ કાઠિયાવાડી નસલનો હતો.
મારવાડી અશ્વ: મજબૂત અને તાકાતવર
મારવાડી અશ્વએ એક દુર્લભ અશ્વની પ્રજાતી છે. મારવાડી અશ્વએ ભારતીય ટટ્ટુમાંથી આવેલ છે. જે અરબી ઘોડાઓથી પર ચડિયાતા હોય છે. મારવાડી અશ્વ પોતાની ઉંચાઈ, મજબૂતાઈથી અશ્વપ્રેમીઓ અને ખરીદદારોમાં સૌથી વધુ લોકપ્રિય છે. તેનો બાહ્ય દેખાવ અને તેની ચાલથી તે એક અલગ સ્થાન ધરાવે છે.મારવાડી અશ્વએ એક દુર્લભ અશ્વની પ્રજાતી છે. મારવાડી અશ્વએ ભારતીય ટટ્ટુમાંથી આવેલ છે. જે અરબી ઘોડાઓથી પણ ચડિયાતા હોય છે. મારવાડી અશ્વ પોતાની ઉંચાઈ, મજબૂતાઈથી અશ્વપ્રેમીઓ અને ખરીદદારોમાં સૌથી વધુ લોકપ્રિય છે. તેનો બાહ્ય દેખાવ અને તેની ચાલથી તે એક અલગ સ્થાન ધરાવે છે.
રેસર અને રક્ષક થરો બ્રીડ
થરો બ્રીડ અશ્વ ૧૮મી સદીમાં લંડનના સુરક્ષાદળ અને રેસિંગમાં લોકપ્રિય હતા. ભારત અને ખાસ કરીને ગુજરાતમાં પણ વર્તમાન સમયમાં થરો બ્રીડ અશ્વનો ઉપયોગ પોલિસ પેટ્રોલીંગમાં વીઆઈપી બંદોબસ્ત, ભીડને કાબુમાં લાવવા ઉપરાંત રેસીંગ, જમ્પીંગ માટે પણ કરવામાં આવે છે.