દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે શુક્રવારે બે કાશ્મીરી હેકર્સની પંજાબથી ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપીઓ પાકિસ્તાની હેકર્સની મદદથી આશરે 500 ભારતીય વેબસાઇટ્સ હેક કરી ચૂક્યા છે. શાહિદ મલ્લા અને આદિલ હુસૈન બીટેક અને બીસીએના વિદ્યાર્થીઓ છે. તેમની પાસે લેપટોપ, મોબાઈલ, સિમ કાર્ડ અને અન્ય મેમરી ડિવાઇસ જપ્ત કર્યા છે.
– પોલીસે જણાવ્યું, “તપાસમાં જાણ થઇ છે કે બંને પાકિસ્તાનના સમર્થકો છે અને તે ઓ દેશ વિરુદ્ધ ઉશ્કેરણીજનક હરકતો કરી રહ્યા હતા. બંનેએ સ્વીકાર્યું છે કે તેઓ 2014થી સક્રિય હતા. આરોપીઓ કહે છે કે અમે હિંદુસ્તાની નથી. અમારું વતન પાકિસ્તાન છે.”
– “આરોપી યુવકો કાશ્મીરને મુક્ત કરવાના અભિયાનમાં સોશિયલ મીડિયા દ્વારા મદદ કરી રહ્યા હતા. વેબસાઇટ હેક કર્યા બાદ તેઓ ‘ફ્રી કાશ્મીર, પાકિસ્તાન ઝિંદાબાદ’ના મેસેજ પણ નાખતા હતા. ગયા વર્ષે એપ્રિલ-મેમાં ઇન્ટરનેટ પર રોકને અસર રહિત કરવા માટે આરોપીઓએ સ્થાનિક યુવકોને વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક (વીપીએન)ની જાણકારી આપી હતી. તેનાથી એકબીજાને મેસેજ વગેરે પણ મોકલી શકાય છે.”
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com